Book Title: Athadamal Talo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ ૧૯ અથડામણ ટાળો ઘર્ષણ થઈ જાય તો ઘર્ષણની પાછળ આપણે પ્રતિક્રમણ કરીએ તો એ ભૂંસાઈ જાય. એટલે આ સમજવું જોઈએ કે અહીં આગળ ઘર્ષણ થઈ જાય છે, તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ. નહીં તો બહુ જોખમદારી છે. આ જ્ઞાનથી મોક્ષે તો જશો, પણ ઘર્ષણથી મોક્ષે જતાં વાંધા બહુ આવે ન મોડું થાય ! આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે, ત્યાં આગળ પ્રતિક્રમણ કરો એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય. સમાધાત સમ્યક્ જ્ઞાત થકી જ ! પ્રશ્નકર્તા ઃ દાદા, આ અહંકારની વાત ઘરમાં ય ઘણી વખત લાગુ પડે, સંસ્થામાં લાગુ પડે, દાદાનું કામ કરતાં હોય, એમાં ય કંઈ અહંકાર વચ્ચે ટકરાતાં હોય, ત્યાં ય લાગુ પડે. ત્યાં પણ સમાધાન જોઈએ ને ? દાદાશ્રી : હા, સમાધાન જોઈને ને ! એ આપણે ત્યાં જ્ઞાનવાળો સમાધાન લે, પણ જ્ઞાન નથી ત્યાં શું સમાધાન લે ? ત્યાં પછી જુદો પડતો જાય, એની જોડે મન જુદું પડતું જાય. આપણે અહીં જુદું ના પડે !!! પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરાવવું ના જોઈએ ને ? દાદાશ્રી : ટકરાય છે, એ તો સ્વભાવ છે. ત્યાં માલ એવો ભરેલો લાવ્યા છે. એટલે એવું થાય છે. જો એવો માલ ના લાવ્યા હોત તો એવું ના થાત. એટલે આપણે સમજી લેવું કે ભાઈની આદત જ છે આવી. એવું આપણે જાણવું. એટલે પછી આપણને અસર નહીં કરે. કારણ કે આદત, આદતવાળાની અને “આપણે” આપણાવાળા ! અને પછી તેનો નિકાલ થઈ જાય છે. તમે અટકી રહો ત્યારે ભાંજગડ, બાકી, ટકરામણ તો થાય. ટકરામણ ન થાય એવું બને જ નહીંને ! એ ટકરામણથી ૨૦ અથડામણ ટાળો આપણે એકબીજા સાથે જુદા ન પડાય એવું જોવાનું ફક્ત. ટકરામણ તો અવશ્ય થાય. એ તો બૈરી-ભાયડાને ય થાય. પણ તે એકનાં એક રહીએ છીએ ને પાછાં ?! એ તો થાય. એમાં કોઈના પર કંઈ દબાણ નથી કર્યું કે તમે ના ટકરાશો. પ્રશ્નકર્તા: પણ દાદા, ટકરામણો ન થાય એવો સતત ભાવ રહેવો જોઈએને ? દાદાશ્રી : હા, રહેવો જોઈએ. એ જ કરવાનું ને ! એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાનાં ! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું. કારણ કે એક પડ જતું જ રહે, પછી બીજું પડ જતું રહે. એમ પડવાળાને ? મને તો જ્યારે ટકરામણ થતી હતી, એટલે નોંધ કરતો હતો કે, આજે સારું જ્ઞાન મળ્યું ! ટકરાવાથી લપસી ના પડાય, જાગૃત ને જાગૃત જ રહેને ! એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવામાં ભાંજગડ નથી. ટકરાયા પછી સામસામે જુદું નહીં પડવું. એ અહીંયા પુરુષાર્થ છે. આપણું મન સામાથી જુદું પડતું હોય તો પ્રતિક્રમણ કરીને બધું રાગે પાડી દેવાનું. અમે આ બધાની જોડે શી રીતે મેળ પાડતાં હોઈશું? તમારી જોડે ય મેળ પડે છે કે નથી પડતો ? એવું છે, શબ્દોથી ટકરામણ ઊભી થાય છે. તે મારે બોલવાનું બહુ, છતાં ય ટકરામણ નથી થતી ને ? ટકરામણ તો થાય. ટકરામણ તો આ વાસણો ખખડે કે ના ખખડે ? પુદ્ગલનો સ્વભાવ છે ટકરાવું તે. પણ માલ ભર્યો હોય તો. ના ભર્યો હોય તો નહીં. અમારે ય ટકરામણ થતી હતી. પણ જ્ઞાન થયા પછી ટકરામણ નથી થઈ. કારણ કે અમારું જ્ઞાન અનુભવજ્ઞાન છે અને અમે નિકાલ કરીને આવેલા છીએ, આ જ્ઞાનથી ! બધું નિકાલ કરી કરીને આવેલાં છીએ અને તમારે નિકાલ કરવાનો બાકી છે. દોષો ધોવાય પ્રતિક્રમણથી ! કોઈની અથડામણમાં આવે એટલે પાછાં દોષો દેખાવા માંડે ને

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17