Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ 9/%e lehle એની ઇચ્છા તો કોઈ ન્યૂઝ ચૅનલને માટે રમત-સમીક્ષક બનવાની હતી. એણે મનોમન વિચાર્યું, “મારામાં શક્તિ છે અને લગની છે, પછી પીછેહઠ કરવી શા માટે ?” પ્રત્યેક મુશ્કેલીને એણે પીછેહઠમાંથી આગેકૂચમાં પરિવર્તિત કરી દીધી હતી. કૉલેજના અભ્યાસનો પ્રારંભ કર્યો. કૉલેજમાં એન.એસ.એસ. અને એન.સી.સી. જેવી પ્રવૃત્તિ ચાલતી હતી. એના વિકલ્પે રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેવાનો હોય. જ્યોતિએ વિચાર્યું કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વખતે રમતગમતમાં ઘણી ટ્રોફી મેળવી હતી, તો પછી રમતગમતની પ્રવૃત્તિ સ્વીકારું તો ? એ વ્યાયામ-શિક્ષકને મળવા ગઈ. વ્યાયામ શિક્ષકે એની શારીરિક મર્યાદા જાણીને એની ઇચ્છા પર ઠંડું પાણી રેડતાં સલાહ આપી કે ‘ખેલકૂદની વાત છોડી દે. એમાં તારી દૃષ્ટિ-મર્યાદા તારી સૌથી મોટી મર્યાદા બનશે, આથી બહેતર છે કે તું યોગનો વિષય પસંદ કરે. યોગમાં તારે આંખોનો આટલો બધો ઉપયોગ કરવામાં આવશે નહીં.’ વ્યાયામ-શિક્ષકના એ શબ્દોએ જ્યોતિ પર જાદુઈ અસર કરી. જે શબ્દો નિરાશાના ઊંડા દરિયામાં ડુબાડી દે તેવા હતા, એ જ શબ્દોએ જ્યોતિને માટે નૂતન પડકારનું કાર્ય કર્યું. કોઈ એને એમ કહે કે ‘જ્યોતિ, તારે માટે આ શક્ય નથી,’ ત્યારે જ્યોતિના ચિત્તમાં એ અશક્યને શક્ય કરવાનો પ્રબળ સંકલ્પ જાગતો હતો. આથી એણે ખેલકૂદને પોતાના વિષય તરીકે સ્વીકારીને મહેનત શરૂ કરી. હજી માંડ એક મહિનો એણે તાલીમ લીધી અને આંતરકૉલેજ રમતસ્પર્ધાનો સમય આવ્યો. ફરી એક નવો પડકાર. સમયગાળો ઓછો હોવાથી પુષ્કળ પ્રેક્ટિસ કરવાની જરૂર હતી અને એથીય વધુ તો દેખતા લોકો સાથે સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. કૉલેજના અધ્યાપકોએ એમ માન્યું કે આ જ્યોતિ કશું ઝાઝું કરી શકવાની નથી. દોડની સ્પર્ધામાં ઊતરવા માટે અતિ ઉત્સાહી ભલે હોય, પરંતુ નિષ્ફળતા સિવાય બીજું કોઈ પરિણામ નથી. આથી એને માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લેવાની તક આપવામાં આવી અને એમાં પણ એને પહેલી ‘લેન’માં સ્થાન આપ્યું, જેથી ઓછું દેખતી જ્યોતિ ‘લેન’ની ~** K Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202