Book Title: Athadamal Talo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ અથડામણ ટાળો કહીએ કે “અહીં રહીને જ જવાનો છું.’ તો ? કોનું માથું ફૂટી જાય ? પ્રશ્નકર્તા : આપણું. દાદાશ્રી : એટલે કોણે ચેતવું પડે ? એમાં ભીંતને શું ? એમાં કોનો દોષ ? જેને વાગ્યું તેનો દોષ. એટલે ભીંત જેવું જગત છે. ભીંતને અથડાવ તો મતભેદ ભીંત જોડે પડે ખરો ? ભીંતને તમે અથડાઈ ગયા કોઈ વખત કે બારણાંને, તો તે ઘડીએ મતભેદ પડે બારણાં જોડે કે ભીંત જોડે ? પ્રશ્નકર્તા : એ બારણું તો નિર્જીવ વસ્તુ છે ને ? દાદાશ્રી : એટલે જીવને માટે જ તમે એમ માનો છો કે આ એ અથડાયો મારી જોડે, આ દુનિયામાં જે અથડાય છે એ બધી જ નિર્જીવ વસ્તુ હોય છે. અથડાય છે એ જીવંત ના હોય, જીવંત અથડાય નહીં. નિર્જીવ વસ્તુ અથડાય. એટલે તમારે ભીંત જેવું જ તરત સમજી લેવાનું એટલે ડખો નહીં કરવાનો ! આમ થોડીવાર પછી કહીએ, ‘હેંડો, ચા કાઢો.” હમણે એક છોકરું ઢેખાળો (પથ્થર) મારે અને લોહી નીકળે, એટલે છોકરા ઉપર શું કરો ? ગુસ્સો કરો. અને તમે જતા હો અને ડુંગર ઉપરથી એક પથરો પડ્યો. તે વાગે ને લોહી નીકળે તો પછી શું કરો ? ગુસ્સો કરો ? ના. એનું શું કારણ ? પેલો ડુંગર ઉપરથી પડેલો છે ! પછી આ છોકરો પસ્તાતો હોય કે આ ક્યાં થઈ ગયું મારાથી. આ ડુંગર ઉપરથી પડ્યો, તે કોણે કર્યું ? એટલે આ દુનિયાને સમજો. મારી પાસે આવો તો ચિંતા ના થાય એવું તમને કરી આપું. અને સંસારમાં સારી રીતે રહો અને વાઈફ જોડે ફરો નિરાંતે ! અને છોકરાં-છોકરીઓ પૈણાવો નિરાંતે. પછી વાઈફ ખુશ થઈ જશે, “કહેવું પડે કેવાં ડાહ્યા કરી આપ્યા, મારા ધણીને !” કહેશે. હવે વાઈફને કોઈ પાડોશી બઈ જોડે વઢવાડ થયેલી હોય અને એનું મગજ તપી ગયેલું હોય અને આપણે બહારથી આવ્યા તો એ તપી ૧૦ અથડામણ ટાળો ગયેલું બોલે, તો આપણે શું કરવું પાછું ? આપણે તપી જવું પાછું ? એવાં સંજોગો ઊભા થાય છે, ત્યાં આગળ એડજસ્ટ થઈને આપણે ચાલવું જોઈએ. ક્યા સંજોગમાં હવે તપેલી છે આજે, કોની જોડે તપી ગયેલી હોય, શું ખબર પડે ? એટલે આપણે પુરુષ થયા, મતભેદ ન પડવા દઈએ. એ મતભેદ પાડે તો ય વાળી લેવું. મતભેદ એટલે અથડામણ ! સાયન્સ સમજવા જેવું ! પ્રશ્નકર્તા: આપણે ક્લેશ ના કરવો હોય પણ સામે આવીને ઝઘડે તો શું કરવું ? દાદાશ્રી : આ ભીંત જોડે લઢે, તો કેટલો વખતે લઢી શકે ? આ ભીંત જોડે એક દહાડો માથે અથડાયું, તો આપણે એની જોડે શું કરવું? માથે અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઈ એટલે આપણે ભીંતને મારમાર કરવી ? એમ આ ખૂબ ક્લેશ કરાવતું હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવા છે, આવું સમજવાનું. પછી કોઈ મુશ્કેલી નથી. પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે, ને એ વધારે ક્લેશ કરે. દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો, તેથી આવું થયું. રાત્રે માણસ ઉઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તો ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઈ ? મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઈ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી અસર થાય છે એવું પણ કશું હોતું નથી. “ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (માત્ર વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) છે. કોઈની આટલી સત્તા નથી. આટલી ય સત્તા વગરનું જગત, એમાં કોઈ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય !

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17