________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનનું રહસ્ય.
૨૯૫ 96909630993009202990 છે. મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ. @@@@@@@@@@@@@@@@@@@
ગતાંક પૃષ્ટ ર૭૫ થી શરૂ.
અનુ:–વિ. મૂ. શાહજે વાસ્તવિક સત્વગુણથી મનને શુદ્ધ રાખવામાં આવે તો આખા શરીરમાં અનાયાસે પ્રાણ સંચાલન થશે, ભોજનને ઠીક ઠીક પરિપાક થશે અને કોઈ પણ રોગ ઉત્પન્ન નહિ થાય.
સત્ય, ધાર્મિક તથા શુદ્ધ કર્મો તેમજ સત્સંગથી મનની શુદ્ધિ જરૂર થાય છે. આ રીતે મન શુધ્ધ થાય છે ત્યારે એક જાતને અપૂર્વ આનંદ પેદા થાય છે.
મન વિદ્યુત છે અને વિચાર એક મહાનું શકિત છે. મન અનેક તરેહના સંકલ્પ કર્યા કરે છે તેને સંસ્કૃતમાં “મને રથ કહે છે, જે ધ્યાનમાં એક મહાન વિક્વરૂપ છે. વિચારદ્વારા એને રેકવા જોઈએ.
પ્રાણાયામ અથવા તે પ્રાણ-સંયમથી મનની ગતિને અવરોધ થાય છે અને ચિંતનમાં ઘટાડો થાય છે, એ મનમાંથી રાજસ તથા તામસ દે દૂર કરે છે.
| મનમાં એક સમયે કેવળ એકજ ભાવ રહી શકે છે. પરંતુ એ વિજળીની માફક એટલી બધી તીવ્ર ગતિથી અહિં તહિં જાય છે કે સાધારણ મનુષ્ય એમ સમજે છે કે તે એક સમયમાં અનેક ભાવે ગ્રહણ કરી શકે છે.
આધ્યાત્મિક સાધના, વિચાર, ધ્યાન, પ્રાણાયામ, જપ, શમ તથા દમથી સાધકમાં તદ્દન નવું જ મન ઘડાય છે જેની સાથે જ નવા ભાવ, નવા સ્નાયુતંતુ, અને નવા મગજની રચના થાય છે. પછી તે આત્મકલાઘા કે અહંમન્યતા તરફ ઝુકાવનારા વિચારે જ નહિ કરે. એ તો આખા વિશ્વના કલ્યાણનું ચિંતન કરે છે. તે એકતાને વિચાર કરે છે અને તેને માટે જ કામ કરે છે.
એક નાટક લખવા પહેલાં લેખકના મનમાં તેનું એક સાફ માનસિક ચિત્ર ઉત્પન્ન થાય છે, પછી તે તેના અમુક ભાગ પાડી દે છે અને જ્યારે તે નાટક રંગભૂમિ પર ભજવાય છે ત્યારે ભજવનારા તેના ભાગ પ્રમાણે ભજવે છે. ઇશ્વરને નથી ભૂત કે નથી ભવિષ્ય. તેને તો બધું “વર્તમાન” જ છે. તેને નથી “નજીક' કે નથી ‘દર’ તેને તે સઘળું “અત્ર” જ છે. પ્રત્યેક કાળ તેને તે “અધુના' જ છે. સમયક્રમ પ્રમાણે આ વિશાલ વિશ્વનાટકની ઘટનાઓ રંગભૂમિ ઉપર આવે જાય છે. પરમાણુ નિરંતર ગતિમાન છે. જુના
For Private And Personal Use Only