Book Title: Atmanand Prakash Pustak 034 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ જ્ઞાનની કુંચી. પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ. ( જુદા જુદા ધર્મોની દષ્ટિએ) (ગતાંક પૃષ્ઠ ૧૦ થી શરૂ ) “ તિ ” એ અર્થને નિદર્શક છે. અલ્લાહ એટલે ઈશ્વર. અલ્લાહ અનાદિ, અનુત્પન્ન ચેતન તત્ત્વ છે. “God” ( પરમાત્મા ) એ શબ્દનો અર્થ “ મૂર્તિપૂજા કે અધમી દેવ ” એમ એક કાળે થતો હતો. “God' શબ્દમાં છું, છે અને તે એ ત્રણ અક્ષરે અનુક્રમે પ્રભુની અનંતતા, સંપૂર્ણતા અને પ્રકાશમયતાના સૂચક છે. “G ” અક્ષરમાં સ્વયંભૂતાનું ભાન પૂર્વકાલીન મહાપુરૂષોને થતું હતું એ મી. બેઈલીને મત છે. God એટલે શાશ્વત, સ્વયંભૂ અને ચૈતન્યવંત પરમ આત્મા એમ કહી શકાય. પશીયન “ખુદા” (ખુદ-આ ) શબ્દને “ સ્વયમેવ આગમનકર્તા ” એવો અર્થ થાય છે. ખુદાનું સ્વયંભૂત્વ આથી નિર્દિષ્ટ થાય છે. ખુદાની અનાદિ તરીકે ગણના થાય છે. ખુદા એટલે મૂળ ચૈિતન્ય કે જીવન એમ પશીયને માને છે. ભૌતિક દ્રવ્યનું અસ્તિત્વ ચેતનાનાં અસ્તિત્વનું અનુગામી હોવાને પશીયનને સ્પષ્ટ મત છે. જહોવાહ” (હવેહ) એ શબ્દ “ જીવન્ત સત્ય વસ્તુ” નો વાચક છે.+ “હું છું' એ સંજ્ઞાસૂત્ર ચેતના કે જીવન એટલે “જીવન્ત સત્ય વસ્તુ” એ ભાવ ઉપર નિર્ભર રહે છે. આ સંજ્ઞાસૂત્ર જૈનોના અભાવનિક્ષેપનાં એક દષ્ટાન્તરૂપ છે. દેવત્વ (પરમેશ્વરત્વ) એ જીવનથી અભેદ્ય ગુણ હેવાથી * The Lost Language of Syınbolism,' Vol. II. P. 364 - 365 + The Lost Language of Symbolism,' Voe. I P. 302. * નિક્ષેપના ૪ પ્રકાર નીચે પ્રમાણે છે – * નિક્ષેપનું લક્ષણ-અજ્ઞાન, સંશય, વિપર્યય કે અનધ્યવસાય દૂર કરવાપૂર્વક યથાસ્થાન સંસ્થાપન કરવા માટે શબદના અર્થની રચના કરવી તે નિક્ષેપ છે. અપ્રસ્તુત અર્થને દૂર કરવારૂપ અને પ્રસ્તુત અર્થને સ્કૂટ કરવારૂપ ફળવાળા નિક્ષેપના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકાર છે. તેના લક્ષણો નીચે મુજબ શાસ્ત્રોમાં કહેલા છે. ૧ નામ નિક્ષેપનું લક્ષણ-પર્યાયવડે જેને નિર્દેશ ન થઈ શકે તેવું અન્ય અર્થમાં રહેલું, મૂળ અર્થથી નિરપેક્ષ, ઈરછાનુસાર પાડેલું અને પદાર્થ રહે ત્યાં સુધી રહેલું છે. * For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28