Book Title: Athadamal Talo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 1
________________ અથડામણ ટાળો - દાદા ભગવાન પ્રરૂપિત અથડામણ ટાળો ! જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ. પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અચાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે. પણ આપણો નુકસાન કરવાનો ઈરાદો ન હોવો જોઈએ. આપણે એને નુકસાન કરવા જઈએ તો આપણને જ નુકસાન થવાનું છે. એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો ને તેની સાથે તમને દુઃખ એમ ને એમ, ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહેજનહીં! એ અથડામણો છે. એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપરના વાહનવ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે. માટે કોઈની જોડે અથડાશો નહીં. એવી રીતે આ વ્યવહારિક કાર્યોમાં પણ અચકાશો નહીં. અથડામણ ટાળો! -દાદાશ્રી E-ELIGINAL

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 17