________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મરવાડની યાત્ર,
૪૩
જેને વિહાર અને પ્રભાવ બહુ જમ્બર પ્રમાણમાં હશે એમ લાગે છે.
નાણકીય ગચ્છની ઉત્પત્તિ અહીં નજીકમાં રહેલ ગામ નાણાથી થઈ છે. એક સમય એ હતો કે નાણું સમૃદ્ધિશાળી શહેર હતું અને ત્યાં જૈનોની સંખ્યા વિપુલ પ્રમાણમાં હતી.
પિંડવાડાના બાવન જિનાલયના મંદિરના મૂલ ગભારામાં બે ઊભી ધાતુની પ્રતિમાઓ છે. એની રચના અનુપમ અને અદ્ભુત છે. તેમાંયે વસ્ત્રની રચના તો કમાલ છે, અને તેમાં ડાબા પગની ઘુંટણએ વસ્ત્રની જે ગડ પાડી છે તેમાં તે હદ કરી છે. જાણે બારીક વસ્ત્ર ઓઢાડયું હોય એવું સુંદર કોતરકામ-રચના કરી છે. નીચે લેખ છે પણ ઘસાઈ ગયેલ છે. પ્રાચીન લીપીમાં લેખ છે.
અમારી સાથેના એક મુનિજીના પગમાં કાંટો વાગવાના કારણે અમારે અહીં વધારે દિવસ રોકાવું પડયું તે દરમિયાન એકવાર સવારમાં અમારી ત્રિપુટી પડવાડાથી ૩-૪ કોશ દૂર નાંદીયા અને ત્યાંથી રા૩ કેશ હર બામણવાડાની યાત્રા કરવા નીકળી. નાદીયા
नाणा दीयाणा ने नांदीया श्रीजीवि तस्वामि वांदिया. નાણું, દીયાણ અને નાંદીયામાં જીવિતસ્વામિ-વીરપ્રભુની પ્રતિમા છે. ટૂંકા જંગલી રતે ભેમિયાની સાથે અમે જતા હતા. દૂર દૂરથી પહાડીઓ દેખાય છે અને ગામ આ આવ્યું, આ આવ્યું થાય છે. ગામમાં જતાં પહેલાં પ્રથમ નદીકિનારે એક સુન્દર જિનમંદિર છે પણ અમારા દુર્ભાગ્યે મંદિર હતું બંધ. પૂજારી રહે. ગામમાં અને ગામથી એક માઈલ દૂર આ મંદિર છે. ઘણી વાર ઘણા ચે યાત્રીઓ અહીં આવી નિરાશ થઈ પાછા વળે છે. અમે પણ નિરાશ થઈ ગામમાં ચાલ્યા. સીદ્ધા ગામની બહાર સામે નીકળી ગયા. ત્યાં પહાડીની નીચે સુંદર વિશાલ જિનમંદિર છે. એવી એકાન્ત રમ્ય અને મહર ભૂમિ છે કે ઘડીભર ત્યાં બેસી ધ્યાન ધરવાનું મન થાય. ચેતરફ પહાડી અને વચમાં આ મંદિર છે. છે. અહીં પરમ શાંતરસમાં મગ્ન પદ્માસનસ્થ, પાપહર, દુઃખહર શ્રી જીવિતસ્વામિજીની પ્રતિમાજીનાં દર્શન કર્યા. અમારો થાક ઉતરી ગયો. ખરેખર પ્રતિમાજી બહુ જ ભવ્ય અને મનહર છેઆવી બેનમૂન બીજી ભવ્ય મનહર પ્રતિમાજી, આટલામાં બીજી નથી એમ મને લાગે છે... ..
For Private And Personal Use Only