Book Title: Athadamal Talo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ અથડામણ ટાળો અડચણ નહીં આવે. એટલે આ કાયદાઓ સમજવામાં ભૂલ છે. કાયદા સમજાવનાર સમજદાર હોવો જોઈએ. આ ટ્રાફિકના લૉઝ પાળવા માટે તમે નિશ્ચય કરેલાં હોય છે, તો કેવા સરસ પળાય છે ! કેમ એમાં અહંકાર જાગતો નથી કે ભલે એ કહે પણ આપણે આમ જ કરવું છે. કારણ કે એ ટ્રાફિકના લૉઝમાં એ પોતે જ બુદ્ધિથી એટલું બધું સમજી શકે છે, સ્થળ છે એટલે, કે હાથ કપાઈ જશે, તરત મરી જઈશ. એવું આ અથડામણ કરીને આમાં મરી જઈશ એ ખબર નથી. આમાં બુદ્ધિ પહોંચી શકતી નથી. આ સૂક્ષ્મ વસ્તુ છે. આનાં નુકસાન બધાં સૂક્ષ્મ થાય છે ! પ્રથમ પ્રકાશ્ય આ સૂત્ર ! એક ભાઈને એકાવનની સાલમાં આ એક શબ્દ આપ્યો હતો. મને એ સંસાર પાર કરવાનો રસ્તો પૂછતો હતો. મેં એને “અથડામણ ટાળ' કહ્યું હતું અને આવી રીતે તેને સમજણ પાડી હતી. એ તો એવું બનેલું કે હું શાસ્ત્ર વાંચતો હતો, ત્યારે મને આવીને કહે કે, ‘દાદાજી, મને કશુંક જ્ઞાન આપો.” એ મારે ત્યાં નોકરી કરતો હતો. ત્યારે મેં એને કહ્યું, ‘તને શું આપે ? તું આખી દુનિયા જોડે લઢીને આવે છે, મારામારી કરીને આવે છે.’ રેલવેમાં ય ઠોકાઠોક કરે, આમ પૈસાનાં પાણી કરે ને રેલવેને જે કાયદેસર ભરવાના છે, તે ના ભરે અને ઉપરથી ઝઘડાં કરે, આ બધું હું જાણું. તે મેં એને કહ્યું કે, તને શીખવાડીને શું કરવાનું ? તું તો બધા જોડે અથડાઉં છું તે !” ત્યારે મને કહે છે ‘દાદાજી, આ તમે જે જ્ઞાન બધાને કહો છો, એ તો મને કંઈ શીખવાડો.” મેં કહ્યું, ‘તને શીખવાડીને શું કરવાનું ? તું તો રોજ ગાડીમાં મારામાર, ઠોકાઠોક કરીને આવે છે.” સરકારમાં દસ રૂપિયા ભરવા જેવો સામાન હોય તો ય વગર પૈસે ભરીને લાવે અને વીસ રૂપિયાના ચા-પાણી પાઈ દે લોકોને ! એટલે અમારે તો દસ બચે નહીં. ઉલટાં દસ વધારે વપરાય, એવો નોબલ (!) માણસ. અથડામણ ટાળો તે “આવો આવો’ ત્યાં કહ્યું કે પેલો ખુશ ખુશ થઈ જાય. તે પછી મને કહે છે, “આ તમે મને કંઈક જ્ઞાન શીખવાડો. મેં કહ્યું, ‘તું તો રોજ વઢવાડો કરીને આવું છું. રોજ મારે તો સાંભળવું પડે છે.” “તો ય કાકા, કશુંક આપો, કશુંક તો આપો મને.” એ કહે છે. ત્યારે મેં કહ્યું, ‘એક વાક્ય આપું, જો પાળું તો.' ત્યારે કહે છે, “ચોક્કસ પાળીશ.” મેં કહ્યું, કોઈની ય અથડામણમાં ના આવીશ.” ત્યારે કહે, “અથડામણ એટલે શું, દાદાજી ? મને કહો. સમજણ પાડો.” મેં કહ્યું કે, “આપણે સીધા ચાલતા હોઈએ, તે વચમાં થાંભલો આવે તો આપણે ફરીને જવું કે થાંભલાને અથડાવવું ?” ત્યારે એ કહે, ના. અથડાઈએ તો માથું તૂટી જાય.” મેં કહ્યું, ‘આ સામેથી ભેંસ આવતી હોય તો તારે આમ ફરીને જવું કે એને અથડાઈને જવું ?” ત્યારે કહે, ‘અથડાઈને જઉં તો મને મારે. એટલે આમ ફરીને જવું પડે.” પછી કહ્યું, સાપ આવતો હોય તો ? મોટો પથ્થર પડ્યો હોય તો ?” ત્યારે કહે, એને ય ફરીને જવું પડે.” મેં કહ્યું, “કોણે ફરવું જોઈએ ?” ત્યારે કહે, આપણે ફરવું પડે.” મેં કહ્યું, ‘શા સારું ?” ત્યારે કહે, ‘આપણા સુખ માટે. આપણે અથડાઈએ તો આપણને વાગે !” મેં કહ્યું, “આ દુનિયામાં કેટલાંક લોકો પથરા જેવા છે, કેટલાંક લોકો ભેંસ જેવા છે, કેટલાંક ગાયો જેવા છે, કેટલાંક મનુષ્ય જેવા છે, કેટલાંક સાપ જેવા છે. કેટલાંક થાંભલા જેવા છે, બધી જાતના લોક છે. એમાં હવે તું અથડામણમાં ના આવીશ. એ રસ્તો કરજે.” તે ૧૯૫૧માં સમજણ પાડી'તી. તે અત્યારે ય એ કાચો નથી પડતો. એ કોઈની અથડામણમાં આવ્યો જ નથી ત્યાર પછી. આ શેઠ આમ એના કાકા થાય, તે જાણી ગયેલાં કે આ અથડામણમાં આવતો નથી. એટલે એ શેઠ જાણી-જોઈને સળીઓ કર કર કરે. એ આમથી સળી કરે, ત્યારે આમ ફરીને નીકળી જાય. એ આમથી સળી કરે તો આમ ફરીને નીકળી જાય. અડવા ના દે. કોઈની ય સાથે અથડામણમાં આવ્યો જ નથી, ૧૯૫૧ પછી.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17