Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 197
________________ કરીને પાછી આવતી સ્કૂટર-સવાર નેટલીને અકસ્માત નડ્યો. સામેથી ધસમસતી આવતી મોટરે નેટલીને ફંગોળી દીધી અને સ્કૂટર પરથી ઊછળીને એ જોરથી રસ્તા પર પટકાઈ. લોકો દોડી આવ્યા. એને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એના ડાબા પગે ઠેર ઠેર ઈજાઓ થઈ હતી, હાડકાંઓ ભાંગી ગયાં હતાં અને એ એવો છુંદાઈ ગયો હતો કે ડૉક્ટરોને ઓપરેશન કરીને એના ડાબા પગના ઘૂંટણથી નીચેનો પગ કાપી નાખવો પડ્યો. સમગ્ર દેશની નેટલી પર રાખેલી આશા પર પાણી ફરી વળ્યું. લોકોએ અફસોસનાં આંસુ સાર્યા. અખબારોએ લખ્યું કે એક અત્યંત આશાસ્પદ રમતવીર અકાળે મૂરઝાઈ ગઈ અને સૌની વાત પણ સાચી હતી, કારણ કે નેટલીની તરવા માટેની લગની, એની કુશળતા અને એની તીવ્ર સ્પર્ધાત્મક વૃત્તિને સહુ કોઈ જાણતા હતા, પણ હવે એ બધી વાત ભૂતકાળ બની ગઈ. બધા આ દુઃખદ ઘટનાને વિસરી જવાની કોશિશ કરતા હતા, ત્યારે પથારીમાં પડ્યા પડ્યા નેટલી ભવિષ્યનું સર્જન કરતી હતી. ચોમેર નિરાશાનાં કાળાં વાદળો ઘેરાયેલાં હતાં, તે સમયે નેટલીના ચિત્તમાં આશાનાં કિરણો ફૂટી નીકળ્યાં હતાં. એ વિચારતી કે એની ઓલમ્પિક સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા હતી, હવે એ એક નહીં પણ બે પ્રકારની ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લઈ શકશે ! એક વિકલાંગો માટેની ઑલિમ્પિક સ્પર્ધા અને બીજી સશક્તો માટેની ઑલિમ્પિક સ્પર્ધા. ડાબો પગ કપાઈ ગયો, એથી દુ:ખના દરિયામાં ડૂબી જવાને બદલે એણે હિંમતથી વિચાર્યું કે મારા જીવન સાથે તરવાનું અભિન્નપણે જોડાયેલું છે અને મારા સ્વપ્ન સાથે ઑલિમ્પિક સ્પર્ધા સદા સાથે રહેલી છે. સ્વપ્નો સેવવાં સરળ હતાં, પણ વાસ્તવિકતા વધુ ગંભીર અને વિકરાળ રૂપ લેતી હતી. સત્તર વર્ષની નેટલીને ૨૦૦૧ના ફેબ્રુઆરી મહિનામાં આ અકસ્માત થયો. ઘૂંટણ નીચેનો ડાબો પગ કપાવવો પડ્યો અને ત્રણ મહિના તો એને પલંગમાં સૂઈ રહેવું પડ્યું. ધીરે ધીરે એ માંડ માંડ ટેકો લઈને ચાલતી થઈ. જેવું એણે ચાલવાનું શરૂ કર્યું કે તરત જ એના મનમાં તરવાના વિચારો જાગ્યા. બસ, એક જ લગની કે ક્યારે અપંગનાં ઓજસ 6િ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202