Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ એણે હઠ લીધી. એના પિતાએ એને સમજાવવા માટે કોશિશ કરી, પણ છેવટે પુત્રીની જીદ આગળ પિતાને નમતું જોખવું પડ્યું. એમણે બીજા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લીધી અને એમણે કહ્યું કે જ્યોતિ એની આંખની બરાબર સંભાળ લઈને એનો અભ્યાસ ચાલુ રાખે તો વાંધો નથી. ડૉક્ટરની આવી સલાહથી જ્યોતિના આનંદનો પાર ન રહ્યો. એ તરત જ પોતાની બ્લ્યૂબેલ્સ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં દોડી ગઈ અને જઈને એણે એના શિક્ષકોને મળીને કહ્યું કે હવે ત્રણ વર્ષ બાદ એ ફરી આઠમા ધોરણનો અભ્યાસ શરૂ કરશે, પરંતુ એવામાં વળી પાછી એક નવી મુસીબત ખડી થઈ. બીજા પ્રજ્ઞાચક્ષુઓ તો બ્રેઇલ લિપિ જાણતા હોવાને કારણે પુસ્તકો વાંચી શકતા હતા, જ્યારે જ્યોતિ તો જન્મથી અંધ ન હોવાને કારણે ક્યારેય બ્રેઇલ લિપિ શીખી ન હતી. હવે કરવું શું ? હવે કોણ એને સહારો આપે ? પણ મન હોય તો માળવે જવાય, એ રીતે જ્યોતિએ તપાસ કરી અને જાણવા મળ્યું કે નિશાળમાં જે વિષયો શીખવામાં એને મુશ્કેલી પડતી હોય, તો તે શિખવાડવાનું કામ નૅશનલ ઍસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડના સેવાભાવી કાર્યકરો કરે છે. આથી ૧૭૫ જ્યોતિ આખો દિવસ નિશાળમાં અભ્યાસ કરે અને પછી એ સંસ્થામાં જઈને પોતે વર્ગમાં સમજી શકી ન હોય એવા વિષયો એના શિક્ષકો પાસેથી શીખી લે. આમ દિવસ આખો જ્યોતિને અભ્યાસ કરવો પડતો, પરંતુ હૃદયમાં ભણવાનો એવો ઉત્સાહ હતો કે આંખનાં તદ્દન ઓછાં અજવાળાં અવરોધરૂપ બની શક્યાં નહીં. જ્યોતિએ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા આપી અને તોંતેર ટકા માર્ક મેળવ્યા. એણે મનમાં વિચાર્યું કે પોતાને બાળપણથી રમતગમતમાં રસ છે, તો પછી હવે આગળ અભ્યાસ કરીને રમતગમતની સમીક્ષક બન્યું. એણે આને માટે પત્રકારત્વમાં બી.એ.ની ડિગ્રી સંપાદિત •કરવાનું નક્કી કર્યું. એનામાં એક હિંમત અને ધગશ હતી. એક સમયે એ પોતાના નસીબને દોષ આપતી હતી, આજે એ પોતાના પુરુષાર્થને પ્રોત્સાહન આપતી હતી. રમતગમતના સમીક્ષક બનવું એ અતિ કઠિન કાર્ય હતું, તેમાં પણ ** Jain Education International -* For Private & Personal Use Only ale l«lehe www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202