Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad
View full book text
________________
ટેરીની પત્ની કેરોલે પોતાના પતિને સાંત્વના આપી. જોકે એને હૃદયમાં તો એવું લાગતું હતું કે ટેરી અંધ થતાં એની આખી જિંદગીમાં પણ અંધાપો વ્યાપી ગયો છે. એક ક્ષણે તો એ અંધ ટેરીને છોડીને ચાલ્યા જવાનો વિચાર કરતી હતી. બીજી બાજુ હતાશ અને નિરાશ ટેરી વોલેસ આવા ભયથી પીડિત હોવાને કારણે એ વારંવાર કેરોલને કહેતો, “જો તું મને છોડી જઈશ, તો હું આત્મહત્યા કરીશ.”
કેરોલને માટે આ અત્યંત કપરા દિવસો હતા. એને એનું સઘળું ધ્યાન ટેરી પર રાખવું પડતું હતું. વળી હતાશા અને નિરાશાથી વારંવાર નિસાસા નાખતા ટેરીને સમજાવવો પડતો હતો. ક્યારેક તો ટેરી હતાશાની એવી ઊંડી ગર્તામાં સરી જતો કે એને કેરોલ માંડ માંડ બહાર લાવતી હતી. કેરોલે નક્કી કર્યું હતું કે ગમે તેટલી આફત આવે, તો પણ ટેરીને છોડવો નથી. એને એમ લાગતું હતું કે એનો પ્રેમ ટેરીમાં નવી શક્તિ અને બળ પૂરશે.
અંધ ટેરીને આ પુનર્વસન કેન્દ્રમાં સઘળી સહાય પૂરી પાડવામાં ૧૪ આવી. એમાં પણ જ્યારે એના અધિકારીએ જાણ્યું કે ટેરીને સૌથી મોટું 1 દુઃખ તો ગોલ્ફની રમત ગુમાવ્યાનું છે, ત્યારે આ કેન્દ્રએ દેશમાં ચાલતા અંધ ગોલ્ફરોની સંસ્થાઓની તપાસ કરી. પુનર્વસન કેન્દ્રના સંચાલકે
અપંગનાં ઓજસ [૪]
કહ્યું,
તમે તમારી પ્રિય રમત ગોલ્ફ ફરી રમી શકશો. અંધજનો ગોલ્ફ રમે છે અને અમે એવી સંસ્થાઓની તપાસ કરી રહ્યા છીએ.”
સંચાલકના આ શબ્દો સાંભળતાં ટેરીએ કહ્યું, “સાહેબ, તમે સરસ મજાક કરી જાણો છો. પણ આ અશક્ય વાત છે. કોઈ બેવકૂફ પણ આવી કલ્પના કરી શકે નહીં.”
થોડા સમય બાદ સંચાલકે ટેરીને અંધ ગોલ્ફરોની સંસ્થાની વિગતો આપી, ત્યારે એનામાં અપાર ઉત્સાહ પ્રગટ્યો. એ ગોલ્ફ રમવા માટે થનગની રહ્યો. જીવનની સઘળી હતાશા અને નિરાશા જાણે બાજુએ ખસી ગઈ હોય એ રીતે એ આ રમત ખેલવાનું આયોજન કરવા લાગ્યો. આને માટે એને એક માર્ગદર્શક કૂતરો આપવામાં આવ્યો, જે કૂતરો ઝીયસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202