Book Title: Atmadrushtinu Antar Nirikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ [૩૨ છઠ્ઠા ગુણસ્થાનના અધિકારી લેખાતા હોય તે વખતે સૌની સમક્ષ ખુલે દિલે એકરાર કરો કે હું તે ચેથા ગુણસ્થાનમાં પણ નથી, એ કાંઈ જેવું તેવું પ્રતિક્રમણ છે? હૃદયમાં આ ભાવ ખરેખર જગ્યા હોય તો ત્યાંથી જ પ્રતિક્રમણ શરૂ થાય છે. માત્ર પ્રતિક્રમણનાં સૂની કે તેની વિધિઓની માળા ફેરવવા માત્રથી પ્રતિક્રમણનો કોઈ અર્થ સરતો નથી, એમ દેવચંદ્રજી સૂચવે છે. દેવચંદ્રજીએ દષ્ટિરાગના પિષણમાં સમ્યગ્દર્શન માની લેવાની ભ્રાતિને જે ધરાટ કર્યો છે તે જૈન સમાજમાં પ્રવર્તતી અને લાંબા કાળથી ઊંડાં મૂળ નાખી પડેલી સમકિત ધરાવવાની અને તે દ્વારા પિતાના વાડામાં ચેલાચેલીઓનાં ઘેટાં પૂરવાની પ્રથાના જાતઅનુભવનું સૂચન માત્ર છે. “હું તારે ગુરુ ને તું મારે ચેલે કે ચેલી,” એ જ રીતે “અમે તમારા ચેલાએલી અને તમે જ અમારા ભારવાહી ગુરુ ઉધારક –આવી દૃષ્ટિરાગની પુષ્ટિમાંથી જ અખંડ જૈનત્વ ખંડિત થયું છે અને તેનાં ટુકડેટુકડા થઈ તે નિજીવ બન્યું છે. સમાજ અને ચતુર્વિધ સંઘની દૃષ્ટિએ જે તત્વ સર્વપ્રથમ હોય છે તેને સખ્ત વિરોધ દાખવવા સાથે દેવચંદજીએ પિતાની જાત જેવી હેય તેવી વર્ણવીને ખરેખર નિર્ભયપણું દાખવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યક્તિને તેમ જ સામાજિક દૃષ્ટિએ સમષ્ટિને ઉદ્ધાર કર હોય અને વ્યવહારદષ્ટિએ જીવનનાં બધાં જ ક્ષેત્રમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો તેને દેવચંદ્રજીએ સ્વીકારેલે એ એક જ માર્ગ છે અને તે એ કે પિતાની જાતને હોય તેવી દેખાડવી છે કે સાચે કઈ પણ જાતને દંભ–ડળ ન કરે. ચાથી કડી મન તનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતા; જે લેકેત્તર દેવ, નમું લૌકિકથી; દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભે તડકીથી. આ ચેથી કડીના પૂર્વાર્ધમાં દેવચંદ્રજી સ્થિરતાનું મૂલ્ય આંકે છે. માત્ર આધ્યાત્મિક જીવનના વિકાસમાં જ નહિ, પણ વ્યાવહારિક જીવનના એકેએક પ્રદેશ સુધ્ધાંમાં સ્થિરતાનું મહત્ત્વ છે. અસ્થિર મને કરેલું કોઈ કાર્ય સફળ થતું નથી કે સતિષ આપી શકતું નથી. વચનની અસ્થિરતા એટલે ક્ષણમાં એક બલવું અને ક્ષણમાં બીજું બેસવું. આગળપાછળના બેલામાં કશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17