________________
૩૨૮ ]
દર્શન અને ચિંતન આભેદ્ધાર માટે મહાવીરે ઉપદેશેલ પરાક્રમ કે વીર્ય-પ્રયોગવાદને જ આભારી છે. જૈનદર્શન સ્પષ્ટપણે પિતાને ઉદ્ધાર પોતે જ કરવામાં માને છે, ભલે તે ઈશ્વર કે ગુરુના આલંબનની દૈતવાણી ઉચ્ચારે.
ત્રીજી કડી અવગુણ ઢાંકણું કાજ, કરું જિનમત ક્રિયા, ન તજી અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા દૃષ્ટિરાગને પિષ, તેહ સમકિત ગણું;
સ્યાદાદની રીત, ન દેખું નિજપણું. આ ત્રીજી કડીમાં દેવચંદ્રજીએ માત્ર પોતાના જીવનને જ નહિ, પણ પિતાની આસપાસના જૈન સમાજને દૂબહૂ ચિતાર, કોઈ પણ જાતના સંકોચ વિના કે કોઈની શરમ રાખ્યા વિના એક સાચા આધ્યાત્મિકને છાજે એ રીતે, ચીતર્યો છે. દેવચંદ્રજીએ “રત્નાકર-પચ્ચીશીને અનુવાદ કરેલ છે. રત્નાકરપચ્ચીશીને કર્તા પણ પિતાના અવગુણનું નમ સત્ય સ્પષ્ટપણે વર્ણવે છે. દેવચંદ્રજી જાણે કે એને જ અનુસરતા હોય તેમ પિતાની રહેણીકરણીને વિવેક કરી કહે છે કે હું સાધુ તરીકે જે જીવન જીવું છું તે માત્ર દેખાવનું જ છે. હું પિતે જે સંપ્રદાયમાન્ય ક્રિયાકાંડની ઘાણુની આસપાસ ફરું છું તે લેકેને દેખાડવા કાજે. સ્થૂલદ કે સામાન્ય રીતે ઉપર ઉપરના જ ધાર્મિક ગણાતા વ્યવહારેને ધર્મનું રૂપ માની એ વ્યવહારને આચરતા પુરુષને સાચે ધાર્મિક માની લે છે. દેવચંદ્રજી કોઈની આંખમાં ધૂળ નાખવા નથી માગતા, કેમ કે તે પિતાની જાતને નીરખી રહ્યા છે. બીજાઓ ન જુએ કે ને જાણી શકે એવું અવગુણનું પિતામાં રહેલું તત્ત્વ પિતે નિહાળતા હોય અને તે નિહાળનાર ખરેખર નિર્ભય અને સત્યવાદી હોય તો, બીજાઓ તેને ગુણે માને તેય, તે પિતાની જાતને નીરખવાની અને પિતાના દેવ-અવગુણને નિર્ભેળપણે કહી દેવાની શક્તિમાં જ આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું આવી
જાય છે. જોકે દેવચંદ્રજીએ માત્ર પિતાની જાત પૂરતું જ કથન ત્રીજી કડીમાં કર્યું છે, પણ લગભગ આખા સમાજમાં એ જ વસ્તુ પ્રવર્તી રહી છે એ સુક્ષ્મ નિરીક્ષક તેમ જ વિચારકને સમજાયા સિવાય રહે તેમ નથી. .
' દેવચંદ્રજી પિતે આધ્યાત્મિક વિકાસના પ્રથમ પાન-સમ્યગ્દર્શન સુધી પણ પહોચેલા હોવાની સાફ સાફ ના પાડે છે. સમાજમાં તેઓ સાધુ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org