Book Title: Anekarth Sangraha Satik Part 01 Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 9
________________ આ પ્રસ્તાવના : શ્રુતજ્ઞાનની ઉપાસના. અનાદિ અનંત આ સંસારમાં ચૌતન્ય સ્વરૂપ આત્મા, શુભાશુભ કર્મના વેગે પરિભ્રમણ કરી રહ્યો છે, એ ભવભ્રમણ આત્માની અનાથ દશાનું દ્યોતક છે. જે આત્મા એ ભવભ્રમણથી મુક્ત થાય તે જ આત્મા પરમશાંતિ પામે છે. એ પરમશાંતિ માટેનું ભવ્ય માગ શ્રી તીર્થંકર પરમાત્માએ બતાવ્યું છે. એ માર્ગના સ્વરૂપ માટે તેમણે દ્વાદશાંગી અર્થથી ત્રિપદી રૂપે પ્રરૂપી છે અને તેમના પટ્ટધર શિષ્યરત્ન શ્રી ગણધરદેએ એ દ્વાદશાંગી સૂત્ર રૂપે ગુંથી છે. એ જિનવચન મુક્તિમાર્ગનું પ્રકાશક છે. જિનવચન રૂ૫ શ્રુતજ્ઞાનની ઉપાસના અત્યંત જરૂરી છે. ભાષાજ્ઞાન સાધન છે. અધ્યાત્મની સિદ્ધિ એ આ વચનની આરાધના છે. એ વચને પ્રાકૃત સંસ્કૃત ભાષામાં ગુંથાયેલાં છે. અને એથી જે કલ્યાણકાંક્ષી આત્મા હોય તેને એ વચને સમજવા આદિની જિજ્ઞાસા જાગે અને તેથી સાધન રૂપ સંસ્કૃત ભાષા આદિનું અધ્યયન કરે. આત્મહિતની ભાવના વિના માત્ર ભાષાનું જ્ઞાન તે અધ્યાત્મ નથી. એથી જ આ ગીર્વાણ ગીર એ ધર્મશાસ્ત્રની ભાષા હોવાથી પ્રાયઃ ધર્મના અથ આત્માઓ એ ભાષાનું અધ્યયન કરે છે. પૂર્વમાં થઈ ગયેલા મહાપુરૂએ આ ભાષા દ્વારા ધર્મશાના રહસ્ય પામીને નવનવાં ધર્મશાસ્ત્રો પણ આલેખ્યાં છે. સંસ્કૃતભાષા બીજી ભાષાઓની માતા ગણાય છે અને એ ભાષા સુદઢ અને અલ્પશબ્દ અને મહાઅર્થની ઘાતક છે. સંસ્કૃત ભાષામાં આર્યધર્મોના મોટા ભાગનાં શા છે. આમ ધર્મશાસ્ત્રના આધારને કારણે સંસ્કૃત ભાષા ભારતમાં ધર્મભાષા તરીકે પ્રાયઃ ગણાય છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 392