Book Title: Atmadrushtinu Antar Nirikshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ આત્મદષ્ટિનું આન્સર નિરીક્ષણ [૩૯ સ્તવન એમની એ જનાને એક નમૂને પૂરું પાડે છે. તો આ સ્તવનમાં મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વર્તમાન મનાતા વીસ તીર્થંકર પિકી અગિયારમા શ્રી વધર સ્વામીને ઉદ્દેશી પિતાની આરજૂ-વિનંતિ ગુજારે છે. મહાવિદેહ ક્ષેત્ર અને વિહરમાન જિન છેલ્લાં ૭૫ કે ૧૦૦ વર્ષના નવયુગ પહેલાના જમાનામાં આજે જોવામાં આવે છે તેવી, વિચારની ચાળણી અગર સંશોધનવૃત્તિ કોઈ પણ ધર્મપંથમાં ભાગ્યે જ ઉદય પામેલી. હરેક સંપ્રદાય પિતપતની પરંપરાગત માન્યતાને મોટે ભાગે શંકા ઉઠાવ્યા સિવાય જ માની લે, અને એની એતિહાસિક શોધમાં ન પડત. શ્રીમાન દેવચંદ્રજી જન્મ અને કાર્યો જૈન હતા, તેથી દરેક સાંપ્રદાયિક માન્યતા તેમને હાડોહાડ વ્યાપી હોય તે તે સ્વાભાવિક છે. જૈન પરંપરાની ભૂગોળમાં મહાવિદેહ નામના ક્ષેત્રનું ખાસું સ્થાન છે. જંબુદ્વીપ ઉપરાંત બીજા ખંડમાં પણ મહાવિદેહ નામનાં ક્ષેત્રો છે, અને તે બધાં મળી પાંચ છે. મહાવિદેહ નામનાં ક્ષેત્રમાં અત્યારે વિચારતા હોય એવા વીસ જિનેનું અસ્તિત્વ જૈન પરંપરા સ્વીકારે છે. એ વિદ્યમાન તીર્થંકરે વિહરમાન જિન કહેવાય છે. જેને ઉદ્દેશી પ્રસ્તુત સ્તવન રચાયું છે તે વીશ પિકી અગિયારમા છે અને તેમનું નામ વજુંધર સ્વામી છે. વીશ વિહરમાનમાં પહેલાં જિન તરીકે “સીમંધર સ્વામીનું નામ આવે છે. આ નામ બાકીના વિહરમાન કરતાં એટલું બધું પ્રસિદ્ધ છે કે એ ભાગ્યે જ કોઈ જૈન હશે કે જેણે સીમંધર સ્વામીનું નામ સાંભળ્યું ન હોય. એમનું પદ્મવિજયજીત “સુણો ચંદાજીથી શરૂ થતું સ્તવન જેટલું ભાવવાહી છે તેટલું જ જાણીતું છે. સીમંધર સ્વામીનું નામ લેતાં જ મહાવિદેહ ક્ષેત્ર અને તેમાં વિચરતા બીજ જિનેનું કલ્પનાચિત્ર મન સમક્ષ ખડું થાય છે. સીમંધર સ્વામી અત્યંત પ્રસિદ્ધ હોઈ તેમના નામની આસપાસ અનેક ચમત્કારી વાત તેમ જ માત્ર શ્રદ્ધાથી જ માની શકાય એવી ગૂંથણીઓ ગૂંથાયેલી છે. અને તે જૈન પરંપરાના કોઈ આ કે તે એક ફિરકામાં જ નહિ, પણ તેના દરેકેદરેક ફિરકામાં અસ્તિત્વ ધરાવે છે, અને તેવી ગૂંથણી એના પુરાવા લગભગ પંદરસો વર્ષ જેટલા જૂના છે જ. જેવી રીતે દિગંબર પરંપરામાં આચાર્ય શ્રી કુંદકુંદના મૃતની પ્રતિષ્ઠાને આધાર તેમના પિતાના મહાવિદેહ ક્ષેત્રમાં જવા ઉપર તેમ જ ત્યાંથી સીમંધર સ્વામી પાસેથી તે મૃત લાવવા ઉપર છે, તેવી જ રીતે આચારાંગ અને દશવૈકાલિકની બબ્બે ચૂલિકાઓની પ્રતિષ્ઠાનો આધાર પણ સ્થૂલિભદ્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17