Book Title: Apangna Ojas
Author(s): Kumarpal Desai
Publisher: Sanskar Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ નીકળ્યો હતો અને એની શંકા સેવતા ડૉક્ટરે એને હૉસ્પિટલમાં દાખલ કર્યો. ચારેક મહિના સુધી સારવાર આપી પણ એની કમરની નીચેનો ભાગ નિક્તિ બની ગયો. ડૉક્ટરોએ બાવીસ વર્ષના યુવાન કૉલમનને કહ્યું, “તું હવે કદી ચાલી શકીશ નહીં, તારે હાલ-ચૅરમાં જ આખું જીવન પસાર કરવું પડશે.” અને કૉલમનનું આખું જીવન છિન્નભિન્ન થઈ ગયું. એના સદ્ભાગ્યે એના પિતા હૉસ્પિટલના સંચાલન સાથે સંકળાયેલા હતા, તેથી એમણે જોરદાર એક્સપેરિમેન્ટલ થેરપીનો કાર્યક્રમ ઘડી કાઢ્યો અને એનું પરિણામ એ આવ્યું કે કૉલમન પગનો થોડો ઉપયોગ કરી શકતો. એ પછી તો વ્હીલચૅરમાં બેસીને એણે વિખ્યાત યુસીએલએમાં હોસ્પિટલ વ્યવસ્થાપનનો અભ્યાસ કર્યો. એના પગ થોડા કૃશ થઈ ગયા હોવા છતાં કૉલમને સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું અને પછી તો એક સમયનો લકવાગ્રસ્ત કૉલમન અને એની પત્ની રૂથ અમેરિકાના જુદા જુદા ભાગોની સાઇકલ-સફર ખેડી આવ્યા. હવે એમણે વેલામને મદદ કરવા માટે અડતાલીસ દિવસ ચાલનારા | બત્રીસસો માઈલના સાઇકલ-પ્રવાસમાં જોડાવાનું નક્કી કર્યું. આ પ્રવાસ અમેરિકાના એરિઝોનાથી શરૂ થઈને ફ્લોરિડા સુધીનો હતો. કૉલમને પોતે ૩૨00 ડૉલરની ફી ભરી, પરંતુ સાથોસાથ પોતાના સ્વજનો અને મિત્રોને બસો ડૉલરમાં સ્પોન્સર થવા નિમંત્રણ મોકલ્યું. કૉલમને આ સાઇકલ-પ્રવાસ મારફતે કેરોલ મેલામ માટે સાઠ હજાર ડૉલર મેળવવાનો આશય રાખ્યો. સ્થાનિક લાયન્સ ક્લબોએ પણ કૉલમનને સાથ આપ્યો અને આને માટે એણે ખાસ પ્રકારની સાઇકલ પણ બનાવી. ડૉક્ટરોએ કૉલમનને સાવધ કર્યો કે એના પગ સંવેદના ગુમાવી બેઠા છે. ત્યારે સિત્તેર વર્ષના કૉલમને કહ્યું કે મારું હૃદય કેરોલ વેલામની મુસીબતો અંગે સંવેદના અનુભવી શકે છે તેટલું પૂરતું છે. મેલામ અણધારી આફતના ઝખમ રૂઝવતી હતી ત્યાં જ એની માતા પણ મૃત્યુ પામી અને પોતાની આવી શારીરિક હાલતને કારણે એ એની અંતિમ વિધિમાં પણ જઈ શકી નહીં. કેન કૉલમને આ દીર્ઘ પ્રવાસ શરૂ કર્યો. કૃશ અને સંવેદનહીન પગથી પૅડલ મારીને એ આગળ વધતો રહ્યો. બીજા ૪૫ સાઇકલ અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202