________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
'
સુભાષિત પદ સંગ્રહ * સં. શાંતમૂર્તિ શ્રી કપૂરવિજયજી મહારાજ.જ પર્વપ્રશંસા-ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમા તેમજ રવિસંક્રાન્તિ એ પર્વ દિવસો કહ્યા છે. પ્રથમની ચાર પર્વતિથિઓ તે ચારિત્ર-આરાધનની તિથિઓ તરીકે જૈન દર્શનમાં સુપ્રસિદ્ધ છે. એ પર્વતિથિઓમાં ઈછાનિધિ તપ કરનારા આત્માથી મુમુક્ષુજને અધિક લાભ બાંધે છે, તેથી વિપરીત સ્વછંદે ચાલનારા ઉક્ત પર્વની વિરાધના કરવાથી ઉભય લેકમાં હાનિ પામે છે, એ વાત યાદ રાખવી.
મૂર્ખતાની નિશાની –શઠતાવડે ધર્મ, પટવડે મિત્ર, પાયતાપવડે સમૃદ્ધિ, વગર મહેનતે વિદ્યા અને કઠોર વચનાદિક વનવડે નારીની વાંછના કરનારાઓને પ્રગટપણે મૂખ જ લેખવા.
* ખરે શુરવીર કોણ?' ઈન્દ્રિયાદિક ચોરટાઓથી પોતાનું આત્મધન સુરક્ષિત રાખી શકે છે. ગફલતથી કે પ્રમાદથી લુંટાવા દેતા નથી.
રક્ષક શત્રુ કેવી રીતે બને છે?’–કરજ કરતો પિતા શત્રુ, વ્યભિચારિણી માતા શત્રુ, લજજા-મર્યાદા વગરની રૂપવંતી નારી શત્રુ, તેમજ મૂખં—અભણ પુત્ર શત્રુરૂપ બને છે, એ વાત સહુએ યાદ રાખવી.
“ જનનીને ભારભૂત કણ? –જે પૂર્વજની કુળ-કીર્તિને પુન્યને વધારે નહીં (પણ ઘટાડે તેવા માતાને કલેશકારી પુત્રવડે શું?
આગમની આવશ્યકતા –ભારે પાખંડી જનાથી વ્યાપ્ત અને સાક્ષાત્ જિનેશ્વરના વિરહવાળા, કેવળજ્ઞાન વગરના આ કલિકાળમાં જે વિતરાગ પ્રભુએ પ્રરૂપેલા આગમનો આધાર અહીં ન હોત તો ભવ્યજનોને વસ્તુતત્ત્વને બંધ શી રીતે થઈ શકત ?
તીર્થ પ્રશંસા અન્ય સ્થાને ( અન્ય ક્ષેત્રે) કરેલું પાપ ધર્મસ્થાને (તીર્થક્ષેત્ર) સમુચિત તપ, જપ, વ્રત, નિયમાદિક સાધનવડે છૂટી શકે છે, પરંતુ ધર્મસ્થાને ( તી ) મોહવશ બનીને કરેલું પાપ વજલેપ જેવું બને છે તે કઈ રીતે છૂટી શકતું નથી એમ સમજી ધર્મસ્થાનકે તીર્થક્ષેત્રની સેવાને લાભ લેવા ઈચ્છનારા ભાઈ-ઓંનેએ અધિક સાવધાનતા રાખવી ઘટે છે.
ગુણના સંગથી ગુણ થાય છે –ગુણની કદર કરનાર ગુણીને પામી ગુણ ગુણરૂપ અને નિર્ગુણીને પામી તે ગુણ છેષરૂપ થાય છે. જુઓ
For Private And Personal Use Only