Book Title: Athadamal Talo Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ અથડામણ ટાળો દાદાશ્રી : એ પોતે શુદ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુદ્ધાત્મા છીએ, એ પણ શુદ્ધાત્મા છે. હવે બન્ને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય, તે પેલો આપે કંઈક. માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદય છે ને સામો નિમિત્ત છે, એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઈ ગયો. આ ‘સોલ્યુશન” હોય, ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને ? આવો ફોડ નહીં પાડો, તો સહન કરવાથી શું થશે ? એક દહાડો એ “સ્પ્રીંગ’ કૂદશે. કૂદેલી સ્ત્રીંગ તમે જોયેલી ? મારી “સ્પ્રીંગ” બહુ કૂદતી હતી. ઘણાં દહાડા હું બહુ સહન કરી લઉં ને પછી એક દહાડો ઉછળે તો બધું જ ઉડાડી મૂકું. આ બધું અજ્ઞાન દશાનું, મને એનો ખ્યાલ છે. એ મારા લક્ષમાં છે. એટલે તો હું કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાન દશામાં સહન કરવાનું હોય. આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું, ચોપડામાં પદ્ધતિસરનું જોઈ લેવું, કોઈ વસ્તુ ચોપડા બહારની હોતી નથી. અથડાયા, આપણી જ ભૂલથી ! આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી. સામાં તો અથડાવાનાં જ છે. ‘તમે કેમ અથડાયા ?” ત્યારે કહે, ‘સામો અથડાયો એટલે !' તે તમે આંધળા અને એ આંધળો થઈ ગયો. પ્રશ્નકર્તા : અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય ? દાદાશ્રી : માથું ફૂટી જાય ! તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું ? પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે. દાદાશ્રી : હા, અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે “એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ અથડામણ ટાળો થઈ !! ભલ પોતાની જડે એટલે થઈ ગયો ઊકેલ, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે “સામાની ભૂલ છે” એવું ખોળવા જઈશું તો કોઈ દહાડો ય આ પઝલ સોલ્વ નહીં થાય. “આપણી ભૂલ છે” એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે અને ઉપાયો કરવા, એ આપણો અંદરખાને છુપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે, તો આપણે એમ કહેવું કે “તો પહેલેથી જ વાંકો છું.” બુદ્ધિ જ સંસારમાં અથાડી મારે છે. અરે, એક બાયડીનું સાંભળીને ચાલે તો ય પડતી આવે, અથડામણ થઈ જાય, તો તો આ તો બુદ્ધિબેન ! તેમનું સાંભળે તો ક્યાંનો ક્યાંય ફેંકાય જાય. અરે, રાત્રે બે વાગે ઉઠાડીને બુદ્ધિબેન અવળું દેખાડે. બૈરી તો અમુક વખત ભેગી થાય પણ બુદ્ધિબેન તો નિરંતર સાથે ને સાથે જ રહે. તે બુદ્ધિ તો ‘ડીથ્રોન” (ફેંકાવી દે) કરાવે તેવી છે. જો તમારે મોક્ષે જ જવું હોય તો બુદ્ધિનું જરાય સાંભળવાનું નહીં. બુદ્ધિ તો એવી છે કે જ્ઞાની પુરુષનું પણ અવળું દેખાડે. અલ્યા, જેનાં થકી તને મોક્ષ પ્રાપ્ત થાય તેમ છે, તેમનું જ અવળું દીઠું ? તે તમારો મોક્ષ તમારાથી અનંત અવતાર છેટો થઈ જશે ! અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. કોઈની ય જોડે અથડામણ થઈ, એ આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું-ખોટું ભગવાન જોતાં જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે “એ ગમે તે બોલ્યા, પણ કંઈ અથડાયું તો નથી ને ?” ત્યારે કહે, “ના.” “બસ, અમારે એટલું જ જોઈએ.’ એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો કંઢ જ હોતો નથી ને ! અથડાય, તે બધાં ભીંત ! ભીંત અથડાઈ તો ભીંતની ભૂલ કે આપણી ભૂલ ? ભીંત જોડે આપણે ન્યાય માંગીએ કે “ખસી જા, ખસી જા.' તો ? અને આપણેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17