________________
અથડામણ ટાળો
૧૭ આપણું વિજ્ઞાન મેળવ્યા પછી માણસ એવો રહી શકે. અગર તો સામાન્ય જનતામાં કો'ક માણસ એવી રીતે રહી શકે, એવાં પુણ્યશાળી લોકો હોય છે ! પણ એ તો અમુક જગ્યાએ રહી શકે, દરેક બાબતમાં ના રહી શકે !
પ્રશ્નકર્તા : બધા ઘર્ષણનું કારણ એ જ છે ને કે એક ‘લેયર’માંથી બીજા ‘લેયર’નું અંતર બહુ વધારે છે ?
દાદાશ્રી : ઘર્ષણ એ પ્રગતિ છે ! જેટલી માથાકૂટ થાય, ઘર્ષણ થાય, એટલો ઊંચે ચઢવાનો રસ્તો મળે. ઘર્ષણ ના થાય તો ત્યાંના ત્યાં જ રહેશો. લોક ઘર્ષણ ખોળે છે.
ઘર્ષણથી પ્રગતિના પંથે... પ્રશ્નકર્તા : ઘર્ષણ પ્રગતિને માટે છે, એમ કરીને ખોળે તો પ્રગતિ થાય.
દાદાશ્રી : પણ એ સમજીને નથી ખોળતાં ! ભગવાન કંઈ ઊંચે લઈ જઈ રહ્યા નથી, ઘર્ષણ ઊંચે લઈ જાય છે. ઘર્ષણ અમુક હદ સુધી ઊંચે લાવી શકે, પછી જ્ઞાની મળે તો જ કામ થાય. ઘર્ષણ તો કુદરતી રીતે થાય છે. નદીમાં પથ્થરો આમથી તેમ ઘસાઈ ઘસાઈને ગોળ થાય છે તેમ.
પ્રશ્નકર્તા : ઘર્ષણ અને સંઘર્ષણનો તફાવત શો ?
દાદાશ્રી : જીવ ના હોય તે બધાં અથડાય, તે ઘર્ષણ કહેવાય ને જીવવાળાં અથડાય ત્યારે સંઘર્ષણ થાય.
પ્રશ્નકર્તા: સંઘર્ષથી આત્મશક્તિ રૂંધાય છે ને ?
દાદાશ્રી: હા, ખરી વાત છે. સંઘર્ષ થાય તેનો વાંધો નથી, ‘સંઘર્ષ આપણે કરવો છે” એવો ભાવ કાઢી નાખવાનું હું કહું છું. “આપણે” સંઘર્ષ કરવાનો ભાવ ના હોય, પછી ભલેને “ચંદુલાલ’ સંઘર્ષ કરે. આપણે ભાવ
૧૮
અથડામણ ટાળો રૂંધે એવું ના હોવું જોઈએ !
ઘર્ષણ કરાવે, પ્રકૃતિ ! પ્રશ્નકર્તા : ઘર્ષણ કોણ કરાવે છે ? જડ કે ચેતન ?
દાદાશ્રી : પાછલાં ઘર્ષણ જ ઘર્ષણ કરાવે છે ! જડ કે ચેતનનો આમાં સવાલ જ નથી. આત્મા આમાં હાથ ઘાલતો જ નથી. આ બધું ઘર્ષણ પુદ્ગલ જ કરાવે છે. પણ જે પાછલાં ઘર્ષણ છે તે ફરી ઘર્ષણ કરાવડાવે છે. જેને પાછલાં ઘર્ષણ પૂરાં થઈ ગયાં છે, તેને ફરી ઘર્ષણ ન થાય. નહીં તો ઘર્ષણને એનાં ઉપરથી ઘર્ષણ, એનાં ઉપરથી ઘર્ષણ એમ વધ્યા જ કરે.
પુદ્ગલ એટલે શું કે એ તદન જડ નથી, એ મિશ્ર ચેતન છે. આ વિભાવિક પુદ્ગલ કહેવાય છે. વિભાવિક એટલે વિશેષ ભાવે પરિણામ પામેલું પુદ્ગલ, એ બધું કરાવડાવે છે ! જે શુદ્ધ પુદ્ગલ છે, એ પુદ્ગલ આવું તેવું ના કરાવડાવે. આ પુદ્ગલ તો મિશ્ર ચેતન થયેલું છે. આત્માનો વિશેષ ભાવ અને આનો વિશેષ ભાવ, બે ભેગા થઈને ત્રીજું રૂપ થયું; પ્રકૃતિ સ્વરૂપ થયું. એ બધું ઘર્ષણ કરાવે છે !
પ્રશ્નકર્તા : ઘર્ષણ ના થાય, એ સાચો અહિંસક ભાવ પેદા થયો ગણાય ?
દાદાશ્રી : ના, એવું કશું નથી ! પણ આ દાદા પાસે જાણ્યું કે આ ભીંત જોડે ઘર્ષણ કરવાથી આટલો ફાયદો, તો ભગવાન જોડે ઘર્ષણ કરવામાં કેટલો ફાયદો ? એટલું જોખમ જાણવાથી જ આપણું પરિવર્તન થયા કરે !
અહિંસા તો પૂરેપૂરી સમજાય એવી નથી અને પૂરી રીતે સમજવી બહુ ભારે છે. એનાં કરતાં આવું પકડ્યું હોય ને કે ‘ઘર્ષણમાં ક્યારેય ન આવવું.’ એટલે પછી શું થાય કે શક્તિઓ અનામત રહ્યા કરે ને દહાડે દહાડે શક્તિઓ વધ્યા જ કરે. પછી ઘર્ષણથી જતી ખોટ ના જાય ! વખતે