Book Title: Athadamal Talo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ અથડામણ ટાળો આમ જીવન જીવાય ! અથડામણ ટાળો આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? એવું સામાને છે. અને એના નિમિત્તે જે અથડામણ છે, એ તો છોડવાની નથી. નકામી બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં ! માટે તમે ભીંત જેવા થઈ જાઓને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલાં છે, તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ! ને તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઈ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને “હેલ્પ’ કરે. માટે ભૂલ આપણી હોય તો જ ભીંત અથડાય છે. એમાં ભીંતની ભૂલ નથી. ત્યારે મને લોકો કહે છે કે, “આ લોકો બધા કંઈ ભીંત છે ?” ત્યારે હું કહું છું કે, ‘હા, લોકો એ પણ ભીંત જ છે.” એ હું જોઈને કહું છું. આ કંઈ ગમ્યું નથી. કોઈની જોડે મતભેદ પડવો અને ભીંત જોડે અથડાવું, એ બે સરખી વસ્તુ છે. એ બેમાં ફેર નથી. આ ભીંતની જોડે અથડાય છે, એ નહીં દેખાવાથી અથડાય છે ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી. આગળનું એને સોલ્યુશન જડતું નથી એટલે મતભેદ પડે છે. આ ક્રોધ-માન-માયા-લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ બધું કરે છે ! તે આમ વાતને સમજવી જોઈએને ! વાગે તેનો દોષને, ભીંતનો કંઈ દોષ ખરો ? તે આ જગતમાં બધી ભીંતો જ છે. ભીંત અથડાય એટલે આપણે ખરી-ખોટી કરવા એની જોડે નથી જતાંને ? કે “આ મારું ખરું છે' એવું લઢવા માટે ભાંજગડ નથી કરતાં ને ? એવું આ અત્યારે ભીંતની સ્થિતિમાં જ છે. આની જોડે ખરું કરાવવાની જરૂર જ નથી. જે અથડાય છે ને, તે આપણે સમજીએ કે એ ભીંતો જ છે. પછી ‘બારણું ક્યાં છે એની તપાસ કરવી તો અંધારામાં ય બારણું જડે. આમ હાથ હલાવતાં હલાવતાં જઈએ તો બારણું જડે કે ના જડે ? અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવું નથી એવો કાયદો પાળવો જોઈએ કે કોઈની અથડામણમાં આવવું નથી. બાકી, આ તો જીવતાં જ નથી આવડતું. પૈણતાં નહોતું આવડ્યું, તે મહાપરાણે પૈણ્યા ! બાપ થતાં નથી આવડતું, એમ ને એમ બાપ થઈ ગયો. છોકરાઓ ખુશ થઈ જાય એવું હવે જીવન જીવવું જોઈએ. સવારમાં બધાએ નક્કી કરવું જોઈએ કે ‘ભઈ, આજે કોઈની સામસામે અથડામણ ન આવે, એવું આપણે વિચાર કરી લો.’ અથડામણથી ફાયદો થાય છે એ મને દેખાડો. શું ફાયદો થાય છે ? પ્રશ્નકર્તા : દુઃખ થાય. દાદાશ્રી : દુઃખ થાય એટલું જ નહીં, આ અથડામણથી અત્યારે તો દુઃખ થયું, પણ આખો દહાડો બગડે અને આવતો ભવ પાછું મનુષ્યપણું જતું રહે. માણસપણું તો ક્યારે રહે કે સજ્જનતા હોય તો માણસપણું રહે. પણ પાશવતા હોય, ગોદા માર માર કરે, શીંગડા માર માર કરે, ત્યારે પછી ત્યાં આગળ માણસપણે ફરી આવે ?! ગાયો-ભેંસો શીંગડા મારે કે માણસ મારે ? પ્રશ્નકર્તા: માણસ વધારે મારે. દાદાશ્રી : તો માણસ મારે તો પછી એને જાનવરમાં જવું પડે. એટલે ત્યાં આગળ બે પગને બદલે ચાર પગ ને પૂછડું વધારાનું પાછું ! ત્યાંનું કંઈ જેવું તેવું છે ! ત્યાં કંઈ દુઃખ નથી ? બહુ છે. જરા સમજવું પડે, આમ કેમ ચાલે તે ! અથડામણ, એ અજ્ઞાનતા જ આપણી ! પ્રશ્નકર્તા : જીવનમાં સ્વભાવ નથી મળતા, તેથી અથડામણ થાય દાદાશ્રી : અથડામણ થાય, તેનું જ નામ સંસાર છે ! પ્રશ્નકર્તા : અથડામણ થવાનું કારણ શું ?

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17