Book Title: Atmanand Prakash Pustak 034 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - ૩૪ શ્રી આત્માનંદ પ્રકાશે. આટલા જલદીથી પાછા ફરવું એમાં જરૂર વિલક્ષણતા ! કયાંતે ઠેઠ ઉપર જતાં જ ન હોય, અથવા તો ચાલવાની ગતિ અતિ તેજ હોય તોજ આ વાત સંભવી શકે ! આમ મનરૂપી માંકડુ કયાં ભ્રમણ કર્યા કરત અને યોગીધર આનંદઘનજીએ સત્તરમા પ્રભુના સ્તવનમાં એની જ કથની કથી–સાપ ખાયને મુખડું થયુ-એ ઉપમા આપી છે એ યથાર્થ નીવડત. ત્યાં તો આસન પર બેસતાં સંત નાદ કાને પડ્યો–કેમ ભાઈ! ઉપર નથી જવું ? મોડું કરશે તો તાપ લાગશે. તરતજ પ્રૌઢ મનુષ્ય પાસે જઈ, મુનિશ્રીને વંદન કર્યું અને પછી જણાવ્યું કે ઉપર તો જવું છે પણ હીંગલાજને હડા ચઢતાં જે થાક લાગ્યો છે તે જ રા ઉતારવા બેઠો છું; પણ આપને જોતાં મને જે શંકા ઉદ્ભવી છે તે રજુ કરું છું. આપ કેટલા વાગે ચઢે છે ? અગર આપ ઠેઠ ઉપર જઈને આળ્યા કે અધવચથી પાછા ફરી અત્રે બેસે છે ? મહાનુભા , રાઈ પ્રતિક્રમણ કરી રહેતાં અજવાળું થાય છે એટલે હું નીકળી પડું છું. નીચું જોઈ એક ધારૂં ચાલતાં ટળાટી અવુિં છું, ઈંડિલ જવું હોય તો તે કાર્ય કર્યા બાદ તીર્થાધિરાજના પગથી ચઢતે આગળ વધું છું. મનમાં નવકારમંત્રનું સ્મરણ અને અવનત મસ્તકે ઉપર ચઢવું એ સિવાય મારું દ પાન બીજે નથી હોતું. એ જ સ્થિતિમાં શ્રી યુગાદિ પ્રભુના મંદિરમાં પહોંચું છું. ભાવપૂજનમાં થોડો સમય ગાળી, ત્યાંથી બીજા અમુક દેવાલમાં જઈ પાછા ફરૂ છું ને સીધે અહીં આવી અટકું છું. આ મારો દૈનિક ક્રમ. તો પછી આટલા જલદી અહીં આવી આપ શું કરો છે ? દાદાના દરબારમાં ભાવના માટે જગ્યાની સંકડાશ જેવું તે નથી; વળી આપ સરખા ત્યાગીને અન્ય જજાળનું જુથ નથી વળગ્યું હતું, તો પછી ત્યાંથી એકદમ આટલા જલદી પાછા ફરવાનું અને આવી ઉઘાડી જગ્યામાં બેસવાનું શું પ્રયોજન ? મહાનુભાવ, એનો જવાબ જરા લાંબો છે. વળી પિતાને કઈ સ્થિતિ માફક છે અને કઈ નથી એની પસંદગી કરવાને દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. અલબત્ત, જે કાર્ય માટે એ અનુકુળતાની પસંદગી થાય છે ને તેથી કામ સરે છે કે નહીં એ જોવાની જરૂર ખરી. બાકી હું શું કરું છું એના ઉત્તરમાં જણાવું તે તે એજ કે – હું અત્રે બેસી આત્માની શોધ કરૂં છું. આત્માની શેધ સાંભળતાં જ પ્રૌઢ વ્યક્તિથી હસી પડાયું, અને જ્યારે મુનિશ્રીના ચહેરામાં એ હાસ્યથી રંચ માત્ર ફેરફાર ન જોયે ત્યારે નમ્રતા આણી પૂછ્યું કે--સાહેબ, આપમાં, મારામાં અને સામે જઈ રહેલાં યાત્રાળુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28