Book Title: Athadamal Talo
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ ૨૪ અથડામણ ટાળો બેસીએ, તો ય અથડામણ. દાદાશ્રી : એ બધી અથડામણો થવાની જ. આ જયાં સુધી વિકારી બાબત છે, સંબંધ છે, ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેણે વિષય જીત્યો, તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામે ય ના દે. એનો પ્રભાવ પડે. અથડામણો સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીની ! પ્રશ્નકર્તા: આપણું વાક્ય છે કે અથડામણ ટાળો. એ વાક્યનું આરાધન કરતો જાય તો ઠેઠ મોશે પહોંચાડે. એમાં સ્થૂળ અથડામણ ટાળો. પછી ધીમે ધીમે વધતા વધતા સૂક્ષ્મ અથડામણ, સૂક્ષ્મતર અથડામણ ટાળો એ સમજાવો. દાદાશ્રી : એને સૂઝ પડતી જ જાય, જેમ જેમ આગળ જાય ને તો એની મેળે, કોઈને શીખવાડવું ના પડે. એની મેળે જ આવડે. એ શબ્દ જ એવો છે કે, એ ઠેઠ મોક્ષે લઈ જાય. બીજો ‘ભોગવે એની ભૂલ’ એ પણ મોક્ષે લઈ જાય. આ એકએક શબ્દ મોક્ષે લઈ જાય. એની ગેરન્ટી આપણી. પ્રશ્નકર્તા : તો એ સ્થૂળ અથડામણનો દાખલો આપ્યો, પેલો સાપનો, થાંભલાનો કીધો. પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એનાં દાખલા, સૂક્ષ્મ અથડામણ કેવી હોય ? દાદાશ્રી : તારે ફાધર જોડે થાય છે, તે બધી સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : સૂક્ષ્મ એટલે માનસિક ? વાણીથી હોય એ પણ સૂક્ષ્મમાં જાય ? દાદાશ્રી : એ સ્થળમાં. જે પેલાને ખબર ના પડે. જે દેખાય નહીં, એ બધું સૂક્ષ્મમાં જાય. પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મ અથડામણ ટાળવાની કેવી રીતે ? અથડામણ ટાળો દાદાશ્રી : પહેલાં ધૂળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ અથડામણ ટાળવાની. પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણો કોને કહેવાય ? દાદાશ્રી : તું કો'કને મારતો હોય, ને આ ભઈ જ્ઞાનમાં જુએ કે ‘હું શુદ્ધાત્મા છું, આ વ્યવસ્થિત મારે છે.” તે બધું જુએ પણ મનથી તરત સ્ટેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા : ફરીથી કહો, સમજાયું નહીં બરાબર. દાદાશ્રી : આ તું બધા લોકોના દોષ જોઉં છું ને, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા : એટલે બીજાનો દોષ જોવા, એ સૂક્ષ્મતર અથડામણ. દાદાશ્રી : એવું નહીં, પોતે નક્કી કર્યુ હોય કે આ બીજામાં દોષ છે જ નહીં અને છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણો. કારણ કે એ છે તે શુદ્ધાત્મા છે અને દોષ જુદો છે. પ્રશ્નકર્તા : તો એ જ માનસિક અથડામણ કીધી તે ? દાદાશ્રી : એ માનસિક તો બધું સૂક્ષ્મમાં ગયું. પ્રશ્નકર્તા : તો આ બે વચ્ચે ક્યાં ફેર પડે છે ? દાદાશ્રી : આ મનની ઉપરની વાત છે આ તો. પ્રશ્નકર્તા : એટલે આ સૂક્ષ્મતર અથડામણ છે, તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે હોય ને ? દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય અને સૂક્ષ્મતર જુદું હોય. સૂક્ષ્મતમ એટલે તો છેલ્લી વાત. પ્રશ્નકર્તા ઃ એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી

Loading...

Page Navigation
1 ... 14 15 16 17