Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ બીજા સેટમાં વિજય મેળવ્યો. સેરેના સાથેની મૅચ પૂરી થતાં કોરીનાનો પરાજય થયો, પરંતુ કોરીનાનો ૬-૨, ૬-૩થી થયેલો પરાજય વિજય કરતાં પણ મહાન હતો. એક તદ્દન અશક્ય સ્થિતિમાંથી એણે દૃઢ મનોબળથી એ શક્ય કર્યું હતું. આમેય રમત એ હારજીતની બાબત નથી. માત્ર ખેલદિલીપૂર્વક ખેલવું એ જ એનો મહામંત્ર છે. કરીનાએ ટેનિસના ખેલાડીઓને નવા વિશ્વનો પરિચય કરાવ્યો. ટેનિસના ખેલાડીઓની દુનિયા આજે અજાયબ દુનિયા છે. પોતાના જેટ વિમાનમાં અંગત કાફલા સાથે આ ખેલાડીઓ જગતભરમાં ઘૂમતા હોય છે. એમના કાફલામાં કોચ હોય, પાળેલો કૂતરો હોય, આહારવિદ હોય અને મનોચિકિત્સક પણ હોય. આવા ખેલાડીઓને જીવનના સંઘર્ષોનો કોઈ પરિચય હોતો નથી. માત્ર કઈ રીતે રમતમાં વિજય મેળવવો તે એક જ ધ્યેય હોય છે અને આવા વિજયોથી મળતી કમાણીની ગણતરી જીવનમાં હોય છે. કોરીના અમેરિકન ઓપનના મેદાન પર આવી ત્યારે એક નવું જ વાતાવરણ જાગ્યું. એમાં કયો ખેલાડી રમતમાં વિજય મેળવે છે તેનું મહત્ત્વ નહોતું પરંતુ જીવનના સંઘર્ષમાં જે વિજેતા બન્યા છે તેનું અભિવાદન હતું. આજે કોરીના સહેજ વ્યાકુળ કે પછી થોડી હતાશ થાય ત્યારે ગયે વર્ષે જે મેદાન પર એણે જીત મેળવી હતી, એ મેદાન પર જાય છે અને એનાં સ્મરણોને યાદ કરીને રોમાંચિત બને છે. કોરીના જ્યારે અમેરિકન ઓપનમાં ખેલવા માટે જતી હતી ત્યારે એના ડૉક્ટર પિતાનો સંદેશો આવ્યો. પિતાએ સમાચાર આપતાં કહ્યું, તારા કેન્સરનું જોર ઘટી રહ્યું ૧૭૨ અપંગનાં ઓજસ છે. જિંદગીની અજાયબી પણ કેવી છે ! જે પિતાએ પ્રત્યક્ષ રૂપે કેન્સર થયાના સમાચાર આપ્યા હતા, એ પિતાએ ફોનથી કેન્સરનું જોર ઘટ્યાની જાણ કરી. જે સ્પર્ધામાં કોરીના પહેલા રાઉન્ડમાં જ પરાજય પામી, એ જ સ્પર્ધામાં બધા વિજેતાઓ ભુલાઈ ગયા, અને કોરીના જીવન વિજેતા બની રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202