Page #1
--------------------------------------------------------------------------
________________
આત્મદષ્ટિનું આન્તર નિરીક્ષણ
[૧૧] શ્રી વજંધર જિન સ્તવન
(“નદી યમુન કે તીર એ દેશી) વિહરમાન ભગવાન, સુણે મુજ વિનતિ,
જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક કલેક, તિણે જાણે છતિ,
તે પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧ હું સ્વરૂપ નિજ છોડિ, રોડ પર પુગલે,
ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણ જલે; આસ્રવ બંધ વિભાવ, કરૂં ચિ આપણી,
- ભૂલ્ય મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨. અવગુણુ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા,
ન તનું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દષ્ટિરાગને પિવ. તેહ સમકિત ગાણું,
સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપાટું. ૩ મન તનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા,
વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં, જે લેકેત્તર દેવ, નમું લૌકિકથી,
દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ,
શ્રી વજંધર અરિહંત, અનંત ગુણાકરૂ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે,
મહાવૈદ્ય ગુણગ, ભવગ, વારશે. ૫
Page #2
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ].
દર્શન અને ચિંતન પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સામું જે માહરે,
તે પામે પ્રમાદ એહ ચેતન ખરે; થાયે શિવ પદ આશ, રાશિ સુખવંદની,
સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આણંદની. ૬ વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણા,
ધારે ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર સ્થાપજો !
જિન આણાયુક્ત ભક્તિ, શક્તિ મુજ આપજો! ક શ્રીમાન દેવચંદ્રજી
પ્રસ્તુત સ્તવનના કર્તા જૈન સમાજમાં ખાસ કરી શ્વેતામ્બર સમાજમાં જાણીતા એવા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ છે. તેમનું વિસ્તૃત જીવનચરિત્ર શ્રીયુત મણિલાલ પાદરાકરે લખ્યું છે અને તે શ્રી અધ્યાત્મ-જ્ઞાન–પ્રચારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. જેઓ વિશેષ વિગત જાણવા ઈચ્છતા હોય તેઓ એ પુસ્તક જોઈ લે. અહીં તે હું દેવચંદ્રજી મહારાજ વિશે બહુ ટૂંકમાં જ પતાવીશ.
તેઓને જન્મ વિ. સ. ૧૭૪૬ માં અર્થાત ઉપાધ્યાય યશોવિજયજીના સ્વર્ગવાસ પછી તરત જ થયેલે અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૮૧૨ માં થયેલે. એટલે તેમને જીવનકાળ લગભગ ૬૬ વર્ષના હતે. દશ વર્ષ જેટલી નાની ઉમરમાં દીક્ષા લીધેલી અને આખું જીવન શાસ્ત્રાધ્યયન, ચિંતન અને સાધુસુલભ એવા ભિન્ન ભિન્ન પ્રદેશના પરિભ્રમણના વ્યતીત કર્યું, તેમ જ તેમણે આખી જિંદગી સુધી નવી નવી રચના કરવામાં ધ્યાન આપ્યું. તેઓ જન્મ મારવાડી ઓસવાળ હતા, પણ એમણે ગુજરાત, કાઠિયાવાડ આદિ અનેક પ્રદેશમાં વિહાર કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત ગુજરાતી, મરાઠી અને હિન્દી ભાષામાં તેમણે જુદી જુદી કૃતિઓ રચી છે. એ બધી કૃતિઓને વિશ્ય મુખ્યપણે એકમાત્ર જૈન પરંપરાના કહેવાય એવા જ મુદ્દા રહ્યા છે. તત્ત્વજ્ઞાન અને આચાર સાથે સંબંધ ધરાવતી અનેક બાબતે એમણે ચચી છે. એ ચર્ચામાં અનેક સ્થળે કથાનુયોગને ઉપયોગ કર્યો છે, અને આજે પૌરાણિક કહી શકાય એવી બાબતોને તેમણે વાસ્તવિક માની, એટલે કે જેમ પ્રાચીન કાળમાં સામાન્ય રીતે બધા જ લેખકે માનતા રહ્યા છે તેમ સર્વત્તપ્રણીત લેખી, તેની ભૂમિકા ઉપર જન તત્વજ્ઞાનને લગતા પિતાના નિરૂપણની માંડણ કરી છે. પ્રસ્તુત
Page #3
--------------------------------------------------------------------------
________________
આત્મદષ્ટિનું આન્સર નિરીક્ષણ
[૩૯ સ્તવન એમની એ જનાને એક નમૂને પૂરું પાડે છે. તો આ સ્તવનમાં મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વર્તમાન મનાતા વીસ તીર્થંકર પિકી અગિયારમા શ્રી વધર સ્વામીને ઉદ્દેશી પિતાની આરજૂ-વિનંતિ ગુજારે છે. મહાવિદેહ ક્ષેત્ર અને વિહરમાન જિન
છેલ્લાં ૭૫ કે ૧૦૦ વર્ષના નવયુગ પહેલાના જમાનામાં આજે જોવામાં આવે છે તેવી, વિચારની ચાળણી અગર સંશોધનવૃત્તિ કોઈ પણ ધર્મપંથમાં ભાગ્યે જ ઉદય પામેલી. હરેક સંપ્રદાય પિતપતની પરંપરાગત માન્યતાને મોટે ભાગે શંકા ઉઠાવ્યા સિવાય જ માની લે, અને એની એતિહાસિક શોધમાં ન પડત. શ્રીમાન દેવચંદ્રજી જન્મ અને કાર્યો જૈન હતા, તેથી દરેક સાંપ્રદાયિક માન્યતા તેમને હાડોહાડ વ્યાપી હોય તે તે સ્વાભાવિક છે. જૈન પરંપરાની ભૂગોળમાં મહાવિદેહ નામના ક્ષેત્રનું ખાસું સ્થાન છે. જંબુદ્વીપ ઉપરાંત બીજા ખંડમાં પણ મહાવિદેહ નામનાં ક્ષેત્રો છે, અને તે બધાં મળી પાંચ છે. મહાવિદેહ નામનાં ક્ષેત્રમાં અત્યારે વિચારતા હોય એવા વીસ જિનેનું અસ્તિત્વ જૈન પરંપરા સ્વીકારે છે. એ વિદ્યમાન તીર્થંકરે વિહરમાન જિન કહેવાય છે. જેને ઉદ્દેશી પ્રસ્તુત સ્તવન રચાયું છે તે વીશ પિકી અગિયારમા છે અને તેમનું નામ વજુંધર સ્વામી છે. વીશ વિહરમાનમાં પહેલાં જિન તરીકે “સીમંધર સ્વામીનું નામ આવે છે. આ નામ બાકીના વિહરમાન કરતાં એટલું બધું પ્રસિદ્ધ છે કે એ ભાગ્યે જ કોઈ જૈન હશે કે જેણે સીમંધર સ્વામીનું નામ સાંભળ્યું ન હોય. એમનું પદ્મવિજયજીત “સુણો ચંદાજીથી શરૂ થતું સ્તવન જેટલું ભાવવાહી છે તેટલું જ જાણીતું છે. સીમંધર સ્વામીનું નામ લેતાં જ મહાવિદેહ ક્ષેત્ર અને તેમાં વિચરતા બીજ જિનેનું કલ્પનાચિત્ર મન સમક્ષ ખડું થાય છે.
સીમંધર સ્વામી અત્યંત પ્રસિદ્ધ હોઈ તેમના નામની આસપાસ અનેક ચમત્કારી વાત તેમ જ માત્ર શ્રદ્ધાથી જ માની શકાય એવી ગૂંથણીઓ ગૂંથાયેલી છે. અને તે જૈન પરંપરાના કોઈ આ કે તે એક ફિરકામાં જ નહિ, પણ તેના દરેકેદરેક ફિરકામાં અસ્તિત્વ ધરાવે છે, અને તેવી ગૂંથણી એના પુરાવા લગભગ પંદરસો વર્ષ જેટલા જૂના છે જ.
જેવી રીતે દિગંબર પરંપરામાં આચાર્ય શ્રી કુંદકુંદના મૃતની પ્રતિષ્ઠાને આધાર તેમના પિતાના મહાવિદેહ ક્ષેત્રમાં જવા ઉપર તેમ જ ત્યાંથી સીમંધર સ્વામી પાસેથી તે મૃત લાવવા ઉપર છે, તેવી જ રીતે આચારાંગ અને દશવૈકાલિકની બબ્બે ચૂલિકાઓની પ્રતિષ્ઠાનો આધાર પણ સ્થૂલિભદ્રની
Page #4
--------------------------------------------------------------------------
________________
૩ર.]
દર્શન અને ચિંતન બહેનોએ જાતે જઈને સીમંધર સ્વામી પાસેથી તે ચૂલિકાઓ લાવવા ઉપર છે. આગમમૃતથી આગળ વધી તકૃતના સમયમાં પણ આવી જ એક ઘટના નેંધાયેલી છે. જેને ન્યાયમાં પ્રસિદ્ધ એ એક બ્લેક મહાવિદેહ ક્ષેત્રમાંથી લાવ્યાની ધ પણ જૂની છે. આટલી હકીકત જૈન પરંપરાનું શ્રદ્ધાળુ માનસ સમજવા માટે પૂરતી છે. આવું શ્રદ્ધાળમાનસ જે અત્યારના વૈજ્ઞાનિક અને પરીક્ષાપ્રધાન યુગમાં પણ પિતાનું કાર્ય કર્યું જતું હોય અને શ્રી. કાનજી મુનિ જેવાની મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને જઈ મળી આવ્યાની વાતો વિશે કશી જ શંકા ઉઠાવતું ન હોય તે આજથી અઢીસો વર્ષ જેટલા જુના સમયમાં વર્તમાન શ્રી દેવચંદ્રજી મહારાજ પિતાની કૃતિઓમાં એ મહાવિદેહની જૂની પરંપરાને લઈને કાંઈ વર્ણન કરે છે તેમાં અચરજ કે. શંકાને સ્થાન જ કેવી રીતે હોઈ શકે ?
જળ, સ્થળ અને આકાશના માઈલ માઈલની નોંધ રાખવા મથતા અને ચંદ્રક તેમ જ મંગળગ્રહના પ્રદેશ સુધી પહોંચવા પ્રયત્ન કરતા એવા વર્તમાન યુગની ભૌગોલિક તેમ જ અતિહાસિક દષ્ટિને આપણે સંતાપી ન શકીએ તે આપણાં માટે એટલું પૂરતું છે કે મહાવિદેહ અને તેમાં વિચરતા વિહરમાન તીર્થકરોને કવિનું એક રૂપક માની તેની કલ્પનાચિત્રમાંથી ફલિત થતા ભાવોને જ સમજીએ અને પ્રસ્તુત સ્તવનનો અર્થ એ દૃષ્ટિએ તારવીએ.. મહાવિદેહ એ બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોમાં આવતો વિદેહ દેશ જ છે કે બીજે કઈ જેનમાન્યતા મુજબને દૂરવર્તી સ્વતંત્ર પ્રદેશ છે અને તેમાં વિચરતા કહેવાતા કોઈ તીર્થકર છે કે નહિ એ તપાસી તે વિશે નિર્ણય આપવાનું કામ અત્યારે અપ્રસ્તુત છે. તેમ છતાં પ્રસ્તુત વિવેચન તે એટલા. આધારે પણ કરી શકાય તેમ છે કે આધ્યાત્મિક દષ્ટિએ દેહ ઉપરની મમતાથી મુક્ત હોવું એ મહાવિદેહ ક્ષેત્ર અને એવી સ્થિતિમાં જીવન જીવનાર હોય તે હરકોઈ વિહરમાન જિન. દેવચંદ્રજી મહારાજની દૃષ્ટિમાં આવા મહાવિદેહ અને આવા વિહરમાનની કલ્પના ભલે ન હોય, પણ એમના સ્તવનનો ભાવ પૂરેપૂરે સમજવા માટે રૂઢશ્રદ્ધાળુ અને પરીક્ષક-શ્રદ્ધાળુ બન્ને માટે ઉપર સૂચવેલ મહાવિદેહ તેમ જ વિહરમાન જિનની આધ્યામિક કલ્પના એકસરખી ઉપયોગી છે, તેમ જ નિશ્ચયદષ્ટિએ વિચાર કરતાં એ જ કલ્પના છેવટે ધાર્મિક પુરુષને આધ્યાત્મિક જીવન
જીવવામાં સહાયક બની શકે તેમ છે. એ પણ સંભવ છે કે પ્રાચીન કાળના ચિંતકોએ મૂળમાં એવી જ કોઈ આધ્યાત્મિક કલ્પના સાધારણ જનતાને ગ્રાહ્ય બને એ દષ્ટિએ રૂપકનું સ્થૂલ રૂપ આપ્યું હોય અને સાધારણ
Page #5
--------------------------------------------------------------------------
________________
આત્મષ્ટિનું આન્તર નિરીક્ષણ
[ક
જનતા તે જ રૂપને વાસ્તવિક માનતી થઈ ગઈ હાય, અને જતે દિવસે તે રૂપકે કથાસાહિત્યમાં અને બીજા પ્રસંગામાં વાસ્તવિકતાનાં ઊંડાં મૂળ નાખ્યાં હાય. શ્રદ્ધાળુ કે પરીક્ષક અને પ્રકારના ધાર્મિક તત્ત્વજ્ઞાને એકસરખી રીતે સમજાય એવેના ભાવ પ્રસ્તુત સ્તવનમાંથી તારવવે એ અહીં મુખ્ય ઉદ્દેશ છે. સ્તવનનું સામાન્ય સ્વરૂપ
પ્રસ્તુત સ્તવનમાં ચાર પાદની એક એવી સાત કડીઓ છે. સ્તવન પ્રધાનપણે વિનતિરૂપ હોવાથી એ વાટે મુખ્યપણે કવિને ભક્તિયેગ યા શ્રદ્ધાતત્ત્વ જ વહેતું દેખાય છે, તેમ છતાં એ ભક્તિ જ્ઞાનયોગથી યા વિવેકજ્ઞાનથી શૂન્ય નથી. એકંદર રીતે આખું સ્તવન જ્ઞાનયોગ અને ભક્તિયેાગના સુમેળ પૂરા પાડે છે, જેને જૈન પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય. ભક્તિતત્ત્વ પ્રધાન હાવાથી કવિના ભક્તિપ્રવણ ઉદ્ગારા ભક્તિને જ અનુરૂપ એવા લહેકાદાર ને કામળવણી છ૬માં પ્રગટ થયા છે. ભક્તિતત્ત્વમાં ભક્ત તેમ જ ભક્તિપાત્રનુ દ્વૈત હોય તે અનિવાય છે. એટલું જ નહિ, પણ તેમાં ભક્તિપાત્ર પ્રત્યે ભક્ત અંત નમ્રભાવે---અતિ દીનભાવે, જાણે પોતાની જાતને તદ્દન ગાળી ન દેતા હોય તેવા લાધવથી ઊભા રહી, પોતાની વીતક કથા અનુતાપયુક્ત વાણીમાં કચે છે. તેથી એ ક્થનમાં શૌય કે પરાક્રમને વ્યક્ત કરે એવા ઉદ્દીપક શબ્દો અગર છંદને સ્થાન નથી હતું, પણ એવા આંતરિક અનુતાપવાળા ઉદ્ગારામાં નમ્રપણું અને દીનપણુ વ્યક્ત કરે એવા જ છંદ સાહજિક અને છે. કવિએ જૈન અને વૈષ્ણવ પૂર્વાચાર્ચોએ વાપરેલ એવા જ છંદની પસદગી કરી છે. એની હલક એવી છે કે જો ગાનાર યાગ્ય રીતે ગાય તો એમાંથી કવિના હૃદયમાં પ્રગટ થયેલ અનુતાપયુક્ત ભક્તિભાવ અને વિવેક એ બન્ને, અર્થના ઊંડા વિચાર સિવાય પણ, શ્રોતાના મન ઉપર અંકિત થાય છે. દરેક પાદને અંતે આવતા અનુપ્રાસ ગેય તત્ત્વની મધુરતામાં ઉમેરો કરે છે અને શ્રોતાના મન ઉપર એવા રણકારા પાડે છે કે તે ફરી ફરીને સાંભળવાની } ગાવાની લાલચ સેવ્યા જ કરે અને એ સેવનના પુનરાવર્તનમાંથી અના ઊંડાણમાં આપાપ સરતા જાય.
પહેલી કડી
વિહરમાન ભગવાન, સુણા મુજ વિનતિ,
ત્રિભુવનપતિ:
જગતારક જગનાથ, અ ભાસક લોકાલાક, વિણે જાણેા તી, તે પણ વિતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧.
૨૧
Page #6
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન
કવિ જાણે છે કે સ્તુત્યદેવ સર્વાંગ હોવાથી પોતાનું વક્તવ્ય જાણે છે, અને તેથી તેમના પ્રત્યે કાંઈ પણ કહેવું એ તે! માત્ર પુનરુક્તિ છે– પિષ્ટપેષણ છે. આમ જાણવા છતાં કવિ પુનરુક્તિ અને પિષ્ટપેષણના દોષ વહુારી લે છે, તે એના હૃદ્યગત સાચા અનુત્તાપનુ સૂચન છે. જ્યારે હૃદ્યમાં ખરેખરા અનુતાપ એટલે કે ભૂલના બદ્ર ચિતાર ખડા થાય છે, ત્યારે માણસ પુનરુક્તિ કે પિષ્ટપેષણને દ્વેષ વહેરીને પણ પોતાનું દિલ પેાતાના ભક્તિપાત્ર પ્રત્યે ખાલી કર્યા વિના રહી શકતા નથી. એ જ વસ્તુ પહેલી કડીમાં સૂચિત થાય છે.
૩૨૨]
શ્રીજી ડી
હું સરૂપ નિજ ઘડી, રમ્યા પર પુદ્ગલે, ઝીથ્યા ઉલટ આણી, વિષયતૃષ્ણા જળે; આસવબધ વિભાવ, કરું રુચિ આપણી; ભૂલ્યો મિથ્યા વાસ, ધ્રુષ પરભણી.
જીવનતત્ત્વના આધ્યાત્મિક વિકાસક્રમમાં જે તત્ત્વ પર-છાયાને મેલ છોડી છેવટે તદ્દન નિળરૂપે બાકી રહે છે તે જ તત્ત્વ પારમાર્થિક સત્ય લેખાય છે અને તે જ સાષ્ય મનાયેલું છે. જે તત્ત્વ આત્મિક સાધના દ્વારા જ્વનમાંથી હુંમેશને માટે સરી પડે છે તે જ પર-છાયા અથવા વૈભાવિક કહેવાય છે. કવિ આધ્યાત્મિક માર્ગને પથિક છે. અને તેથી તે પોતાના જૈન પર પરાનુસારી સંસ્કાર પ્રમાણે વિવેકથી પારમાર્થિક અને વૈભાવિક એ બે તત્ત્વાના ભેદ જાણી પાતાની સ્વરૂપચ્યુતિનું વર્ણન જી કડીમાં કરે છે. કવિ એમ જાણે છે અને માને છે કે તે મૂળે તદ્દન શુદ્ધસ્વરૂપી છે, પણ અકળ કળાથી અને અકળ ફાળથી તે પોતાના એ સચ્ચિદાનંદ સાહજિક સ્વરૂપથી ચુત થઈ પરતત્ત્વમાં રત થયા છે અને પરને જ સ્વ માની પોતાનું સહજ ભાન ભૂલી ગયા છે. કવિ આટલા કથનથી જૈન પરંપરાના જીવ, અજીવ, આસવ અને બુધ એ ચાર તત્ત્વનું સૂચન કરે છે. ભારતનાં બધાં જ આત્મવાદી ના આ ચાર તત્ત્વો ઉપર જ પાતપોતાનાં દનાની માંડણી કરે છે. સાંખ્યદર્શીનમાં જે પ્રકૃતિ-પુરુષને વિવેક છે, તેમ જ વેદાંતમાં જે નિયાનિત્ય બ્રહ્મ અને માયાને વિવેક છે તે જ જૈન નમાં જીવ-અવતા વિવેક છે, આવા વિવેકના ઉદ્ય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. આવા નથી જ આધ્યાત્મિક વિકાસક્રમમાં ચાયા ગુણસ્થાન કે ચેાથી ભૂમિકામાં પ્રવેશ થાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આત્મષ્ટિનું માન્તર નિરીક્ષણ
[ ૩૨૩
કવિ કર્ણ ભૂમિકાએથી ધન કરે છે એ સમજીએ તા જ એના કચનના ભાવ સમાય. અત્રે કવિની ભૂમિકા આનંદધન કે શ્રીમદ્ રાજચંદ્રની પેઠે સમ્યગ્દર્શનની જ છે એમ માની લેવું જોઈ એ. સમ્યગ્દર્શન એટલે આધ્યાત્મિક વિવેક. આ વિવેકમાં સાધક મુખ્યપણે બ્રાની ભૂમિકા ઉપર ઊભા હોય છે, છતાં એમાં એને પોતાના સમ્પ્રદાયમાં થઈ ગયેલા અનુભવી ઋષિએના જ્ઞાનને વારસો પ્રતીતિકર રૂપે હોય જ છે. સમ્પ્રદાયભેદને લઈ ને આધ્યાત્મિક સાધકની ભાષા બદલાય. પણ ભાવ બદલાતા નથી. આની સાબિતી આપણને દરેક સમ્પ્રદાયના સંતોની વાણીમાંથી મળી રહે છે. દેવચંદ્રજીએ છ કડીમાં સૂચિત કરેલ ઉપયુક્ત ચાર તત્ત્વો પૈકી જીવ અને અજીવ એ બે તત્ત્વે સત્તત્ત્વના અર્થાત્ વિશ્વસ્વરૂપના નિદર્શક છે, જ્યારે આસવ અને બંધ એ એ તત્ત્વ જીવનલક્ષી છે. અનુભવાતું જીવન નથી એકલું ચૈતન્યરૂપ કે નથી એકલું જડરૂપ; એ તો અન્નેનું કળ મિશ્રણ છે. તેના પ્રવાહની કાઈ આદિ લક્ષમાં આવે તેવી નથી. તેમ છતાં આધ્યાત્મિક દ્રષ્ટાઓએ વિવેકથી વનનાં એ એ તત્ત્વ એકમેકથી જુદાં અને સાવ સ્વતંત્ર તારવ્યાં છે. એક તત્ત્વમાં છે જ્ઞાનશક્તિ અગર ચેતના, તે ખીતમાં છે જડતા. ચેતનસ્વભાવ જેમાં છે તે જીવ અને જેમાં એ સ્વભાવ નથી તે ક જીવ. એ જ એ તત્ત્વોને અનુક્રમે સાંખ્ય પુષ અને પ્રકૃતિ કહે છે, જ્યારે વેદાંત બ્રહ્મ અને માયા અગર આત્મા અને અવિદ્યા કહે છે. દેવચંદ્રજી જીવ અને જડને જેવી રીતે વિવેક દર્શાવે છે. તેવી જ રીતે સાંખ્ય અને વેદાંત ાદિ દશનામાં પણ છે. એ દનામાં પણ આધ્યાત્મિક પ્રગતિ માટે એવા વિવેકના ઉદ્ય અનિવાય રીતે સ્વીકારાયેલા છે, અને તે જ સમ્યગ્દર્શન તરીકે પણ લેખાય છે.
હું સ્વરૂપ નિજ ાડી, ઝીલ્યા લય આણી,
રમ્યા પર પુદ્ગલે, વિષયતૃષ્ણા જળે.
કવિનું આ કથન મેથ્યુ આર્નોલ્ડના સુવિખ્યાત કાવ્ય · Lead Kindly light, amid the encircling gloom | Lead thou me on ! – પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ ’( સ્તુવાદક, સ્વ. વિ નરસિંહરાવ ) માં આવતી · The night is dark and I am far from home –– દૂર પડયો નિજ ધામથી હું ને ઘેરે ધન અંધાર એ પતિની યાદ આપે છે. એ પ્રકારનાં કથને જરા ઊંડાણથી સમજવાં ોઈ એ. કવિ જ્યારે એમ કહે છે કે મે મારું સ્વરૂપ છેડયું છે અને પૂરરૂપમાં રત થશે! છું, ત્યારે શું એમ સમજવું કે કોઈ કાળે આમા સાવ શુદ્ધ
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૨૪ ]
દર્શન અને શતના
'
હતા . અને પછી તે જડ પાશમાં બંધાયા ? તે આમ માનીએ તે સેક્ષ પુરુષાર્થ ની માન્યતા જ નકામી ઠરે, કેમ કે પ્રયત્ન દ્વારા કયારેક મેાક્ષ સિદ્ધ થાય અને મુદ્દ સ્વરૂપ આવિર્ભાવ પામે, તેપણુ ત્યાર બાદ કાઇ વખતે ફરી ક'પાશ' કેમ ત વળગે ? જે ન્યાયથી ભૂતકાળમાં શુદ્ધ સ્વરૂપ વિકૃત થયું તે જ ન્યાયથી મેક્ષપ્રાપ્તિ પછીના ભવિષ્યત્ કાળમાં પણ તે વિકૃત થવાનું જ. અને જો એમ. અને તે માક્ષ પ્રાપ્ત કર્યો તેાય શું અને ન કર્યાં ય શું? બીજી રીતે એમ હી શકાય કે મોક્ષપ્રાપ્તિ એટલે દેવપદની પ્રાપ્તિ. દેવે ગમે તેટલા વખત સુખસમૃદ્ધિ ભાગવે છતાં તેઓ તેથી શ્રુત થવાના. એ જ રીતે મેાક્ષસ્થિતિ. પણ ગમે તેટલે લાંમે ગાળે પણ છેવટે સ્મ્રુત થવાની. ત્યારે હું સ્વરૂપ નિજ છાડી રમ્યા પર પુદ્ગલે ' એને શા અય, એ સમજવું રહ્યું. એ માટે નિય અને વ્યવહારષ્ટિ અનેના ઉપયોગ છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં મેક્ષ નામના પુરુષાંતે જે સ્થાન મળ્યુ છે તે વિચાર-વિકાસના ઇતિહાસમાં અમુક કાળે જ મળ્યું છે, નહિ કે પહેલેથી તે સનાતન જ રહ્યું હોય. જ્યારે સેક્ષની કલ્પના આવી અગર એવા કાઈ ને અનુભવ થયો ત્યારે મુક્ત આત્માનું અમુક સ્વરૂપ કપાયું અગર અનુભવાયુ અને એ જ સ્વરૂપ એનુ અસલી છે અને એ સિવાયનું જે કાંઈ તેમાં ભાસે તે બધું જ આગન્તુક અને પર છે, એમ મનાયુ. કાઈ પણ અનુભવીએ આત્માના કપાયેલ શુદ્ધ સ્વરૂપમાં વિજાતીય તત્ત્વ કયારે ઉમેરાયું અને શા માટે ઉમેરાયુ' એ જાણ્યુ નથી, જાણવું શકય પણ નથી. છતાં માણ પુરુષાર્થની કલ્પના ઉપરથી કપાયેલ આત્માના શુદ્ધ સ્વરૂપને દરેક અનુભવીએ મૌલિક, વાસ્તવિક અને સ્વાભાવિક માનીને જ પોતાનું આધ્યાત્મિક પ્રસ્થાન શરૂ કર્યું છે અને જીવનમાં અનુભવાતા વિકાર-વાસનાના તત્ત્વને વિસ્તૃતીય કે વૈભાવિક માની તેને ફેંકી દેવા પુરુષાર્થ સેવ્યા છે. મેાક્ષ એ જીવનનું સાધ્ય લેખાયું અને તે સ્થિતિ આદર્શ લેખાઈ. એ જ આદર્શ સ્થિતિનું સ્વરૂપ નિહાળતી દૃષ્ટિ તે નિશ્ચય. અને સાધકામાં પરભાવ કે વિજાતીય સ્વરૂપથી મિશ્રિત એવી ચેતનસ્થિતિને નિરૂપતી દૃષ્ટિ તે વ્યવહાર. દેવચંદ્રજી આ બન્ને દષ્ટિને આશ્રય લઈને કહે છે કે હું સ્વરૂપ નિજ છેડી રમ્યા પર પુદ્ગલે.' ખરી રીતે પહેલાં કયારે પણ આત્મા સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપની વ્યક્ત દશામાં હતો જ નહિ, તેથી એમાંથી વ્યુત થવાપણું પણ હતું જ નહિ; ખરી રીતે તે! તે અનાદિ કાળથી અશુદ્ધ રૂપમાં જ રમી રહ્યો હતા, પણ એ અશુદ્ધ રૂપમાંથી જે શુદ્ધ રૂપ કયારેક નિખરવાનું છે તેને જ નિશ્રયષ્ટિએ ભૂતકાળમાં પણ તેવું જ હતું એમ માની કવિ લૌકિક ભાષામાં વ્યવહાર દૃષ્ટિને આશ્રય લઈ હું સ્વ૫નિજ બ્રેડી રમ્યા પર પુદ્ગલે ' એમ
*
>
Page #9
--------------------------------------------------------------------------
________________
આત્માનું આંતર નિરીક્ષણ
[૩૨૫ કહે છે. સાંખ્ય અને વેદાંત આદિ દર્શનમાં પણ ચેતન-અચેતનના સંબંધને. અહિં જ માને છે અને છતાં નિશ્રયદષ્ટિએ ચેતન કે બ્રહ્મનું સ્વરૂપ અનાદિ. કાળથી એવું જ મનાયું છે જેવું કે ભવિષ્યમાં મેક્ષપ્રાપ્તિ પછી આધિજ્ત થવાનું હોય. ખરી રીતે એક કોયડે અત્યાર લગી અણઉકેલાયેલે જ રહ્યો છે કે જે બને તો મૂળે એકબીજાથી સાવ વિરુદ્ધ સ્વભાવમાં હોય
અને બંનેને એકબીજા ઉપર પ્રભાવ પાડ્યો હોય તો તે શા કારણે અને કયારે? વળી જે ભવિષ્યમાં કદી પણ એકને પ્રભાવ બીજા ઉપરથી નાબૂદ થવાને હોય તો ફરી એ પ્રભાવ એના ઉપર નહિ પડે એની શી ખાતરી ? તેમ છતાં એ અણઉકેલાયેલ કોયડા ઉપર જ આધ્યાત્મિક માર્ગનું મંડાણ છે અને તે દ્વારા જ અનેક ચારિત્રમાર્ગના ગુણે મનુષ્યજતિમાં વિકાસ પામ્યા છે. જૈન પરંપરાની નિશ્રયદષ્ટિ તે બૌદ્ધો અને વેદાંતીઓની પરમાર્થ દષ્ટિ અને જૈન પરંપરાની વ્યવહારદષ્ટિ તે બૌદ્ધની સંસ્કૃતિ અને વેદાન્તીઓની માયા અગર અવિદ્યા.
દેવચંદ્રજીએ જે તા આ બીજી કડીમાં અનગાર પરંપરાની લૂખી વાણીમાં ગાયું છે તે જ તત્વ સાંખ્ય અને વેદાન્ત પરંપરાના ગૃહસ્થાશ્રમાન“ભવી ઋષિઓએ નિબ્ધ ને રસિક વાણીમાં ગાયું છે. કપિલ એ વસ્તુને એક રીતે વર્ણવે છે તે ઉપનિષદના ઋષિઓ એ જ વસ્તુને જરાક બીજી રીતે વર્ણવે છે. દામ્પત્યજીવનની પેઠે સંસાર જીવન એક નાટક છે. ગૃહસ્થાશ્રમના બે જ પાત્રો સ્ત્રી અને પુરુષ; બ્રહ્માંડના તખ્તા ઉપર ખેલાતા સાંસારિક જીવનનાં પણ બે જ પાત્રો કપિલે કયાં છે. એ બન્નેને સ્ત્રી-પુરુષનાં અગર પનીપતિના રૂપકને આશ્રય લઈ કપિલે અનુક્રમે પ્રકૃતિ અને પુરુષ નામે ઓળખાવ્યાં છે. કપિલના રૂપક પ્રમાણે પ્રકૃતિ કુળવધૂ જેવી છે અને તે પુરુષ સમક્ષ આપમેળે જ બધું નાટક ભજવે છે. તેને ખાતરી થાય છે કે પુરુષે મારું રૂપ જોઈ લીધું ત્યારે કૃતાર્થતાની સાથે શરમાઈ પિતાને ખેલ સમેટે છે. પ્રકૃતિની લીલાની શરૂઆતથી એની સમાપ્તિ સુધીમાં પુરષ કશું પણ નથી કરતા કે કરાવતે; એ તે લીલાના પ્રેક્ષક તરીકે તદ્દન તટસ્થ રહે છે. પ્રકૃતિ પોતે જ લીલાની કર્તાધર્તા છે અને પોતે જ એ લીલાને સમેટનાર છે. તેમ છતાં પુરુષ બદ્ધ કે મુકત મનાય છે. વાસ્તવમાં તે નથી બદ્ધ કે નથી મુક્ત. કપિલની આ કલ્પનાને બીજા એક ઋષિએ એક નવા જ રૂપકમાં વ્યક્ત કરી છે. તે કહે છે કે અજા એટલે કે બકરી એક છે અને તે લાલસફેદ, કાળા વર્ણની અર્થાત કાબરચીતરી છે અને પિતાના જેવી જ સંતતિ સરજી રહી છે. આ સર્જનક્રિયામાં અજ એટલે બરે અજાને સેવવા છતાં પણ સદા અવિકારી રહે છે અને મુક્તબેગ અજાને તટસ્થપણે જ નિહાળે છે. સાંખ્યના આ મતમાં
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ]
દર્શન અને તન
અધુ વ; લેપની બધી જ જવાબદારી માત્ર પ્રકૃતિતત્ત્વ ઉપર છે; પુરુષ કાઈ પણ જાતના કર્તૃત્વ વિનાના માત્ર તટસ્થ પ્રેક્ષક છે. ઉપનિષદના અનેક ઋષિઓએ જે વર્ણવ્યું છે તેમાં સ્પષ્ટપણે પુરુષનું જ તું ભાસે છે. એ ઋષિ કહે છે કે આત્મા ( બ્રહ્મ કે સત્ તત્ત્વ) પહેલાં એકલા હતા. અને એકલામાં રસ ન પડ્યો અને અનેકરૂપ થવાની રા થઈ. એ ઇચ્છામાંથી અજ્ઞાત માયારાક્તિ દ્વારા જ તે અનેકરૂપ થયા. આ અનેકરૂપતા એ જ સસાર. આ વનમાં બધું જ કર્તુત્વ માત્માનું પુરુષનું છે. માયા કે શક્તિએ સર્જનમાં મદદ આપી હોય તે તે પણ આત્માની કામના અને તપસ્યાને લીધે. ઉપનિષદની માયામાં સ્વત ત્રણે કતૃત્વ જેવું કાંઈ નથી, જ્યારે કપિલની પ્રકૃતિમાં અર્ધું કત્વ સ્વત ંત્રપણે છે. ઉપનિષદના મતમાં રામના પૌરુષ અને સીતાના અનુગમને માત્રના સંબંધનું પ્રતિબિંબ દેખાય છે, જ્યારે કપિલના મતમાં કૃષ્ણ અને ગોપીકૃત રાસલીલા અને કૃષ્ણના માત્ર પ્રેક્ષકપણાનું પ્રતિબિંબ નજરે પડે છે. સસારનાટકના ખેલની પૂરી જવાબદારી એકને તે પ્રકૃતિમાં છે, તે બીજાને મતે પુરુષમાં છે. આ અને દેખીતા પરસ્પરવિદ્ધ મતા છે, અને તેથી તે એકાન્ત જેવા લાગે છે. દેવચંદ્રજી બીજી કડીમાં જૈન દૃષ્ટિ રજૂ કરે છે, પણ તેમના હું સ્વરૂપ નિજ હાડી રમ્યા પર પુદ્ગલે ' એ શબ્દથી વ્યક્ત થતા ઝેક ઉપનિષદના ઝોક જેવા છે. દેવચંદ્રજીનો હું પાતે જ વિમાસણમાં પડે છે કે મેં મારું સ્વરૂપ આપ મેળે જ બ્રેડ્યુ અને હુ પૌલિક લીલામાં રસ લેતા થયા. દેવચંદ્રજીનો ‘ હુક' પુદ્ગલ કે કમને દોષ ન દેતાં બધા જ દોષ પેાતાને માથે વારી લે છે. આટલી ચર્ચા ઉપરથી વાયકા એ વિચારી રાશે કે જુદા જુદા આધ્યાત્મિક ચિન્તાએ એક જ વસ્તુ અનેક રૂપે વર્ણવી છે. કાઈ પ્રકૃતિ, પુદ્ગલ યા માયા ઉપર દેખના ટાણે પાલવે છે તે બીજો કાર્ય પુરુષ, આત્મા કે જીવ ઉપર. કહેવાની ભગી કે રૌલી ગમે તેવી હોય, તેને અતિન સિદ્ધાંત માની એ વાદમાં પડી જવું એ આધ્યાત્મિકતા નથી. મૂળ વસ્તુ એટલી જ છે કે વાસના કે અનાનને ઘટાડવાં કે નિર્મૂળ કરવાં.
"
જૈન દૃષ્ટિ માને છે કે જે તારક, જે પરિણામ કે જે ખેલ કાઈ એક પાત્રથી ભજવાતા નથી એનું કત્વ બન્નેને ફાળે જાય છે. અલબત, એમાં એકને હિસ્સા અમુક રીતે હોય ને બીજાનો બીજી રીતે. પણ્ અન્ત સંતતિ પેદા કર્યાં કરે અને એમાં અજન કરો! રસ નથી એમ કહેવાના કા અર્થ નથી. એ જ રીતે આત્મા એકલા નર ખેલૈા થાય છૅ, ત્યારે પણ એને બીજા કાઈ અજ્ઞાત તત્ત્વની મદ હોય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ
માત્ર તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં જ આવા સામસામે ટકરાતા વાદે નથી, પણ એ વાદોનું મૂળ માનવસ્વભાવની સામાન્ય ભૂમિકામાં છે. અત્યારે પણ કેટલાય દુન્યવી દૃષ્ટિએ એમ જ માને છે અને કહે છે કે સ્ત્રીએ જ પુરુષને પાશમાં બાં-ફસાવ્યો. એનું આકર્ષણ એ જ પુરુષનું બંધન. બીજા ઘણાય એમ કહે છે કે પુરુષ જ એ ધૂત છે કે તે ભોળી અને ગભરુ નિર્દોષ સ્ત્રી જાતિને પિતાની જાળમાં ફસાવે છે. આપણે આ બંને કથનમાં જોઈ શકીએ છીએ કે કહેવાની રીતમાં જ ફેર છે. એકનું આકર્ષણ ગમે તેટલું હોય, છતાં બીજામાં અમુક પ્રકારનું આકર્ષણ કરવાની અને આકર્ષિત થવાની શક્તિ ન હેય તે બંનેને યોગ સિદ્ધ જ ન થાય. તેથી જૈન દૃષ્ટિ સંસારમાં જીવઅજવ બંને તત્ત્વનું અપેક્ષાભેદથી ત્વ સ્વીકારે છે.
બાઈબલને ઈશ્વરરચિત આદમ એડનના બાગમાં એકલે હો અને પછી તે પિતાની જ પાંસળીમાંથી બેકલે છે. જ્યારે દવે સામે આવી ત્યારે જ વાસનાના સર્ષે તેનામાં સળવળાટ પેદા કર્યો, અને ઈવે જ આદમને છેવટે લલચાવ્યો. આ રૂપક ઉપનિષદના એક આત્મામાંથી બહુ થવાના રૂપકને મળતું છે; જ્યારે બર્નાર્ડ શોના “Man and Superman” નાટકમાને પુરુષ સ્ત્રી દ્વારા જ સ્ત્રીની પિતાના પતિ અને સગવડ ખાતર સજાયેલા છે ભલે પછી તે આગળ જતાં પિતાની સર્જનહારીના રવામી બની ગયા હોય. શેના
આ કથનની પાછળ કપિલનું રૂપક ભૂમિકારૂપે હોય તે ના નહિ. તત્ત્વજ્ઞ આવા રૂપા વાંચે, સાંભળે અને વિચારે; પણ તેમાંથી એકે રૂપકને અંતિમ માની તેના ઉપરથી સિદ્ધાંત ન તારવે એટલું જ અહીં વકતવ્ય છે.
રાગ-પ અને અજ્ઞાનને દોષ એ જ કડીના ઉત્તરાર્ધમાને આસ્રવ છે અને એ દોષથી થનાર લેપ તે બંધ છે. આ જૈન પરિભાષાના આસ્રવ અને બંધ બધાં જ આસ્તિક દર્શનોએ જુદે જુદે નામે વર્ણવ્યા છે. દેવચંદ્રજીને હું' આત્મનિરીક્ષણપૂર્વક પશ્ચાતાપની ડી વેદના સાથે પિકારી ઊઠે છે કે “હું” તે જ દૂષિત છું, હું પિત જ લેપ માટે જવાબદાર છું અને છતાં બીજા ઉપર દોષ મુકું છું. ખરી રીતે પુગળ કે જગતના બીજા જીવજંતુઓ મારા પતન માટે જવાબદાર નથી; મારા પોતાના પતનની પૂરી જવાબદારી મારી જ છે. દેવચંદ્રજીના “હું” ના આ ઉદ્ગારે પુરુષાર્થ ભણી પ્રેરનારા છે. જે બોજા કેઈન દેપ ન હોય, પોતાના પતનમાં બીજા કોઈની જવાબદારી કે નિયતિ અથવા યુદછા કામ કરી રહી ન હોય તો એ દેવથી બચવાને આધાર પણ બીજી ઉપર રાખી ન શકાય. આ ભાવના મળે
Page #12
--------------------------------------------------------------------------
________________
૩૨૮ ]
દર્શન અને ચિંતન આભેદ્ધાર માટે મહાવીરે ઉપદેશેલ પરાક્રમ કે વીર્ય-પ્રયોગવાદને જ આભારી છે. જૈનદર્શન સ્પષ્ટપણે પિતાને ઉદ્ધાર પોતે જ કરવામાં માને છે, ભલે તે ઈશ્વર કે ગુરુના આલંબનની દૈતવાણી ઉચ્ચારે.
ત્રીજી કડી અવગુણ ઢાંકણું કાજ, કરું જિનમત ક્રિયા, ન તજી અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા દૃષ્ટિરાગને પિષ, તેહ સમકિત ગણું;
સ્યાદાદની રીત, ન દેખું નિજપણું. આ ત્રીજી કડીમાં દેવચંદ્રજીએ માત્ર પોતાના જીવનને જ નહિ, પણ પિતાની આસપાસના જૈન સમાજને દૂબહૂ ચિતાર, કોઈ પણ જાતના સંકોચ વિના કે કોઈની શરમ રાખ્યા વિના એક સાચા આધ્યાત્મિકને છાજે એ રીતે, ચીતર્યો છે. દેવચંદ્રજીએ “રત્નાકર-પચ્ચીશીને અનુવાદ કરેલ છે. રત્નાકરપચ્ચીશીને કર્તા પણ પિતાના અવગુણનું નમ સત્ય સ્પષ્ટપણે વર્ણવે છે. દેવચંદ્રજી જાણે કે એને જ અનુસરતા હોય તેમ પિતાની રહેણીકરણીને વિવેક કરી કહે છે કે હું સાધુ તરીકે જે જીવન જીવું છું તે માત્ર દેખાવનું જ છે. હું પિતે જે સંપ્રદાયમાન્ય ક્રિયાકાંડની ઘાણુની આસપાસ ફરું છું તે લેકેને દેખાડવા કાજે. સ્થૂલદ કે સામાન્ય રીતે ઉપર ઉપરના જ ધાર્મિક ગણાતા વ્યવહારેને ધર્મનું રૂપ માની એ વ્યવહારને આચરતા પુરુષને સાચે ધાર્મિક માની લે છે. દેવચંદ્રજી કોઈની આંખમાં ધૂળ નાખવા નથી માગતા, કેમ કે તે પિતાની જાતને નીરખી રહ્યા છે. બીજાઓ ન જુએ કે ને જાણી શકે એવું અવગુણનું પિતામાં રહેલું તત્ત્વ પિતે નિહાળતા હોય અને તે નિહાળનાર ખરેખર નિર્ભય અને સત્યવાદી હોય તો, બીજાઓ તેને ગુણે માને તેય, તે પિતાની જાતને નીરખવાની અને પિતાના દેવ-અવગુણને નિર્ભેળપણે કહી દેવાની શક્તિમાં જ આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું આવી
જાય છે. જોકે દેવચંદ્રજીએ માત્ર પિતાની જાત પૂરતું જ કથન ત્રીજી કડીમાં કર્યું છે, પણ લગભગ આખા સમાજમાં એ જ વસ્તુ પ્રવર્તી રહી છે એ સુક્ષ્મ નિરીક્ષક તેમ જ વિચારકને સમજાયા સિવાય રહે તેમ નથી. .
' દેવચંદ્રજી પિતે આધ્યાત્મિક વિકાસના પ્રથમ પાન-સમ્યગ્દર્શન સુધી પણ પહોચેલા હોવાની સાફ સાફ ના પાડે છે. સમાજમાં તેઓ સાધુ તરીકે
Page #13
--------------------------------------------------------------------------
________________
આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ
[૩૨ છઠ્ઠા ગુણસ્થાનના અધિકારી લેખાતા હોય તે વખતે સૌની સમક્ષ ખુલે દિલે એકરાર કરો કે હું તે ચેથા ગુણસ્થાનમાં પણ નથી, એ કાંઈ જેવું તેવું પ્રતિક્રમણ છે? હૃદયમાં આ ભાવ ખરેખર જગ્યા હોય તો ત્યાંથી જ પ્રતિક્રમણ શરૂ થાય છે. માત્ર પ્રતિક્રમણનાં સૂની કે તેની વિધિઓની માળા ફેરવવા માત્રથી પ્રતિક્રમણનો કોઈ અર્થ સરતો નથી, એમ દેવચંદ્રજી સૂચવે છે. દેવચંદ્રજીએ દષ્ટિરાગના પિષણમાં સમ્યગ્દર્શન માની લેવાની ભ્રાતિને જે ધરાટ કર્યો છે તે જૈન સમાજમાં પ્રવર્તતી અને લાંબા કાળથી ઊંડાં મૂળ નાખી પડેલી સમકિત ધરાવવાની અને તે દ્વારા પિતાના વાડામાં ચેલાચેલીઓનાં ઘેટાં પૂરવાની પ્રથાના જાતઅનુભવનું સૂચન માત્ર છે. “હું તારે ગુરુ ને તું મારે ચેલે કે ચેલી,” એ જ રીતે “અમે તમારા ચેલાએલી અને તમે જ અમારા ભારવાહી ગુરુ ઉધારક –આવી દૃષ્ટિરાગની પુષ્ટિમાંથી જ અખંડ જૈનત્વ ખંડિત થયું છે અને તેનાં ટુકડેટુકડા થઈ તે નિજીવ બન્યું છે. સમાજ અને ચતુર્વિધ સંઘની દૃષ્ટિએ જે તત્વ સર્વપ્રથમ હોય છે તેને સખ્ત વિરોધ દાખવવા સાથે દેવચંદજીએ પિતાની જાત જેવી હેય તેવી વર્ણવીને ખરેખર નિર્ભયપણું દાખવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યક્તિને તેમ જ સામાજિક દૃષ્ટિએ સમષ્ટિને ઉદ્ધાર કર હોય અને વ્યવહારદષ્ટિએ જીવનનાં બધાં જ ક્ષેત્રમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો તેને દેવચંદ્રજીએ સ્વીકારેલે એ એક જ માર્ગ છે અને તે એ કે પિતાની જાતને હોય તેવી દેખાડવી છે કે સાચે કઈ પણ જાતને દંભ–ડળ ન કરે.
ચાથી કડી
મન તનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતા; જે લેકેત્તર દેવ, નમું લૌકિકથી; દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભે તડકીથી.
આ ચેથી કડીના પૂર્વાર્ધમાં દેવચંદ્રજી સ્થિરતાનું મૂલ્ય આંકે છે. માત્ર આધ્યાત્મિક જીવનના વિકાસમાં જ નહિ, પણ વ્યાવહારિક જીવનના એકેએક પ્રદેશ સુધ્ધાંમાં સ્થિરતાનું મહત્ત્વ છે. અસ્થિર મને કરેલું કોઈ કાર્ય સફળ થતું નથી કે સતિષ આપી શકતું નથી. વચનની અસ્થિરતા એટલે ક્ષણમાં એક બલવું અને ક્ષણમાં બીજું બેસવું. આગળપાછળના બેલામાં કશે
Page #14
--------------------------------------------------------------------------
________________
૩૩ ]
દર્શન અને ચિંતન મેળ કે કંગધડે ન હોય તે એનાથી દુન્યવી લાભ અને પ્રતિષ્ઠા સુધ્ધાં મળતાં નથી, એટલે પછી આધ્યાત્મિક વિકાસની તો વાત જ શી કરવી ? જે કામ કરીએ તેમાં એના સાધ્યની સિદ્ધિની દૃષ્ટિએ શરીરની પણ સ્થિરતા આવશ્યક બને છે. આ રીતે ગમે તે ક્ષેત્રમાં બુદ્ધિ સાથેની સ્થિરતા જ સિદ્ધિને પામે છે. તેથી જ તે “ગરશાસ્ત્રમાં સ્થિરતા કેળવવા ઉપર ભાર આપવામાં આવ્યો છે. ઉપાધ્યાય યશોવિજયજી જ્યારે સ્થિરતા-અષ્ટકમાં એનું મહત્વ ગાય છે, ત્યારે ચારિત્રની વ્યાખ્યામાં સ્થિરતાને જ મુખ્યપણે સમાવેશ કરે છે. દેવચંદ્રજીએ ઉપાધ્યાયજીનાં અષ્કા ઉપર ટીકા લખી છે, તેથી સ્થિરતાનું મહત્ત્વ તેમના ધ્યાન બહાર રહી શકે નહિ. એટલે જ તે તેમણે પૂર્વાર્ધમાં બીજી રીતે કહી દીધું કે મારા જીવનમાં જે મન, વચન અને શરીરની અસ્થિરતા છે, અને તેના પરિણામે જે એકાંતદષ્ટિ તરફ ઢળી જવાય છે તે સતત વિદ્યમાન એવા વસ્તુસ્વભાવનું દર્શન થવા દેતી નથી. દેવચંદ્રજીને અસલી વેદના એ બાબતની છે કે વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન થવામાં અસ્થિરતા આડી આવે છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનની આપણને અગોચર એવી ભૂમિકાની વાત બાજુએ રાખીએ તોય દેવચંદ્રજીના કથનનું રહસ્ય આપણે સમજવા જેવું છે, અને તે એટલું જ કે જે જૈનપણું કે ધાર્મિકપણું કેળવવું હોય તે મન, વચન અને કાયાની એકરૂપતા સાચવવી. વિચારવું એક, બેલિવું બીજું, કરવું ત્રીજું એ સ્થિતિ કદી સત્ય તરફ લઈ જઈ શકે નહિ. "
આ જ કડીના ઉત્તરાર્ધમાં દેવચંદ્રજી બીજું એક સામાજિક નબળાઈનું તત્ત્વ પ્રગટ કરી પોતાના અંતરની વેદના ઠાલવે છે. સામાન્ય રીતે જૈન સમાજ જ્યારે દેવ વિશે વાતો કરે છે ત્યારે હંમેશાં એમ જ કહ્યાં કરે છે કે જેને તો વીતરાગના પૂજક છે, સરામના નહિ. જેની દેવ વિશેની માન્યતા ગુણમૂલક છે; વૈભવ, લાલચ કે ભયમૂલક નથી. પણ આજે આપણે સમાજમાં જે જોઈ રહ્યા છીએ તે જ દેવચંદ્રજીએ પિતાની આસપાસ સમાજમાં પ્રવર્તતું જોયું, અને તેમાં પિતાની જાતને પણ વિલિપ્ત થયેલી જોઈ. પણ એમણે એ ખામીને આરેપ સમાજ ઉપર ન કરતાં પિતાની જાત ઉપર કર્યો છે.. તેમણે કહ્યું કે હું વાત તે લેકોત્તર દેવની-વીતરાગની કરું છું, જેને રાગદેવની વૃત્તિઓને લેશ પણ લેપ નથી એવી જ વ્યક્તિ જીવનને આદર્શ છે એમ સૌની સમક્ષ કહ્યા કરું છું અને છતાંય નબળાઈ એવી કે તેવા આદર્શગત દેવને જ્યારે નમું છું કે જ્યારે તેની પ્રાર્થના, સ્તુતિ કે સેવા કરું છું ત્યારે તે પણ અહિક લાલ અને ભયથી જ પ્રેરાઈને. મેથી.
Page #15
--------------------------------------------------------------------------
________________
આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ
[૩૩૧. વીતરાગ-સેવાની વાત અને અંતરમાં ભય કે લાલચથી કામના-સિદ્ધિની અગર ધાર્મિક ગણવાની ઝંખના, ખરી રીતે વીતરાગસેવામાં આવી કઈ દુન્યવી વાસનાને સ્થાન જ હોઈ ન શકે, અને હેય તે તે લેકેજર દેવની ભકિત ન કહેવાય. અન્ય પરંપરાનાં દેવ-દેવીઓને લૌકિક કહી તેમની સેવા-પૂજાને તુચ્છકારવી અને પરંપરામાં જ માત્ર લેકેત્તર દેવને આદર્શ છે એમ કહ્યાં છતાં એ લકત્તર દેવની આસપાસ પરપરંપરાનાં દેવદેવીઓની પૂજાસેવા પાછળ હોય છે તેવું જ માનસ પોષ્યા કરવું એ ન સાંપ્રદાયિક દંભ છે. એ જ સામ્પ્રદાયિક દંભને દેવચંદ્રજીએ પિતાની જાત દારા ખુલ્લો કર્યો છે, જે તેને માટે પદાર્થપાઠ બને તેમ છે.
પાંચમી કડી મહાવિદેહ મઝાર કે તારક જિનવરુ, શ્રી વધર અરિહંત, અનંત ગુણકરુ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે.
મહાવૈદ્ય ગુણગ, ભવ રોગ વારશે. આ પાંચમી કડીમાં દેવચંદ્રજી પોતાના સ્તુત્ય દેવ વજધર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે અને એ વિશ્વાસને બળે એમ માનતા દેખાય છે કે: આ ભગવાન મને અવશ્ય તારશે અને મારે સંસારગ નિવારશે.
છી કડી પ્રભુમુખ ભવ્યસ્વભાવ, સારું મારે, તે પામે પ્રમાદ, એહ ચેતન ખરે; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની,
સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. આ ક્કી કડીમાં જૈન પરંપરામાં પ્રચલિત એવી એક માન્યતાનો ઉલ્લેખ છે. માન્યતા એવી છે કે જે સાધકને “હું ભવ્ય છું એવી ખાતરી થાય છે. તેને પુરુષાર્થ ગતિ પામે છે, અને તે સિદ્ધિ માટે પણ આશાવંત બને છે. આ કડી વાટે પ્રથમ દષ્ટિએ એમ પ્રગટ થાય છે કે જાણે દેવચંદ્રજીને પોતાની ભવ્યતા વિશે સંદેહ હોય અને તેથી સિદ્ધિની આશા જ બંધાતી ન હોય. આ સંદેહની ભૂમિકા ઉપર દેવચંદ્રજી ભગવાન પાસે માગણી કરે છે કે તમારા મુખથી હું મારા ભવ્ય સ્વભાવની ખાતરી મેળવું તે માટે સંદેહ દૂર થાય અને પછી તે
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૩૨ ]
ન અને ચિંતન
મારી સિદ્ધિ વિશેની આશા પાકી થાય, પણ કવિ ભગવાનના મુખથી ભવ્યસ્વભાવ સાંભળવાની વાત કરે છે ત્યારે શું એ ભક્તિની ઘેલછામાં કે કાવ્યની ઊર્મિ માં સાવ ધેલ થઈ ગયા છે કે જે એટલુંય ન જાણતા હોય કે કાંઈ ભગવાન મેાઢામાઢ આવીને મને કહેવાના નથી. કવિતાની શબ્દગૂંથણી એક પ્રકારની હાય છે, જ્યારે તેનું તાપ તદ્દન જુદુ હાય છે. એટલે અહીં એમ સમજવું જોઈએ કે દેવચંદ્રજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે એવી માગણી દ્વારા ખરી રીતે એમ વાંછે છે કે મારા અંતરપટ ઉપર જે સદેહનું આવરણ છે તે અંતસ્તમ આત્મપ્રદેશના ઊંડાણુમાંથી પ્રગટેલ નિશ્ચય દ્વારા દૂર થાઓ ! દેવચંદ્રજી પેાતાના જ આધ્યાત્મિક નિણૅયની ઝંખના ચાલુ જૈન પરમ્પરાની શૈલીને ઉપયોગ
કરી વ્યક્ત કરે છે.
સાતમી ડી
વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણાં, ધારા ચેતનરામ, એન્ડ થિરવાસના; ‘દેવચંદ્ર' જિનચંદ્ર, હૃદય સ્થિર થાય જો, જિન આણાયુત ભક્તિ, શક્તિ મુજ આપજો.
આ સાતમી કડીમાં ઉપસહાર કરતાં દેવચંદ્રજી માત્ર એ બાબતે કહે છે. એક તે એ કે પ્રભુનાં જે જે નામ છે તે બધાં જ ગુણનાં ધામ છે. પ્રભુ પાતે તો નિશ્ચયદૃષ્ટિએ વચનાગોચર છે, પણ એમને માટે વપરાતાં વિશેષણા કે નામે તે તેમના એક એક ગુણને પ્રગટ કરે છે. તેથી દેવચંદ્રજી એવાં નામેા ચિત્તમાં ધારણ કરવાની સ્થિર વાસના સેવે છે. બીજી અને છેવટની બાબત એક માગણીમાં જ સમાઈ જાય છે. દેવચંદ્રજીની પ્રાર્થના કે વિનતિ એ છે કે પ્રભુ મને ભક્તિની શક્તિ આપે, પણ તેઓ એ ભક્તિતત્ત્વમાં વેવલાપણુ કે ગાંડપણુ દાખલ ન થાય તેટલા માટે જિનનાયુક્ત ભક્તિતત્ત્વની માગણી કરે છે. જિનાને આપણે સ્થૂળ દૃષ્ટિએ ધારતા હોઈ એ તેવા અર્થ અહીં લેવાને નથી----એમાં તે વેવલાપણું આવી પણ જાય——પણ જિનઆના એટલે નિશ્ચયદૃષ્ટિએ જીવનશુદ્ધિના ભાગમાં આગળ વધતા સાધકના અંતરમાંથી ઊઠેલે શાસ્ત્રચાગ અને સામર્થ્ય યોગના અથવા તાત્ત્વિક 'ધ સન્યાસના કે ક્ષેપક-શ્રેણીના આરાહરણના નાદ. શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે એન્ડ્રુ પરમપપ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજા વગરના હાલ મનેાથ રૂપ જો;
Page #17
--------------------------------------------------------------------------
________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ [ 333. તપણુ નિશ્ચય રાજચન્ટ મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. એમ કહે છે ત્યારે તેમને પણ અંતરને એ જ નાદ પ્રેરી રહ્યો છે. એમ એકસપણે દેખાય છે. અને આનન્દઘનના એક પદની છેલ્લી કડીમાને. તેમને અંતરનાદ તેમની જ વાણીમાં સાંભળીએ– મર્યાં અનંત બાર બિન સમજે, અબ સુખ દુખ બિસરંગે ! આનન્દઘન” નિપટ નિકટ અક્ષર દે, કે નહીં સુમરે સે મરેગે ! અબ હમ અમર ભયે, ન મરેંગે ! –પ્રબુદ્ધ જૈન, 15-11-47..