________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
હા આત્માનંદ પ્રકાશ.
કરેલું કર્મ આ ભવમાં અથવા બીજા ભવમાં નહીં પણ ત્રીજા ભવમાં આત્માને ફલદાયી થાય છે. દાખલા તરીકે –કેઈ આ જન્મમાં ઉગ્રવ્રત ( તપસ્યાદિ ) કરે પણ તે પહેલાં તે મનુષ્ય, દેવ અથવા તિર્યંચાદિના ભવનું ટુંકું આયુષ્ય બાંધ્યું હોય તે વ્રતના પ્રભાવથી દીર્ધાયુષ્ય સહિત ભોગવવા
ગ્ય મેટું ફળ તેને તે પછીના ભવમાં દ્રવ્યાદિ સામગ્રીને તથા પ્રકારને ઉદય થાય ત્યારે પ્રાપ્ત થાય છે. કેઈ પુરૂષે કઈ વસ્તુ સવારે ચાલશે એમ જાણીને તે દિવસે સંજોગે જઈને વધારે વાપરી ન હોય અને સાચવી રાખી હોય તો તે જેમ બીજી વખતે ભેગાવી શકાય તેવીજ રીતે કમનું પણ સમજવું. એ રીતે ચતુર્ભગીથી સ્વકમ ભેગવાય છે એવું આપ્તવચન છે. કર્મનું સ્વરૂપ યથાર્થ નિવેદન કરવાને કેવળી વિના કોઈ સમર્થ નથી.
પ્રશ્ન-કર્મો કેટલા પ્રકારની અવસ્થાવાળાં હોય છે ?
ઉત્તર–કર્મો ત્રણ પ્રકારની અવસ્થાવાળાં હોય છે. ભુકત ભાગ્ય અને ભુજયમાન. શુભ અને અશુભ સર્વને માટે એ સરખું સમજવું. પૃથ્વી ઉપર પીને સુકાઈ ગયેલાં વરસાદનાં બિન્દુ જેવાં ભુકત કમ સમજવાં. પૃથ્વી ઉપર હવે પછી પડવાનાં અને સુકાઈ જવાનાં બિંદુ જેવાં ભોગ્ય કર્મ સમજવાં. પડતાં પડતાં સુકાઈ જતાં બિંદુ જેવાં ભુજયમાન કમ સમજવાં. અથવા, મુખમાં ગ્રહણ કરેલા આહારના કેળિયા જેવાં ભુકત કર્મ, ગ્રહણ કરવાના કળિયા જેવાં ભાગ્ય કર્મ અને ગ્રહણ કરાતા કેળિયા જેવા ભુજયમાન કર્મ સમજવાં. વતી અથવા અવ્રતી સર્વે સંસારી જીને ભુકત, ભાગ્ય અને ભુજ્યમાન કર્મ હોય છે. કેવળજ્ઞાની મહત્તાને બંધાતાં કર્મો શિલાગ્ર ( પથ્થરની ખડકની ટોચ) ઉપર પડતાં વરસાદના બિંદુ જેવાં અપસ્થિતિવાળાં હોય છે. તેમાં પણ તે ત્રણ અવસ્થા સમજવી. અંતના પહેલા સમયમાં કેવળજ્ઞાનીને ભાગ્ય કર્મ હોતાં નથી, ભુકત અને ભુજ્યમાન કર્મ હોય છે અને અંત સમયે તે સર્વ કમને ક્ષય કરવાથી માત્ર મુકત કર્મ હોય છે. કર્નાદિ બીજાની પ્રેરણા વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના તેવા સ્વભાવથી કર્મની ભુકતાદિ ત્રણ દશા થાય છે. સિદ્ધાત્માએ કર્મોને પૂર્વે નાશ કરે હોવાથી એ ત્રણ દશા તેમને સંભવતી નથી. ભુકત કર્મ એવી દશા પણ કેવળજ્ઞાન થયું ને ભવના અંત સુધી સમજવી, સિદ્ધાવસ્થામાં નહિ. કમ સંબંધી આ વિચાર સામાન્ય લોકોને પ્રતિબોધ થાય એટલા માટે લોક પ્રસિદ્ધ દષ્ટાતાવડે કહેવામાં આવ્યું છે. પ્રવીણ પુરૂષોએ પ્રાચીન યુકિતઓ વડે સમજી લે. બીજાની પ્રેરણા વિના કર્મો ભેગવવાની બાબતમાં એવાં અનેક ઉદાહરણે વિચારનિપુણેએ વિચારી લેવાં. પરમેશ્વરની વાણું પ્રમાણ છે.
For Private And Personal Use Only