Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 180
________________ વધુ ઊંચો બન્યો, પરંતુ આ પરિસ્થિતિને એણે સહજતાથી સ્વીકારી લીધી એટલું જ નહીં, એની માતાને કહ્યું, “આવી રીતે કૃત્રિમ પગ ધરાવતાં બીજાં બાળકો કરતાં પોતે વધુ આસાનીથી હરી-ફરી શકે છે.” ફિલિપે ધીરે ધીરે કૃત્રિમ પગો સાથે ચાલવાનું શરૂ કર્યું. દોડવાનો પ્રારંભ કર્યો અને બન્ને કૃત્રિમ પગ ધરાવતો આ બાળક રસ્તાઓ ૫૨ બીજાં સામાન્ય બાળકોની માફક જ સાઇકલ ચલાવવા લાગ્યો. કૃત્રિમ પગવાળા આ બાળકે ફૂટબૉલ ખેલવાનું વિચાર્યું અને ધીરે ધીરે એ એમાં એવો નિપુણ બન્યો કે એની સ્કૂલ ટીમનો એક અગ્રણી ખેલાડી બન્યો, એટલું જ નહીં, પણ એક ચપળ ગોલકીપર તરીકે એણે નામના મેળવી. એવામાં ગ્રંથાલયમાં વાંચતી વખતે એણે વૉટર-સ્કીઇંગ માટેની એક વિજ્ઞાપન વાંચી. એ સમયે ‘સ્કાઉટ’ નામની કૃત્રિમ પગ ધરાવનારાઓની સંસ્થામાં ફિલિપ જોડાયો હતો અને આ સંસ્થાનો એણે શ્રેષ્ઠ બાળકનો એવૉર્ડ મેળવ્યો હતો. એની સાથોસાથ ફિલિપને ‘આવા મોટા અને ગંભીર ઑપરેશન દરમિયાન દાખવેલી હિંમત અને પછીની સારવાર દરમિયાન દાખવેલી પ્રસન્નતા માટે' પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. એ પછી એણે વૉટર-સ્કી માટે તાલીમ મેળવવાનો પ્રારંભ કર્યો અને ૧૬૩ તાલીમબાજના માર્ગદર્શન હેઠળ એ શીખવા લાગ્યો. ઇંગ્લૅન્ડના એ સમયના વડાપ્રધાન માર્ગારેટ થેંચર અને ઇંગ્લૅન્ડનાં મહારાણીએ પણ આ હિમ્મતબાજ બાળકને ‘ચાઇલ્ડ ઑફ એચીવમેન્ટ' તરીકેનું પારિતોષિક આપ્યું અને આજે એ વૉટર-સ્કીઇંગ પોતાની રીતે કરી રહ્યો છે. ફિલિપ ડર્બિશાયરની માતા કૅરોલ કહે છે કે આ છોકરો એક અદ્ભુત છોકરો છે. એ ક્યારેય પોતાની શારીરિક પીડાની કે હલનચલનની મુશ્કેલીની ફરિયાદ કરતો નથી. ઑપરેશન પછી પહેલી વાર જ્યારે એને સ્વિમિંગ બાથમાં લઈ ગયા, ત્યારે આ નાનકડા છોકરાએ એની માતાને કહ્યું કે ત૨વામાં એને કદાચ થોડીઘણી મુશ્કેલી પડતી જોઈને એની માતાએ સહેજે રડવું નહીં, આંખમાં એક આંસુ પણ લાવવું નહીં અને જો એ આવું કરશે તો એને ગમશે નહીં. આમ આ બાળક એ આપત્તિઓ સામે ક્યારેય હાર નહીં પામનારો છે, જેણે પોતાના એ પછીના જીવનમાં પણ રમતક્ષેત્ર અને જીવનક્ષેત્રમાં પ્રગતિ સાધી. * Jain Education International R For Private & Personal Use Only | ame l«lehle www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202