________________
આત્માનું આંતર નિરીક્ષણ
[૩૨૫ કહે છે. સાંખ્ય અને વેદાંત આદિ દર્શનમાં પણ ચેતન-અચેતનના સંબંધને. અહિં જ માને છે અને છતાં નિશ્રયદષ્ટિએ ચેતન કે બ્રહ્મનું સ્વરૂપ અનાદિ. કાળથી એવું જ મનાયું છે જેવું કે ભવિષ્યમાં મેક્ષપ્રાપ્તિ પછી આધિજ્ત થવાનું હોય. ખરી રીતે એક કોયડે અત્યાર લગી અણઉકેલાયેલે જ રહ્યો છે કે જે બને તો મૂળે એકબીજાથી સાવ વિરુદ્ધ સ્વભાવમાં હોય
અને બંનેને એકબીજા ઉપર પ્રભાવ પાડ્યો હોય તો તે શા કારણે અને કયારે? વળી જે ભવિષ્યમાં કદી પણ એકને પ્રભાવ બીજા ઉપરથી નાબૂદ થવાને હોય તો ફરી એ પ્રભાવ એના ઉપર નહિ પડે એની શી ખાતરી ? તેમ છતાં એ અણઉકેલાયેલ કોયડા ઉપર જ આધ્યાત્મિક માર્ગનું મંડાણ છે અને તે દ્વારા જ અનેક ચારિત્રમાર્ગના ગુણે મનુષ્યજતિમાં વિકાસ પામ્યા છે. જૈન પરંપરાની નિશ્રયદષ્ટિ તે બૌદ્ધો અને વેદાંતીઓની પરમાર્થ દષ્ટિ અને જૈન પરંપરાની વ્યવહારદષ્ટિ તે બૌદ્ધની સંસ્કૃતિ અને વેદાન્તીઓની માયા અગર અવિદ્યા.
દેવચંદ્રજીએ જે તા આ બીજી કડીમાં અનગાર પરંપરાની લૂખી વાણીમાં ગાયું છે તે જ તત્વ સાંખ્ય અને વેદાન્ત પરંપરાના ગૃહસ્થાશ્રમાન“ભવી ઋષિઓએ નિબ્ધ ને રસિક વાણીમાં ગાયું છે. કપિલ એ વસ્તુને એક રીતે વર્ણવે છે તે ઉપનિષદના ઋષિઓ એ જ વસ્તુને જરાક બીજી રીતે વર્ણવે છે. દામ્પત્યજીવનની પેઠે સંસાર જીવન એક નાટક છે. ગૃહસ્થાશ્રમના બે જ પાત્રો સ્ત્રી અને પુરુષ; બ્રહ્માંડના તખ્તા ઉપર ખેલાતા સાંસારિક જીવનનાં પણ બે જ પાત્રો કપિલે કયાં છે. એ બન્નેને સ્ત્રી-પુરુષનાં અગર પનીપતિના રૂપકને આશ્રય લઈ કપિલે અનુક્રમે પ્રકૃતિ અને પુરુષ નામે ઓળખાવ્યાં છે. કપિલના રૂપક પ્રમાણે પ્રકૃતિ કુળવધૂ જેવી છે અને તે પુરુષ સમક્ષ આપમેળે જ બધું નાટક ભજવે છે. તેને ખાતરી થાય છે કે પુરુષે મારું રૂપ જોઈ લીધું ત્યારે કૃતાર્થતાની સાથે શરમાઈ પિતાને ખેલ સમેટે છે. પ્રકૃતિની લીલાની શરૂઆતથી એની સમાપ્તિ સુધીમાં પુરષ કશું પણ નથી કરતા કે કરાવતે; એ તે લીલાના પ્રેક્ષક તરીકે તદ્દન તટસ્થ રહે છે. પ્રકૃતિ પોતે જ લીલાની કર્તાધર્તા છે અને પોતે જ એ લીલાને સમેટનાર છે. તેમ છતાં પુરુષ બદ્ધ કે મુકત મનાય છે. વાસ્તવમાં તે નથી બદ્ધ કે નથી મુક્ત. કપિલની આ કલ્પનાને બીજા એક ઋષિએ એક નવા જ રૂપકમાં વ્યક્ત કરી છે. તે કહે છે કે અજા એટલે કે બકરી એક છે અને તે લાલસફેદ, કાળા વર્ણની અર્થાત કાબરચીતરી છે અને પિતાના જેવી જ સંતતિ સરજી રહી છે. આ સર્જનક્રિયામાં અજ એટલે બરે અજાને સેવવા છતાં પણ સદા અવિકારી રહે છે અને મુક્તબેગ અજાને તટસ્થપણે જ નિહાળે છે. સાંખ્યના આ મતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org