Book Title: Atmadrushtinu Antar Nirikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૩૧૮ ]. દર્શન અને ચિંતન પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સામું જે માહરે, તે પામે પ્રમાદ એહ ચેતન ખરે; થાયે શિવ પદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આણંદની. ૬ વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણા, ધારે ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર સ્થાપજો ! જિન આણાયુક્ત ભક્તિ, શક્તિ મુજ આપજો! ક શ્રીમાન દેવચંદ્રજી પ્રસ્તુત સ્તવનના કર્તા જૈન સમાજમાં ખાસ કરી શ્વેતામ્બર સમાજમાં જાણીતા એવા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ છે. તેમનું વિસ્તૃત જીવનચરિત્ર શ્રીયુત મણિલાલ પાદરાકરે લખ્યું છે અને તે શ્રી અધ્યાત્મ-જ્ઞાન–પ્રચારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. જેઓ વિશેષ વિગત જાણવા ઈચ્છતા હોય તેઓ એ પુસ્તક જોઈ લે. અહીં તે હું દેવચંદ્રજી મહારાજ વિશે બહુ ટૂંકમાં જ પતાવીશ. તેઓને જન્મ વિ. સ. ૧૭૪૬ માં અર્થાત ઉપાધ્યાય યશોવિજયજીના સ્વર્ગવાસ પછી તરત જ થયેલે અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૮૧૨ માં થયેલે. એટલે તેમને જીવનકાળ લગભગ ૬૬ વર્ષના હતે. દશ વર્ષ જેટલી નાની ઉમરમાં દીક્ષા લીધેલી અને આખું જીવન શાસ્ત્રાધ્યયન, ચિંતન અને સાધુસુલભ એવા ભિન્ન ભિન્ન પ્રદેશના પરિભ્રમણના વ્યતીત કર્યું, તેમ જ તેમણે આખી જિંદગી સુધી નવી નવી રચના કરવામાં ધ્યાન આપ્યું. તેઓ જન્મ મારવાડી ઓસવાળ હતા, પણ એમણે ગુજરાત, કાઠિયાવાડ આદિ અનેક પ્રદેશમાં વિહાર કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત ગુજરાતી, મરાઠી અને હિન્દી ભાષામાં તેમણે જુદી જુદી કૃતિઓ રચી છે. એ બધી કૃતિઓને વિશ્ય મુખ્યપણે એકમાત્ર જૈન પરંપરાના કહેવાય એવા જ મુદ્દા રહ્યા છે. તત્ત્વજ્ઞાન અને આચાર સાથે સંબંધ ધરાવતી અનેક બાબતે એમણે ચચી છે. એ ચર્ચામાં અનેક સ્થળે કથાનુયોગને ઉપયોગ કર્યો છે, અને આજે પૌરાણિક કહી શકાય એવી બાબતોને તેમણે વાસ્તવિક માની, એટલે કે જેમ પ્રાચીન કાળમાં સામાન્ય રીતે બધા જ લેખકે માનતા રહ્યા છે તેમ સર્વત્તપ્રણીત લેખી, તેની ભૂમિકા ઉપર જન તત્વજ્ઞાનને લગતા પિતાના નિરૂપણની માંડણ કરી છે. પ્રસ્તુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17