Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ બંનેની અગ્નિપરીક્ષા હતી. આને માટે સમતોલન, કુશળતા અને કાબૂ એ ત્રણેયની જરૂર હતી. બે પગ વિનાનો, ભાંગેલા ડાબા હાથવાળો, મણકાની પીડાથી પરેશાન અને જમણી આંખ વિનાનો જિમ બ્રિનોટ ઘોડેસવારીની સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યો. એણે હોર્સ-શૉમાં બસો જેટલી ટ્રોફી અને રિબન મેળવી, એટલું જ નહીં પણ પૂર્ણ તંદુરસ્ત અને સહેજે વિકલાંગ ન હોય તેવા પ્રતિસ્પર્ધીઓ સામે એણે આબાદ રીતે ઘોડો ખેલાવીને વિજય મેળવ્યો. હજી વાત આટલેથી અટકી નહીં. એણે અમેરિકામાં પ્રવાસ શરૂ કર્યા અને જુદી જુદી સંસ્થાઓ, સંગઠનો, દેવળો અને દવાખાનાંઓમાં એણે પ્રવચનો આપીને અને પોતાના ઉદાહરણથી એવો સંદેશ આપ્યો કે તમે વિકલાંગ હો એનો અર્થ એવો સેહેજે નથી કે તમે અશક્ત છો ! માત્ર સાત વર્ષની વયે નેત્રહીન બનનારી બ્રિટનની જુલી ડોનેલી પોતાના માર્ગદર્શક કૂતરા ધૂનોની સહાયતા વગર એક ડગલું પણ ચાલી શકતી નહોતી. એણે હિમાલયના કોઈ શિખર પર આરોહણ કરવાનું નક્કી કર્યું. ૩૫ વર્ષની જુલીએ મનોમન નક્કી કર્યું કે નેપાળથી એવરેસ્ટ પર્વતની આધારશિબિર સુધી પહોંચવું અને ત્યાંથી કાળા પથ્થર નામના પર્વતના શિખરને આંબવાનો પ્રયાસ કરવો. આ પૂરાં છ અઠવાડિયાંનું અભિયાન હતું અને જુલી સોળ હજાર ફૂટની ઊંચાઈએ આવેલી એવરેસ્ટ આધારશિબિર સુધી પહોંચી ગઈ. એની સખી ઇલેન પણ એની સાથે હતી અને તે પછી પહાડીની ઊંચાઈના કારણે જુલીના પેટમાં ભારે ચૂંક આવવા લાગી. અનુભવી પર્વતારોહી ઇલેને ફરવા જવા કહ્યું, પણ જુલી તેના ઇરાદામાં મક્કમ હતી. એણે એનું બાકીનું આરોહણ વાતાવરણ અત્યંત ખરાબ હોવા છતાં એનો સામનો કરીને પૂરું કર્યું. જુલીએ આ સ્મૃતિઓનું આલેખન ‘ધ વિન્ડ હોમ’ નામના બ્રેઇલ લિપિમાં તૈયાર કરેલા પુસ્તકમાં કર્યું. એ કહે છે કે દરેક વ્યકિતના હૃદયમાં એક કાળો પથ્થર હોય છે અને જો તમારા મનમાં કોઈ મક્કમ ઇરાદો રાખો, તો તમે પણ એને પ્રાપ્ત કરી શકો. ** Jain Education International For Private & Personal Use Only ૧૬૭ elle llche www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202