Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

Previous | Next

Page 6
________________ તેમની બિમાર હાલતના કારણે એ બર આવી નહિ. આથી બાકીનાં અધૂરાં કામ જેવાં અનુક્રમણિકા, ઉદ્દાત અને પ્રફ-રીડીંગનું કામ દહેગામનિવાસી પં. અંબાલાલ પ્રેમચંદ શાહ (વ્યાકરણતીર્થ) ને સોંપવામાં આવ્યું અને અમદાવાદનિવાસી પં. રતિલાલ દીપચંદ દેસાઈ (ન્યાયતીર્થ, તકભૂષણ) તેમજ પં. બાલાભાઈ વીરચંદ દેસાઈ (ન્યાયતીર્થ, તર્કબૂષણ)ના સહકારથી તેમણે તૈયાર કર્યું તે આ રૂપે અમે પ્રગટ કરીએ છીએ. એ સહકાર માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. આબુના છઠ્ઠા ભાગરૂપે આબુને લગતાં સ્તુતિ-સ્તોને સ્વ. મુનિશ્રીજીએ કરેલો સંગ્રહ તૈયાર પાડ્યો છે. સિંધથી કચ્છ સુધીના વિહારવર્ણનનું પુસ્તક પણ તૈયાર પડયું છે અને તેમના વિહાર વર્ણનની નોંધે જેને પ્રવાસ ડાયરો કહી શકાય તે તો ઘણી મહત્વની છપાવી શકાય એ રીતે તૈયાર છે. કેટલાંયે ગામોના પ્રાચીન શિલાલેઓને સંગ્રહ તો હજી એમ ને એમ પડ્યો છે. આ તરફ આબુના પહેલા ભાગની માગણી જોરશોરથી થાય છે. પરંતુ એ બધા કામને આપવા જેટલી સંપત્તિ અમારી પાસે નથી એ અમારે કબૂલવું જોઈએ. સમાજના સહકારથી અને સહાયથી એ પ્રકાશને વેલાસર હાથ પર લેવાની ભાવના અમે સેવી રહ્યા છીએ. મુનિ શ્રીવિશાળવિજયજી મહારાજશ્રીએ આ સંસ્થાને સહકાર આપવા અને મહારાજશ્રીનું લેખિત સાહિત્ય સંપવા જે ઉદારતા દર્શાવી છે તે માટે અમે તેમને આભાર માનીએ છીએ. આ પુસ્તક પ્રકાશનમાં સ્વર્ગસ્થ શાતમૂર્તિ મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજશ્રીના સદુપદેશથી જે જે મહાનુભાવ ગૃહસ્થાએ અને સંઘના અગ્રણીઓએ જે દ્રવ્ય સહાયતા કરી છે તે બદલ એ દરેકને અમો આભાર માનીએ છીએ અને હવે પછીના અમ્રગટ પ્રકાશનેમાં તેઓ ખાસ સહાયક બને તેમ ઈચ્છીએ છીએ. પ્રકાશક, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 446