Book Title: Athadamal Talo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ અથડામણ ટાળો દાદાશ્રી : અજ્ઞાનતા. જયાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે, એ તમારી નિર્બળતાની નિશાની છે. લોક ખોટાં નથી. મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણી-જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે ‘ભઈ, મને આ સમજણ પડતી નથી.” બાકી, લોક ભૂલ કરતાં જ નથી, લોકો મતભેદ પાડે એવાં છે જ નહીં. જ્યાં અથડામણ થઈ, ત્યાં આપણી જ ભૂલ છે. પ્રશ્નકર્તા : અથડામણ ટાળવી હોય તો ય થાંભલો વચ્ચે ઊભો હોય, તો આપણે બાજુએ રહીને ખસી જવું. પણ થાંભલો જ આપણા પર પડે તો ત્યાં શું કરવું ? દાદાશ્રી : પડે એટલે પછી ખસી જવાનું. પ્રશ્નકર્તા ગમે તેટલું ખસી જવા જઈએ તો ય થાંભલો આપણને વાગ્યા વગર રહે નહીં. દાખલા તરીકે, આપણી પત્ની અથડાય. દાદાશ્રી : અથડાય, તે ઘડીએ આપણે શું કરવું, તે ખોળી કાઢવાનું. પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે, એનું કારણ આપણો અહંકાર છે ? દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે, તે આપણો અહંકાર ઓગાળી નાખે છે અને તે ય પેલો ‘ડ્રામેટિક’ અહંકાર જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવાં દેતાં નથી. આપણે તો નાનું બાળક સામું હોય તો ય કહીએ, હવે છૂટકારો કર. સમાવો સર્વ સાગર સમ પેટમાં ! પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં મોટો નાનાની ભૂલ કાઢે, નાનો એનાથી નાનાની ભૂલો કાઢે, વ્યુ પોઈન્ટની અથડામણમાં, એ કેમ ? દાદાશ્રી : આ તો એવું છે કે મોટો નાનાને ખઈ જાય. તે મોટો ૧૪ અથડામણ ટાળો નાનાની ભૂમ્બ કાઢે. એના કરતાં આપણે કહીએ મારી જ ભૂલ, ભૂલ જો માથે લઈએ તો એનો ઉકેલ આવે. અમે શું કરીએ ? બીજો જો સહન ના કરી શકે, તો અમે અમારે જ માથે લઈ લઈએ, બીજાની ભૂલો ના કાઢીએ. તે શા સારું બીજાને આપીએ ? આપણી પાસે તો સાગર જેવડું પેટ છે ! જુઓને, આ મુંબઈની બધી જ ગટરનું પાણી સાગર સમાવે છે ને ? તેમ આપણે ય પી લેવાનું. તેથી શું થશે કે આ છોકરાંઓ ઉપર, બીજા બધાં ઉપર પ્રભાવ પડશે. એ ય શીખશે. બાળકો ય સમજી જાય કે આમનું સાગર જેવડું પેટ છે ! જેટલું આવે તેટલું જમે કરી લો. વ્યવહારમાં નિયમ છે કે અપમાન કરનાર પોતાની શક્તિ આપીને જાય. તેથી અપમાન લઈ લઈએ હસતે મુખે ! ‘ન્યાય સ્વરૂપ', ત્યાં ઉપાય તપ ! પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની, ‘સમભાવે નિકાલ કરવાની આપણી વૃતિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે, તો શું કરવું આપણે ? દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો ‘સમભાવે નિકાલ કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું પઝલ સોલ્વ કર્યા કરવું. પ્રશ્નકર્તા : આ અથડામણ થાય છે, તે ‘વ્યવસ્થિત'ના આધારે જ હશેને ? દાદાશ્રી : હા. અથડામણ છે તે ‘વ્યવસ્થિત'ના આધારે ખરી પણ એવું ક્યારે કહેવાય ? અથડામણ થઈ ગયા પછી. ‘આપણે અથડામણ નથી કરવી” એવો આપણે નિશ્ચય હોય. સામે થાંભલો દેખાય એટલે આપણે જાણીએ કે થાંભલો આવે છે, ફરીને જવું પડશે, અથડાવું તો નથી જ. પણ એમ છતાં અથડામણ થઈ જાય ત્યારે આપણે કહેવું, ‘વ્યવસ્થિત છે.’ પહેલેથી જ ‘વ્યવસ્થિત છે” માનીને ઠંડીએ તો તો ‘વ્યવસ્થિત’નો દુરુપયોગ થયો કહેવાય.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17