________________
sation laternational
The
he Monferr
सुहागण जागी अनुभव प्रीत
સુધારસને છોડીને અશુચિજળને પીવાની ચેષ્ટા જો મૂર્ખામી કહેવાય, તો આત્માનુભૂતિના અદ્ભુત આનંદને છોડીને તુચ્છ પુદ્ગલ પ્રત્યેના આકર્ષણને શું કહેવું? દૂધપાક ગમે તેટલો સારો લાગતો હોય, પણ જો કેરીનો રસ મળતો હોય, તો દૂધપાક છૂટી જતા કાચી સેકંડનો ય વિલંબ લાગતો નથી. પછી તો દૂધપાકનો વિચાર પણ આવતો નથી. એમાં કારણ છે માનવની એ સજ્જડ માન્યતા, કે સારો ગણાતો દૂધપાક પણ કેરીના રસની આગળ સાવ તુચ્છ છે. રસને છોડીને દૂધપાક આરોગવો એ તો મૂર્ખાઇ છે જ, રસને આરોગતા દૂધપાકનો વિચાર કરવો એ પણ ઓછી મૂર્ખામી નથી.
આ એક સ્થૂળ ટ્રષ્ટાંત છે, વાસ્તવમાં તો પુદ્ગલદ્રવ્ય તરીકે રસ હોય, દૂધપાક હોય કે અચિ જળ હોય... બધું જ સરખું છે. સમજવાની વાત એ છે કે જ્યારે પોતાની માન્યતામાં Worst... Worse...Bad...Good...Better... Best ની કક્ષા સ્પષ્ટ થઈ જાય, ત્યારે નીચી વસ્તુનો ત્યાગ અને ઉંચી વસ્તુનું
For Private & Personal Use Only
www.jainelibrary.org