Book Title: Atmanand Prakash Pustak 034 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ શ્રી આત્માનંદ પ્રકાશ. જેમ પ્રતિમાજી ભવ્ય છે તેમ એનું પરિકર પણ એવું જ કલાપૂર્ણ, વિશાલ અને ભવ્ય છે. બે બાજુ બે વિશાલ ઈન્દ્ર એના એશ્વર્યને જિન ચરણે ધરતા દેખાય છે અને પ્રભુજીનું સિંહાસન ખરે ખર સિંહનું જ બનાવેલું છે. બન્ને બાજુ મૃગરાજ-સિંહ કરેલા છે. તેની ઉપર એક બાજુ ઘેડ અને સિંહ મૂક્યા છે. ઉપરની રચના પણ સુંદર અને કલામય છે. આગળના સમયમાં ધર્મભક્ત શ્રીમાન જિનમંદિર બનાવતા, અઢળક દ્રિવ્ય ખર્ચતા પરંતુ એનું ખાસ લક્ષ્ય રાખતા કે પ્રતિમાજી સુન્દરમાં સુન્દર અને ભવ્ય બને, તેમજ મંદિરમાં પણ કલામય દર્શનીય વિવિધ આકૃતિઓ, ઉપદેશ પૂર્ણ બેધમય જીવનવૃત્તાને જીવંત રૂપે રજૂ કરવામાં એ દ્રવ્યવ્યય થતો. આજે એ દ્રવ્ય સંગ્રહમાં જ રહે છે. લોન લેવાય મિલમાં રહે અને એ દ્રવ્ય માટે મમત્વ વધતાં ઝઘડા પણ થાય એના કરતાં વ્યવસ્થા પકે એ દ્રવ્ય જીર્ણોદ્ધારમાં અથવા તે પિતાના ગામના મંદિરને કલામય, આકર્ષક અને ભવ્ય બનાવવામાં એને ઉપગ કરે તે કેવું સારૂં ? હું નાંદીયાના આ નાનકડા પણું ભવ્ય મંદિરનાં-જિનપ્રતિમાનાં દર્શન કરવાની દરેકને ભલામણ કરૂં છું. બહાર ગભારામાં બે બાજુ બે પ્રાચીન પ્રતિમાઓ છે. બન્નેની નીચે ગાદી-આસનમાં યક્ષ-યક્ષિણી વીણધારી બેઠા છે. કમળની આકૃતિનું સુન્દર આસન છે. ઘડીભર શાતિથી બેસીને નિરીક્ષણ કરવાનું મન થાય એવી સુન્દર કલા, શક્તિ અને ભવ્યતા ભર્યા છે. પ્રતિમાજીની નીચે પાટલીમાં, ખરખી લીપીમાં ( અશોકના શિલાલેખોને મળતી જ લીધી છે. ) લેખ કતરેલા છે, પણ અમારાથી એ લેખ વાંચી શકાયા નહિં કિન્તુ આ પ્રતિ માઓ મૌર્ય સામ્રાજ્યના સમયની છે એમ તે બરાબર લાગે છે. મંદિરની બહારના ઓટલા ઉપરથી બહારની કુદરત, નિરવ શાંતિ અને દિલને અસર કરે એવી ભવ્યતા જોવા જેવી છે. ત્યાંથી ગામ તરફ આવતાં મંદિરની નજીકમાં જ ચડકૌશિક નાગ શ્રી વીર પરમાત્માને ડસે છે, એની સુંદર આકૃતિ છે, જેમાં વીર પ્રભુનો પગ છે અને સાપ હસે છે એમ બતાવ્યું છે. આ પ્રદેશમાં શ્રી વીર પ્રભુજી પધાર્યા હતા અને ઉપસર્ગ થયે હતે એમ કહેવાય છે, પરંતુ મારા નમ્ર મત પ્રમાણે આ સ્થાપના તીર્થ છે પણ એ અર્વાચીન-કાલીન નથી. પ્રાચીન કાલથી આ તીર્થ સ્થપાયેલું છે. મૂલ મન્દિરના મૌર્યકાલીન લે એના પ્રમાણ માટે બસ છે. ખરેખર તીર્થને એગ્ય પવિત્ર વાતાવરણ આ ભૂમિમાં ઠાંસી ઠાંસીને ભર્યું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28