SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મષ્ટિનું માન્તર નિરીક્ષણ [ ૩૨૩ કવિ કર્ણ ભૂમિકાએથી ધન કરે છે એ સમજીએ તા જ એના કચનના ભાવ સમાય. અત્રે કવિની ભૂમિકા આનંદધન કે શ્રીમદ્ રાજચંદ્રની પેઠે સમ્યગ્દર્શનની જ છે એમ માની લેવું જોઈ એ. સમ્યગ્દર્શન એટલે આધ્યાત્મિક વિવેક. આ વિવેકમાં સાધક મુખ્યપણે બ્રાની ભૂમિકા ઉપર ઊભા હોય છે, છતાં એમાં એને પોતાના સમ્પ્રદાયમાં થઈ ગયેલા અનુભવી ઋષિએના જ્ઞાનને વારસો પ્રતીતિકર રૂપે હોય જ છે. સમ્પ્રદાયભેદને લઈ ને આધ્યાત્મિક સાધકની ભાષા બદલાય. પણ ભાવ બદલાતા નથી. આની સાબિતી આપણને દરેક સમ્પ્રદાયના સંતોની વાણીમાંથી મળી રહે છે. દેવચંદ્રજીએ છ કડીમાં સૂચિત કરેલ ઉપયુક્ત ચાર તત્ત્વો પૈકી જીવ અને અજીવ એ બે તત્ત્વે સત્તત્ત્વના અર્થાત્ વિશ્વસ્વરૂપના નિદર્શક છે, જ્યારે આસવ અને બંધ એ એ તત્ત્વ જીવનલક્ષી છે. અનુભવાતું જીવન નથી એકલું ચૈતન્યરૂપ કે નથી એકલું જડરૂપ; એ તો અન્નેનું કળ મિશ્રણ છે. તેના પ્રવાહની કાઈ આદિ લક્ષમાં આવે તેવી નથી. તેમ છતાં આધ્યાત્મિક દ્રષ્ટાઓએ વિવેકથી વનનાં એ એ તત્ત્વ એકમેકથી જુદાં અને સાવ સ્વતંત્ર તારવ્યાં છે. એક તત્ત્વમાં છે જ્ઞાનશક્તિ અગર ચેતના, તે ખીતમાં છે જડતા. ચેતનસ્વભાવ જેમાં છે તે જીવ અને જેમાં એ સ્વભાવ નથી તે ક જીવ. એ જ એ તત્ત્વોને અનુક્રમે સાંખ્ય પુષ અને પ્રકૃતિ કહે છે, જ્યારે વેદાંત બ્રહ્મ અને માયા અગર આત્મા અને અવિદ્યા કહે છે. દેવચંદ્રજી જીવ અને જડને જેવી રીતે વિવેક દર્શાવે છે. તેવી જ રીતે સાંખ્ય અને વેદાંત ાદિ દશનામાં પણ છે. એ દનામાં પણ આધ્યાત્મિક પ્રગતિ માટે એવા વિવેકના ઉદ્ય અનિવાય રીતે સ્વીકારાયેલા છે, અને તે જ સમ્યગ્દર્શન તરીકે પણ લેખાય છે. હું સ્વરૂપ નિજ ાડી, ઝીલ્યા લય આણી, Jain Education International રમ્યા પર પુદ્ગલે, વિષયતૃષ્ણા જળે. કવિનું આ કથન મેથ્યુ આર્નોલ્ડના સુવિખ્યાત કાવ્ય · Lead Kindly light, amid the encircling gloom | Lead thou me on ! – પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ ’( સ્તુવાદક, સ્વ. વિ નરસિંહરાવ ) માં આવતી · The night is dark and I am far from home –– દૂર પડયો નિજ ધામથી હું ને ઘેરે ધન અંધાર એ પતિની યાદ આપે છે. એ પ્રકારનાં કથને જરા ઊંડાણથી સમજવાં ોઈ એ. કવિ જ્યારે એમ કહે છે કે મે મારું સ્વરૂપ છેડયું છે અને પૂરરૂપમાં રત થશે! છું, ત્યારે શું એમ સમજવું કે કોઈ કાળે આમા સાવ શુદ્ધ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249194
Book TitleAtmadrushtinu Antar Nirikshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Spiritual
File Size143 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy