SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ] ન અને ચિંતન મારી સિદ્ધિ વિશેની આશા પાકી થાય, પણ કવિ ભગવાનના મુખથી ભવ્યસ્વભાવ સાંભળવાની વાત કરે છે ત્યારે શું એ ભક્તિની ઘેલછામાં કે કાવ્યની ઊર્મિ માં સાવ ધેલ થઈ ગયા છે કે જે એટલુંય ન જાણતા હોય કે કાંઈ ભગવાન મેાઢામાઢ આવીને મને કહેવાના નથી. કવિતાની શબ્દગૂંથણી એક પ્રકારની હાય છે, જ્યારે તેનું તાપ તદ્દન જુદુ હાય છે. એટલે અહીં એમ સમજવું જોઈએ કે દેવચંદ્રજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે એવી માગણી દ્વારા ખરી રીતે એમ વાંછે છે કે મારા અંતરપટ ઉપર જે સદેહનું આવરણ છે તે અંતસ્તમ આત્મપ્રદેશના ઊંડાણુમાંથી પ્રગટેલ નિશ્ચય દ્વારા દૂર થાઓ ! દેવચંદ્રજી પેાતાના જ આધ્યાત્મિક નિણૅયની ઝંખના ચાલુ જૈન પરમ્પરાની શૈલીને ઉપયોગ કરી વ્યક્ત કરે છે. સાતમી ડી વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણાં, ધારા ચેતનરામ, એન્ડ થિરવાસના; ‘દેવચંદ્ર' જિનચંદ્ર, હૃદય સ્થિર થાય જો, જિન આણાયુત ભક્તિ, શક્તિ મુજ આપજો. આ સાતમી કડીમાં ઉપસહાર કરતાં દેવચંદ્રજી માત્ર એ બાબતે કહે છે. એક તે એ કે પ્રભુનાં જે જે નામ છે તે બધાં જ ગુણનાં ધામ છે. પ્રભુ પાતે તો નિશ્ચયદૃષ્ટિએ વચનાગોચર છે, પણ એમને માટે વપરાતાં વિશેષણા કે નામે તે તેમના એક એક ગુણને પ્રગટ કરે છે. તેથી દેવચંદ્રજી એવાં નામેા ચિત્તમાં ધારણ કરવાની સ્થિર વાસના સેવે છે. બીજી અને છેવટની બાબત એક માગણીમાં જ સમાઈ જાય છે. દેવચંદ્રજીની પ્રાર્થના કે વિનતિ એ છે કે પ્રભુ મને ભક્તિની શક્તિ આપે, પણ તેઓ એ ભક્તિતત્ત્વમાં વેવલાપણુ કે ગાંડપણુ દાખલ ન થાય તેટલા માટે જિનનાયુક્ત ભક્તિતત્ત્વની માગણી કરે છે. જિનાને આપણે સ્થૂળ દૃષ્ટિએ ધારતા હોઈ એ તેવા અર્થ અહીં લેવાને નથી----એમાં તે વેવલાપણું આવી પણ જાય——પણ જિનઆના એટલે નિશ્ચયદૃષ્ટિએ જીવનશુદ્ધિના ભાગમાં આગળ વધતા સાધકના અંતરમાંથી ઊઠેલે શાસ્ત્રચાગ અને સામર્થ્ય યોગના અથવા તાત્ત્વિક 'ધ સન્યાસના કે ક્ષેપક-શ્રેણીના આરાહરણના નાદ. શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે એન્ડ્રુ પરમપપ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજા વગરના હાલ મનેાથ રૂપ જો; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249194
Book TitleAtmadrushtinu Antar Nirikshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Spiritual
File Size143 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy