Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 182
________________ ચડવાનું શરૂ કર્યું. ડૉક્ટરોએ એને મનાઈ ફરમાવી હતી કે આવી વિકલાંગ | સ્થિતિમાં એણે આવું જોખમ ખેડવાનો સ્વપ્નેય વિચાર કરવો નહીં. આમાં જો એ સહેજ સમતુલન ગુમાવે તો ઊછળીને ઊંધે માથે પડે. પગમાં કોઈ શક્તિ નહોતી તેથી ઘોડેસવારી સમયે ઘોડા પર બરાબર પકડ રાખી શકે એવી કોઈ શક્યતા નહોતી. પરંતુ જિમ બ્રિનોટે રઢ લીધી હતી કે ગમે તે થાય, પણ ઘોડેસવારી તો કરવી જ. બે નિક્યિ પગ અને પીઠના દુઃખાવા સાથે આ છોકરાએ એવો પ્રબળ પુરુષાર્થ આરંભ્યો કે એ ઘોડેસવારી કરવા લાગ્યો. એક વાર સવારી થઈ, પછી પૂછવું જ શું ? અશ્વ સાથે એને જન્મજાત પ્રેમ હતો અને તેથી એ એને આબાદ ખેલાવવા લાગ્યો. ક્યારેક ઘોડા પર બેસીને છલાંગ લગાવે, ક્યારેક કોઈ નાનો અવરોધ હોય તો ઘોડાને કુદાવીને પાર કરે. ક્યારેક એને આમતેમ ખૂબ ઘુમાવે અને હજી વીસીમાં પ્રવેશે ત્યાં તો જિમ બ્રિનોટ કુશળ ઘોડેસવાર બની ગયો. ધીરે ધીરે આબાદ રીતે અને આશ્ચર્યજનક કુશળતાથી ઘોડો ખેલાવવા માટે એની નામના ફેલાવા લાગી. પછી તો એ અશ્વારોહણની જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને ટ્રોફી મેળવવા લાગ્યો. કોઈ એના બે પેરાલિસિસ પામેલા પગ તરફ નજર કરીને સહાનુભૂતિ દાખવવા જાય, તો જિમ બ્રિનોટ એને અટકાવીને તરત કહેતો, “મારી પાસે તો ચાર જીવંત, કસાયેલા અને ચેતનવંતા પગ છે. બે પગ કરતાં રે બમણી શક્તિ છે મારી.' ઘોડાના ચાર પગ એ બ્રિનોટના પોતીકા પગ બની ગયા હતા! એવામાં અમેરિકાએ વિયેટનામમાં યુદ્ધમાં ઝંપલાવ્યું. દરેક નાગરિકને લશ્કરમાં ભરતી થવાનું આવ્યું. જિમ બ્રિનોટ પણ લશ્કરમાં સામેલ થયો. એને વિયેટનામના યુદ્ધમાં રણમોરચે મોકલવામાં આવ્યો. યુદ્ધના મોરચે એ લડવા નીકળ્યો. અહીં આ જવાંમર્દના જીવન પર એક નવી આફતનો એક વજઘાત થયો. એ યુદ્ધમાં બૉમ્બ-વિસ્ફોટથી ગંભીર રીતે ઘાયલ થયો, એણે એના બંને પગ ગુમાવ્યા. એનો ડાબો હાથ અડધો થઈ ગયો અને જમણી આંખ ચાલી ગઈ. બૉમ્બના વિસ્ફોટે જિમ બ્રિનોટના દેહને તહસનહસ કરી નાખ્યો. સામાન્ય માનવીને માટે તો આ જીવન હરનારો અંતિમ આઘાત ૧૫ અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202