Book Title: Athadamal Talo Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ અથડામણ ટાળો ! ત આવ અથડામણમાં... કોઈની ય અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે.' આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોશે પહોંચીશ. તારી ભક્તિ અને અમારું વચનબળ બધું જ કામ કરી આપે. સામાની તૈયારી જોઈએ. અમારું એક જ વાક્ય જો કોઈ પાળે તો તે મોક્ષે જ જાય. અરે, અમારો એક શબ્દ “જેમ છે તેમ' આખો જ ગળી જાય તો ય મોક્ષ હાથમાં આવી જાય તેમ છે. પણ એને ‘જેમ છે તેમ' ગળી જા. અમારો એક શબ્દ એક દહાડો પાળે તો ગજબની શક્તિ ઉત્પન્ન થાય ! અંદર એટલી બધી શક્તિઓ છે કે ગમે તેવી અથડામણ કોઈ નાખી જાય તો ય તે ટાળી શકાય. જે જાણી-જોઈને ખાઈમાં પડવાની તૈયારીમાં છે, એવાંની જોડે અથડામણમાં બેસી રહેવું છે ? એ તો ક્યારે ય મોક્ષે નહીં જાય પણ તને ય એની જોડે બેસાડી રાખશે. અલ્યા, એ ક્યાંથી પોસાય ? જો તારે મોક્ષે જ જવું હોય તો આવાં જોડે બહુ દોઢડાહ્યા ય નહીં થવાનું. બધી જ બાજુથી ચોગરદમથી સાચવવાનું, નહીં તો તમારે આ જંજાળમાંથી છૂટવું હશે તો ય જગત, નહીં છૂટવા દે. માટે ઘર્ષણ ઉત્પન્ન કર્યા વગર “સ્કૂથલી’ બહાર નીકળી જવાનું છે. અરે, અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે જો તારું ધોતિયું ઝાંખરામાં ભરાયું હોય ને તારી મોક્ષની ગાડી ઊપડતી હોય તો મૂઆ ધોતિયું છોડાવવા ના બેસી રહીશ ! ધોતિયું મૂકીને દોડી જજે. અરે, એક ક્ષણ પણ એકેય અવસ્થામાં અથડામણ ટાળો ચોંટી રહેવા જેવું નથી. તો પછી બીજા બધાની તો વાત જ શી કરવી ? જ્યાં તું ચોંટટ્યો એટલે તું સ્વરૂપને ભૂલ્યો. જો ભૂલેચકે ય તું કોઈની અથડામણમાં આવી ગયો, તો તેનો નિકાલ કરી નાખજે. સહજ રીતે એ અથડામણમાંથી ઘર્ષણની ચકમક ઉડાડ્યા વગર નીકળી જજે. ટ્રાફિકના લૉથી ટળે અથડામણ ! જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ ને ! પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અથાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે. પણ આપણો નુકસાન કરવાનો ઈરાદો ન હોવો જોઈએ. આપણે એને નુકસાન કરવા જઈએ તો આપણને એ નુકસાન થવાનું છે. એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો તો તેની સાથે તમને દુઃખ એમ ને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં. એ અથડામણો છે, એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપરના વાહનવ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો, અથડાવામાં જોખમ છે. માટે કોઈની જોડે અથડાશો નહીં. એવી રીતે આ વ્યવહારિક કાર્યોમાં પણ અથડાશો નહીં. અથડાવામાં જોખમ જ છે હંમેશાં. અને અથડાવાનું કોઈક દહાડો બને છે. કંઈ મહિનામાં બસો વખત થાય છે ? મહિનામાં કેટલાં વખત આવે છે એવું ? પ્રશ્નકર્તા: કો'ક વખત ! બે-ચાર વખત. દાદાશ્રી : હં. તે એટલાં સુધારી લેવા આપણે. મારું કહેવાનું, શા માટે આપણે બગાડીએ, પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં. આ છે તે ટ્રાફિકના લૉઝ બધાં, એ લૉના આધારે ચાલે છે, એમાં પોતાની સમજણે કોઈ ના ચાલેને ? અને આમાં પોતાની સમજણે જ ! કાયદા નહીં ? પેલામાં તો કોઈ દહાડો અડચણ નથી આવતી, એ કેવું સરસ ટ્રાફિક ગોઠવાયેલું છે. હવે આ જો કાયદા તમે સમજીને ચાલો, તો ફરીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17