Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. પરમાણુ નવા બને છે અને નવા પરમાણુ જુના બને છે. ખરી રીતે એવી કઈ વસ્તુ નથી કે જેને જુની કહી શકાય. તેમજ એવી કઈ વસ્તુ નથી કે જેને અદ્વિતીય કહી શકાય. જીવ પોતાના વ્યકિતગત મનવડે એ ઘટનાઓનું ક્રમવાર નિરીક્ષણ કરે છે પરંતુ ઈશ્વર બધી ઘટનાઓને એકી સાથે એક નિમિષ માત્રમાં જુએ છે, તે સર્વજ્ઞ ( બધું જાણનાર ) તેમજ સર્વવિત્ ( બધું સમજનાર ) છે. જ્યારે મન ખાલી રહે છે ત્યારે ખરાબ વિચારે તેમાં પ્રવેશ કરવાને પ્રયત્ન કરે છે. ખરાબ વિચારોથી વ્યભિચારનો ઉપક્રમ થાય છે. વાસનામય દ્રષ્ટિથી માનસિક વ્યભિચારનું પાપ લાગે છે. યાદ રાખો કે માનસિક કમ જ વાસ્તવિક કર્મ છે. મનુષ્યનાં કર્મોનો નિર્ણય તેની મનોવૃત્તિ અનુસાર જ થાય છે. સાંસારિક મનુષ્ય બાહ્ય શારીરિક કર્મો વડે નિર્ણય કરે છે. નિર્ણય કરતી વખતે મનુષ્યની માનસિક પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવાથી ભૂલ થવાનો સંભવ નથી. મનને હમેશાં કર્મપરાયણ રાખે, કે જેથી ખરાબ વિચારે એમાં પ્રવેશ કરવા ન જ પામે. તન્દ્રિત મનમાં સેતાનનો નિવાસ હોય છે. મહાત્મા ગાંધીજી પિતાનાં મનને હમેશાં કર્મમય રાખે છે. તે ખરેખરા વીર છે. તે એટલે સુધી કે પિતે જ્યારે પિતાની ઓરમાં એકલા હોય છે ત્યારે પણ કંઈક વાંચે છે અથવા લખે છે અથવા કાંતતા હોય છે. મનની દેખરેખ દરેક ક્ષણે રાખતા રહો. તેને કાંઈપણ કામ આપે. બગીચામાં કામ કરવું, વાસણ સાફ કરવા, પાણી ભરવું, વાંચવું, લખવું, ધ્યાન ધરવું, માળા ફેરવવી, ગાવું, વૃધ્ધોની સેવા કરવી, રેગીની માવજત કરવી એવા એવા કામમાં મન લગાડી દે. નકામી વાતચીતમાં ન પડે, મનને ઉંચા પ્રકારના જ્ઞાનથી ભરેલું રાખે. જેવા વિચારો તમે સેવતા હે છે તેવાજ તમે બને છે. તમે બળવાન થવાનું ચિંતન કરશે તે તમે બળવાન બનશે. પોતાની જાતને દુર્બળ માનશે તે તમે દુર્બળ થતા જશે. તમારી જાતને મૂર્ખ માનશે તો તમે મૂર્ણ થઈ જશે. અને ઈશ્વર સમજશે તે ઈશ્વર થઈ જશે. પ્રતિપક્ષ ભાવનાને અભ્યાસ કરો. જ્યારે તમને ક્રોધ થવા લાગે ત્યારે મનમાં પ્રેમના ભાવે ભરે, જ્યારે તમને કાંઈ વ્યથા થતી હોય ત્યારે તમારા મનને આનન્દ અને ઉત્સાહના ભાવોથી ભરો, જ્યારે તમે માંદા હે ત્યારે તમારા મનમાં આરોગ્ય, બળ, શક્તિ તથા જીવનના ભાવે ભરે. એને અભ્યાસ કરો. એ અભ્યાસથી તમને અક્ષયનિધિ પ્રાપ્ત થશે. જો તમે મનની સાથે મળી ગયા હશે, તેની સાથે અભેદ રાખતા હશે તે તમને તેના દોષ નહિ જ જણાય. પણ જો તમે સાક્ષી અથવા મનની ગતિના નિરીક્ષક હશે અને જો તમે સ્વતંત્રરૂપે અંત:પ્રેક્ષણને અભ્યાસ કરતા હશે તે તમે તમારા અનેક દોષ સમજી શકશે, અને તમને એ દોષ દૂર કરવાની આવશ્યકતા જણાવા લાગશે. તમારે તમારા સ્વભાવે બદલવા જોઈએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43