Book Title: Atmadrushtinu Antar Nirikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૩૩ ] દર્શન અને ચિંતન મેળ કે કંગધડે ન હોય તે એનાથી દુન્યવી લાભ અને પ્રતિષ્ઠા સુધ્ધાં મળતાં નથી, એટલે પછી આધ્યાત્મિક વિકાસની તો વાત જ શી કરવી ? જે કામ કરીએ તેમાં એના સાધ્યની સિદ્ધિની દૃષ્ટિએ શરીરની પણ સ્થિરતા આવશ્યક બને છે. આ રીતે ગમે તે ક્ષેત્રમાં બુદ્ધિ સાથેની સ્થિરતા જ સિદ્ધિને પામે છે. તેથી જ તે “ગરશાસ્ત્રમાં સ્થિરતા કેળવવા ઉપર ભાર આપવામાં આવ્યો છે. ઉપાધ્યાય યશોવિજયજી જ્યારે સ્થિરતા-અષ્ટકમાં એનું મહત્વ ગાય છે, ત્યારે ચારિત્રની વ્યાખ્યામાં સ્થિરતાને જ મુખ્યપણે સમાવેશ કરે છે. દેવચંદ્રજીએ ઉપાધ્યાયજીનાં અષ્કા ઉપર ટીકા લખી છે, તેથી સ્થિરતાનું મહત્ત્વ તેમના ધ્યાન બહાર રહી શકે નહિ. એટલે જ તે તેમણે પૂર્વાર્ધમાં બીજી રીતે કહી દીધું કે મારા જીવનમાં જે મન, વચન અને શરીરની અસ્થિરતા છે, અને તેના પરિણામે જે એકાંતદષ્ટિ તરફ ઢળી જવાય છે તે સતત વિદ્યમાન એવા વસ્તુસ્વભાવનું દર્શન થવા દેતી નથી. દેવચંદ્રજીને અસલી વેદના એ બાબતની છે કે વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન થવામાં અસ્થિરતા આડી આવે છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનની આપણને અગોચર એવી ભૂમિકાની વાત બાજુએ રાખીએ તોય દેવચંદ્રજીના કથનનું રહસ્ય આપણે સમજવા જેવું છે, અને તે એટલું જ કે જે જૈનપણું કે ધાર્મિકપણું કેળવવું હોય તે મન, વચન અને કાયાની એકરૂપતા સાચવવી. વિચારવું એક, બેલિવું બીજું, કરવું ત્રીજું એ સ્થિતિ કદી સત્ય તરફ લઈ જઈ શકે નહિ. " આ જ કડીના ઉત્તરાર્ધમાં દેવચંદ્રજી બીજું એક સામાજિક નબળાઈનું તત્ત્વ પ્રગટ કરી પોતાના અંતરની વેદના ઠાલવે છે. સામાન્ય રીતે જૈન સમાજ જ્યારે દેવ વિશે વાતો કરે છે ત્યારે હંમેશાં એમ જ કહ્યાં કરે છે કે જેને તો વીતરાગના પૂજક છે, સરામના નહિ. જેની દેવ વિશેની માન્યતા ગુણમૂલક છે; વૈભવ, લાલચ કે ભયમૂલક નથી. પણ આજે આપણે સમાજમાં જે જોઈ રહ્યા છીએ તે જ દેવચંદ્રજીએ પિતાની આસપાસ સમાજમાં પ્રવર્તતું જોયું, અને તેમાં પિતાની જાતને પણ વિલિપ્ત થયેલી જોઈ. પણ એમણે એ ખામીને આરેપ સમાજ ઉપર ન કરતાં પિતાની જાત ઉપર કર્યો છે.. તેમણે કહ્યું કે હું વાત તે લેકોત્તર દેવની-વીતરાગની કરું છું, જેને રાગદેવની વૃત્તિઓને લેશ પણ લેપ નથી એવી જ વ્યક્તિ જીવનને આદર્શ છે એમ સૌની સમક્ષ કહ્યા કરું છું અને છતાંય નબળાઈ એવી કે તેવા આદર્શગત દેવને જ્યારે નમું છું કે જ્યારે તેની પ્રાર્થના, સ્તુતિ કે સેવા કરું છું ત્યારે તે પણ અહિક લાલ અને ભયથી જ પ્રેરાઈને. મેથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17