________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી મારવાડની યાત્રા.
ત્યાંથી ગામના જિનમંદિરનાં દર્શન કરી ખામણવાડજી જવા નીકળ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે એને એ જ
૪૫
વખતે
બામણવાડજી-
મૂળનાયક
અહીં ભવ્ય પ્રાચીન માવન જિનાલયનું જિનમંદિર છે. પ્રભુજીની પ્રતિમા અતિ ભવ્ય અને મનેાહર છે. પ્રદક્ષિણામાં ફરતાં ઊંચા માણસાએ બહુ ખ્યાલ રાખવાની જરૂર છે. પ્રદક્ષિણામાં થાંભલા બહુ નીચા છે અને દેરીઓનાં દ્વાર પણ નીચાં જ છે. નીચા નમ્યા સિવાય પ્રભુજીનાં દર્શન થાય તેમ નથી. મારવાડી પદ્ધતિએ કાચ અને રંગનેા ખૂબ ઉપયોગ થયેલું છે. હમણાં જ છÍદ્ધાર થયા છે. નીચે ઉતરતાં બન્ને બાજુ આદિનાં દૃશ્યો જોવા લાયક છે અને તદ્દન મંદિરની બહાર બરાબર સામે જ એક કાળેા ઊંચા હાથી ઊભે છે. જાણે હાથીના સ્વરૂપે વનદેવતા મંદિરનું રક્ષણ કરવા આવીને ઊભા હોય એમ મદેન્મત્ત ગજરાજ દેખાય છે.
પહાડ
For Private And Personal Use Only
અહી વ્યવસ્થાપકેાની દેખરેખને અભાવ છે.:મિથ્યાત્વીદેવ-દેવીઓને પૂજારીઓ ઘુસાડે છે અને પાછળથી પરિણામ જૈન સંઘને ભોગવવું પડે છે. વ્યવસ્થાપકે સવેળા જાગી વ્યવસ્થા સુધારે; નßિ. તા યાદ રાખજો કે બીજી ચારૂપ ન બને.
અહીં ધર્મશાળા બહુ વિશાળ છે. યાત્રીઓને દરેક જાતની સગવડ મળે છે. ફાગણ શુદ્ધિ ૧૧-૧૨-૧૩ ને જનેતાને માટે મેળે ભરાય છે, આજુબાજુથી સેકડો, હુજારા ભિલ, મિયાણા આદિ આવે છે. અનેક વ્યાપારીઓ પણ વ્યાપાર કરવા આવે છે. સ્ટેટ પણ આવક વધારવા સારી સહાયતા કરે છે.
અહી એક સુન્દર જૈન ગુરૂકુળ ચાલતુ હતુ પણ સમાજના આપસના કલેશ, કલહ અને ઇર્ષ્યાનું ભાગ અની, અત્યારે ગુરુકુલ સમાધિમાં લીન થઈ ગયું છે. અહીં પહાડી ઉપર આબુના પ્રસિદ્ધ યોગીરાજ શ્રી શાન્તિસૂરિજીની ગુફા-સુંદર ત્રણ માળનું વિશાળ મકાન છે. અંદર ધ્યાનનું ભોંયરૂ પણ છે. ગુરૂકુળ તેમના પ્રયત્નથી જ શરૂ થયુ' હતું. હવે આંધ થઈ ગયુ છે. પુનઃ કરી જ્ઞાનમંદિર-જ્ઞાનપરબ સ્થાપવાની જરૂર છે. અહીં ધનની કમી નથી માત્ર વ્યવસ્થાની જ કમી છે. આપસના કુસુપ, કલેશ, ઇર્ષા મીટાવી એક થઇ કામ થાય તેા અત્યારે ગુરૂકુળ ચાલે. અહીથી પુન: સાંજે પી'ડવાડા પહાંચ્યા. —( ચાલુ )
પ્રયત્ન