Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ જગતમાં અને રમતજગતમાં એક પ્રકારની ભેદ રેખા દોરવામાં આવતી હતી. સશક્તો માટે એક પ્રકારની સ્પર્ધા હોય અને વિકલાંગો માટે બીજા પ્રકારની સ્પર્ધા હોય; પરંતુ નેટલીએ એના અથાગ પરિશ્રમ અને દૃઢ સંકલ્પથી સશક્તો અને વિકલાંગ વચ્ચેના ભેદની દીવાલને ભાંગી નાખી અને વિકલાંગ ખેલાડી પણ સશક્તો જેવી કામયાબી મેળવી શકે છે તે પુરવાર કરી આપ્યું. કોઈ સામાન્ય નહીં, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ સ્પર્ધામાં વિજય હાંસલ કર્યા અને એમ કહેવામાં આવે છે કે નેટલીએ સુવર્ણચંદ્રકો મેળવ્યા; પરંતુ એનાથીયે વિશેષ એણે દક્ષિણ આફ્રિકાના પ્રજાજનોના હૃદયમાં સ્થાન મેળવ્યું અને તેથીયે વિશેષ આખી દુનિયાના દિલનો સ્નેહ એણે પોતાની શક્તિથી જીતી લીધો. ઑલિમ્પિકમાં પહેલી વાર સ્થાન મેળવનારી આ વિકલાંગ યુવતીએ દસ કિલોમીટરની મેરેથોન તરણસ્પર્ધામાં સોળમું સ્થાન મેળવીને વિશ્વમાં એક નવો ચીલો ચીતરી આપ્યો. તરવાની સાથે દોડવાની નેટલીની પ્રબળ ઇચ્છા હતી. કુગર નૅશનલ ન પાર્કમાં જઈને એને દોટ લગાવવી હતી. એ આ પાર્કમાં ગઈ અને દોડ લગાવી. નેટલી સ્વપ્નાં સેવવામાં માને છે અને સ્વપ્નસિદ્ધિ ન થાય, ત્યાં | સુધી એ જંપીને બેસતી નથી. પોતાના જીવનના અનુભવો વિશે આજે એ નિશાળો, કંપનીઓ અને બીજાં મંડળોમાં વક્તવ્ય આપતાં કહે છે : પ્રત્યેક વ્યક્તિના જીવનમાં શુભ અને અશુભ સમય આવતો હોય છે; પરંતુ આપણે હંમેશાં શુભનો વિચાર કરવો જોઈએ અને એની ઉજવણી કરવી જોઈએ. અશુભ બાબતો કે વિચારો ઘણી વાર આપણા જીવનમાં અવરોધરૂપ બને છે. સારી અને ખરાબ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો અને એમાંથી કઈ રીતે શુભને પ્રગટ કરવું એ મારી જીવનયાત્રા બતાવે છે. મેં મુશ્કેલીઓને ઓળંગવા માટે જે કંઈ કર્યું અને એમાંથી હું જે કંઈ શીખી તે કોઈ પણ વય, જાતિ, પ્રજા, ધર્મ કે રાષ્ટ્રીયતા ધરાવતી અથવા તો આર્થિક રીતે સધ્ધર કે અભાવગ્રસ્ત સહુ કોઈ કરી શકે છે. આત્મશ્રદ્ધા રાખવી એ એક અસાધારણ શક્તિ છે. એને રોજિંદા જીવનમાં કઈ રીતે વાપરવી તે મહત્ત્વની બાબત છે.” અપંગનાં ઓજસ Wકે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202