Book Title: Atmadrushtinu Antar Nirikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૩ર.] દર્શન અને ચિંતન બહેનોએ જાતે જઈને સીમંધર સ્વામી પાસેથી તે ચૂલિકાઓ લાવવા ઉપર છે. આગમમૃતથી આગળ વધી તકૃતના સમયમાં પણ આવી જ એક ઘટના નેંધાયેલી છે. જેને ન્યાયમાં પ્રસિદ્ધ એ એક બ્લેક મહાવિદેહ ક્ષેત્રમાંથી લાવ્યાની ધ પણ જૂની છે. આટલી હકીકત જૈન પરંપરાનું શ્રદ્ધાળુ માનસ સમજવા માટે પૂરતી છે. આવું શ્રદ્ધાળમાનસ જે અત્યારના વૈજ્ઞાનિક અને પરીક્ષાપ્રધાન યુગમાં પણ પિતાનું કાર્ય કર્યું જતું હોય અને શ્રી. કાનજી મુનિ જેવાની મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને જઈ મળી આવ્યાની વાતો વિશે કશી જ શંકા ઉઠાવતું ન હોય તે આજથી અઢીસો વર્ષ જેટલા જુના સમયમાં વર્તમાન શ્રી દેવચંદ્રજી મહારાજ પિતાની કૃતિઓમાં એ મહાવિદેહની જૂની પરંપરાને લઈને કાંઈ વર્ણન કરે છે તેમાં અચરજ કે. શંકાને સ્થાન જ કેવી રીતે હોઈ શકે ? જળ, સ્થળ અને આકાશના માઈલ માઈલની નોંધ રાખવા મથતા અને ચંદ્રક તેમ જ મંગળગ્રહના પ્રદેશ સુધી પહોંચવા પ્રયત્ન કરતા એવા વર્તમાન યુગની ભૌગોલિક તેમ જ અતિહાસિક દષ્ટિને આપણે સંતાપી ન શકીએ તે આપણાં માટે એટલું પૂરતું છે કે મહાવિદેહ અને તેમાં વિચરતા વિહરમાન તીર્થકરોને કવિનું એક રૂપક માની તેની કલ્પનાચિત્રમાંથી ફલિત થતા ભાવોને જ સમજીએ અને પ્રસ્તુત સ્તવનનો અર્થ એ દૃષ્ટિએ તારવીએ.. મહાવિદેહ એ બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોમાં આવતો વિદેહ દેશ જ છે કે બીજે કઈ જેનમાન્યતા મુજબને દૂરવર્તી સ્વતંત્ર પ્રદેશ છે અને તેમાં વિચરતા કહેવાતા કોઈ તીર્થકર છે કે નહિ એ તપાસી તે વિશે નિર્ણય આપવાનું કામ અત્યારે અપ્રસ્તુત છે. તેમ છતાં પ્રસ્તુત વિવેચન તે એટલા. આધારે પણ કરી શકાય તેમ છે કે આધ્યાત્મિક દષ્ટિએ દેહ ઉપરની મમતાથી મુક્ત હોવું એ મહાવિદેહ ક્ષેત્ર અને એવી સ્થિતિમાં જીવન જીવનાર હોય તે હરકોઈ વિહરમાન જિન. દેવચંદ્રજી મહારાજની દૃષ્ટિમાં આવા મહાવિદેહ અને આવા વિહરમાનની કલ્પના ભલે ન હોય, પણ એમના સ્તવનનો ભાવ પૂરેપૂરે સમજવા માટે રૂઢશ્રદ્ધાળુ અને પરીક્ષક-શ્રદ્ધાળુ બન્ને માટે ઉપર સૂચવેલ મહાવિદેહ તેમ જ વિહરમાન જિનની આધ્યામિક કલ્પના એકસરખી ઉપયોગી છે, તેમ જ નિશ્ચયદષ્ટિએ વિચાર કરતાં એ જ કલ્પના છેવટે ધાર્મિક પુરુષને આધ્યાત્મિક જીવન જીવવામાં સહાયક બની શકે તેમ છે. એ પણ સંભવ છે કે પ્રાચીન કાળના ચિંતકોએ મૂળમાં એવી જ કોઈ આધ્યાત્મિક કલ્પના સાધારણ જનતાને ગ્રાહ્ય બને એ દષ્ટિએ રૂપકનું સ્થૂલ રૂપ આપ્યું હોય અને સાધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17