Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
લીધું અને પેજ ૧૫૩થી બાકી કાર્ય તેમણે ઘણું ખંતથી પૂર્ણ કર્યું. અને એ રીતે આ પ્રથમ ભાગ પૂર્ણ થશે. બીજા ભાગનું કાર્ય પણ સારી રીતે ચાલે છે અને તે પણ અનુકુળ હશે તે આ વર્ષે પ્રગટ થઈ જશે.
આ ગ્રંથના સંશોધનમાં શક્ય પ્રયત્ન કાળજી રાખી છે અશુદ્ધિનું પ્રમાર્જન કર્યું છે. ૧) એક સ્વરાદિકાંડ (૨) કાન્તાદિ શબ્દકમ (૩) તે શબ્દકમમાં પણ અકારાદિકમ એ રીતે શેધનારને શબ્દ જલદી મળી શકે તે માટે શબ્દસૂચિ પણ પાછળ ઉમેરી છે.
આ ગ્રંથ પ્રકાશનમાં મારા પૂ. ગુરૂદેવ તથા પૂ. મુનિરાજશ્રી પાર્થવિજયજી મ.ને સૌ પ્રથમ ઉપકાર છે તે અત્રે ખાસ કૃતજ્ઞભાવે રજુ કરૂં છું.
આ ગ્રન્થના મોટા કાર્ય માટે પૂજ્ય મુનિરાજેએ પ્રેરણા આપી છે તથા જે જે સંઘેએ જ્ઞાનખાતા આદિ દ્વારા સહકાર આપેલ છે. તે સર્વની અનુમોદના કરું છું. કેમશયલ પ્રેસના શ્રી જેસંગભાઈ તથા વસંતભાઈ તથા વઢવાણ પ્રીન્ટલેન્ડ (મુદ્રણાલય)ના મેનેજર શ્રી કીરચંદભાઈએ આ કાર્ય માટે જે કાળજી રાખી છે તેની અહીં નેધ લઈ અનુમોદના કરું છું. ઉપસંહાર. આ ગ્રન્થકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથાદિ દ્વારા ગીર્વાણ ભાષાને સમૃદ્ધ બનાવી છે. તેઓશ્રીના જીવન અંગે પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, કુમારપાલ ચરિત્ર, વગેરે ગ્રન્થો છે. તેમજ 3. ખુલ્લર નિબંધ, શ્રી પીટર્સને રિપોર્ટ, હેમ સમીક્ષા, હેમચંદ્રાચાર્ય વગેરે પુસ્તક પણ છે. પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજીના ચરિત્રને ચિત્રમય રીતે પેઈન્ટર પાસે આલેખાવ્યું પણ છે પરંતુ તેમાંથી આ ગ્રન્થમાં જીવન કે ચિત્રો મૂકી શકાય તેવી તૈયારી ન હોવાથી રહેવા દીધા છે.