Book Title: Anekarth Sangraha Satik Part 01
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
ટીકાકારે આપેલા દૃષ્ટાંતેના ગ્રંથની સૂચી કરવા પ્રયત્ન કર્યો પરંતુ ટીકાકાર મહર્ષિના વિશાળ અગાધ જ્ઞાનસાગરની દૃષ્ટિએ એ કાર્ય ઘણું જ અને અશક્ય કઠીન લાગતાં દૃષ્ટાંતેના ગ્રોને નિર્દેશ કરી શકાયો નથી. સંશોધન-સંપાદન,
અનેકાર્થ સંગ્રહ અને તેની કૈરવાકર કૌમુદી ટીકાને આ પ્રથમ ભાગ જેમાં બે કાંડ છે તે શ્રી દેવગુરૂની કૃપાથી આમ પ્રથમ જ પ્રગટ થાય છે. ઘણો પ્રયત્ન છતાં ક્ષતિઓ રહી જવા સંભવ છે તે ક્ષતવ્ય ગણીને આ કાર્યને સૌ ખપી આત્માઓ વધાવી લેશે. એવી આશા છે.
પ્રથમ તે આ લખાણ મારા પપકારી ગુરૂદેવના સાહિધ્યમાં તેઓશ્રી તથા પૂ. મુનિરાજશ્રી પાર્શ્વવિજયજી મહારાજે કરાવેલ. જે સં. ૨૦૦૩માં પૂર્ણ થયેલ. પાટણમાં તે વખતે પૂ. મુ. શ્રી કાંતિવિજયજી મહારાજે પણ આ પ્રતની પ્રેસ કેવી શરૂ કરાવી પણ ખબર મળતાં તેમણે તે લખાવવી માંડી વાળી અને આ લખાણ અહીં પુરૂં થયેલ જેથી આ પ્રતિ જ રહેવા દીધી. ત્યાર બાદ ઘણા વર્ષ સુધી લખાણ પડયું રહ્યું અને છેવટે સં. ૨૦૨૪ના જામનગર દિગ્વિજય પ્લેટના ચાતુર્માસમાં આ ગ્રન્થ મુદ્રણ કરવાનું નક્કી થયું અને પ્લેટ શ્રી હાલારી વિશા ઓસવાળ તપગચ્છ જૈન ઉપાશ્રયના ટ્રસ્ટમાંથી જ્ઞાનખાતેથી સહકારની શરૂઆત શ્રી વિમલનાથ પ્રભુજીનાં વિમલ સાનિધ્યમાં થઈ.
ટાઈપ, પ્રેસ આદિની મુશ્કેલી છતાં જામનગર કેમશઅલ પ્રેસમાં શ્રી જેસંગલાલ હીરાલાલભાઈએ આ કાર્ય શરૂ કર્યું. પરંતુ ૧૦/૧૨ ફર્મા છપાયા અને તેમનું અવસાન થયું. તેમના ચિ. શ્રી વસંતભાઈએ ૫-૭ ફર્મો કર્યા પણ તેમાં ફાવટ ન આવી. તે વખતે વઢવાણ શહેરમાં શેઠ કીરચંદભાઈ જગજીવનભાઈએ આ કાર્ય ઉપાડી