Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ શ્રી આમાનંદ પ્રકાશ. છે. આ ગ્રંથની આ બીજી આવૃત્તિમાં પ્રથમ કરતાં ઘણું જ વધારે વિપાને કર્યો છે. ઉપયોગી ચિત્યવંદને, સ્તવને, સજઝા વધારે દાખલ કરવા સાથે કેટલીક જાણવા ગ્ય ઘણી બાબતેને સંગ્રહ કુલ ૧ર૭ ) ને આ બુકમાં કર્યો છે તે જાણવા લાયક સંગ્રહ છે. તાનારાધનનું આ કાર્ય ફકીરચંદભાઈનું પ્રશંસનીય હોઈ અન્યને અનુકરણીય છે. મળવાનું સ્થળ પ્રકટ કર્તાને ત્યાં–વાચૌટા કબુતરખાના સુરત. પ માતા તથા બાળકોના ભલા માટે બાળહિત પત્રિકા–વિદ્વાન ઠેકટરએ તૈયાર કરેલા રોપાનીયાને ટુંક સાર. પ્રકટકત્તાં–જેન સેનેટરી એસોસીએશનની આરોગ્ય પ્રચાર–કમીટી મુંબઈ આ આરોગ્ય પ્રચારક કમીટી જૈન કામ માટે તંદુરસ્તીને લગતા વાલને અભ્યાસ-અનુભવ કરી તે માટે પ્રશંસનીય પ્રયત્ન કરે છે. વ્યવહારમાં પ્રથમ સુખ સારી તન્દુરસ્તી ગણાય છે. અને તેમ હોય તેજ ધર્મ અને વ્યવહાર બંને સુખે સાધી શકાય છે. માટે કોઈ પણ કામ માટે તેની પ્રજા નબળી ન રહે, મરણ પ્રમાણ કુદરતી રીતે ( ઓછું ) આવે તેને માટેના પ્રયત્ન કરવા તે કામની, ધર્મની સમાજની આબાદિ માટે પ્રથમ પગલું છે. આ કમીટી તે માટે પ્રચારકાર્ય સારું કરે છે આ લઘુ અકમાં મનુષ્યની પ્રથમાવસ્થા બાળપણ તેના હિત માટેના પ્રયત્નો, પ્રથમ ગર્ભાવસ્થાથી માંડીને જન્મ થયા પછી બાળકોને જે જે વ્યાધિઓ થાય છે તેના કારણે, ન થવાના અને થયા પછી તેના ઉપચાર કરવા, તેને આપવામાં આવતા દુધના ગુણ દે, રોગની માવજતો કરવા વદક શાસ્ત્રના નિયમો પ્રમાણે અનુભવપૂર્ણ આપેલા છે આ લઘુ બુક છતાં તે માટેનાં બાળહિતના વિષયો જાણવા જેવા છે. આ બુકમાં લખવા પ્રમાણે સમજી માવજત કરવામાં આવે તો બાળકે સારી તંદુરસ્તી ભોગવી શકે તે નિર્વિવાદ છે. તેની કમીટીના આ પ્રયત્ન માટે ધન્યવાદ આપતાં બીજી આવી પત્રિકાઓ પ્રકટ કરવા અને તેમાં જૈન સમાજે આર્થિક સહાય આપવા નિવેદન કરીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43