Book Title: Atmadrushtinu Antar Nirikshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ આત્મષ્ટિનું આન્તર નિરીક્ષણ [ક જનતા તે જ રૂપને વાસ્તવિક માનતી થઈ ગઈ હાય, અને જતે દિવસે તે રૂપકે કથાસાહિત્યમાં અને બીજા પ્રસંગામાં વાસ્તવિકતાનાં ઊંડાં મૂળ નાખ્યાં હાય. શ્રદ્ધાળુ કે પરીક્ષક અને પ્રકારના ધાર્મિક તત્ત્વજ્ઞાને એકસરખી રીતે સમજાય એવેના ભાવ પ્રસ્તુત સ્તવનમાંથી તારવવે એ અહીં મુખ્ય ઉદ્દેશ છે. સ્તવનનું સામાન્ય સ્વરૂપ પ્રસ્તુત સ્તવનમાં ચાર પાદની એક એવી સાત કડીઓ છે. સ્તવન પ્રધાનપણે વિનતિરૂપ હોવાથી એ વાટે મુખ્યપણે કવિને ભક્તિયેગ યા શ્રદ્ધાતત્ત્વ જ વહેતું દેખાય છે, તેમ છતાં એ ભક્તિ જ્ઞાનયોગથી યા વિવેકજ્ઞાનથી શૂન્ય નથી. એકંદર રીતે આખું સ્તવન જ્ઞાનયોગ અને ભક્તિયેાગના સુમેળ પૂરા પાડે છે, જેને જૈન પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય. ભક્તિતત્ત્વ પ્રધાન હાવાથી કવિના ભક્તિપ્રવણ ઉદ્ગારા ભક્તિને જ અનુરૂપ એવા લહેકાદાર ને કામળવણી છ૬માં પ્રગટ થયા છે. ભક્તિતત્ત્વમાં ભક્ત તેમ જ ભક્તિપાત્રનુ દ્વૈત હોય તે અનિવાય છે. એટલું જ નહિ, પણ તેમાં ભક્તિપાત્ર પ્રત્યે ભક્ત અંત નમ્રભાવે---અતિ દીનભાવે, જાણે પોતાની જાતને તદ્દન ગાળી ન દેતા હોય તેવા લાધવથી ઊભા રહી, પોતાની વીતક કથા અનુતાપયુક્ત વાણીમાં કચે છે. તેથી એ ક્થનમાં શૌય કે પરાક્રમને વ્યક્ત કરે એવા ઉદ્દીપક શબ્દો અગર છંદને સ્થાન નથી હતું, પણ એવા આંતરિક અનુતાપવાળા ઉદ્ગારામાં નમ્રપણું અને દીનપણુ વ્યક્ત કરે એવા જ છંદ સાહજિક અને છે. કવિએ જૈન અને વૈષ્ણવ પૂર્વાચાર્ચોએ વાપરેલ એવા જ છંદની પસદગી કરી છે. એની હલક એવી છે કે જો ગાનાર યાગ્ય રીતે ગાય તો એમાંથી કવિના હૃદયમાં પ્રગટ થયેલ અનુતાપયુક્ત ભક્તિભાવ અને વિવેક એ બન્ને, અર્થના ઊંડા વિચાર સિવાય પણ, શ્રોતાના મન ઉપર અંકિત થાય છે. દરેક પાદને અંતે આવતા અનુપ્રાસ ગેય તત્ત્વની મધુરતામાં ઉમેરો કરે છે અને શ્રોતાના મન ઉપર એવા રણકારા પાડે છે કે તે ફરી ફરીને સાંભળવાની } ગાવાની લાલચ સેવ્યા જ કરે અને એ સેવનના પુનરાવર્તનમાંથી અના ઊંડાણમાં આપાપ સરતા જાય. પહેલી કડી વિહરમાન ભગવાન, સુણા મુજ વિનતિ, ત્રિભુવનપતિ: જગતારક જગનાથ, અ ભાસક લોકાલાક, વિણે જાણેા તી, તે પણ વિતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17