Book Title: Anandghan ni Atmanubhuti 04
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ સ્વાત્મપ્રકાશરૂપ જે આત્માનુભૂતિ છે, તેને શાસ્ત્ર શી રીતે પ્રકાશિત કરી શકે? ના, એનું પ્રકાશન એ શાસ્ત્રની શક્તિની બહારની વાત છે. कहाँ दिखावू और कुं? कहाँ समजाउं भोर? ' જેનું વર્ણન થવું શક્ય નથી, જે કલ્પનાતીત અને તર્યાતીત છે, એ તત્ત્વની અનુભૂતિની આતુરતા સહજપણે ન જાગે, તો જ આશ્ચર્ય. ‘ગુલાબજાંબુ બહુ મીઠા... બહુ ગળ્યા...’ આ શબ્દો ભલે ગુલાબજાંબુનો આસ્વાદ ન કરાવી શકે. એના આસ્વાદની આતુરતા તો જગાડી જ શકે ને ? આ આતુરતા એટલે જ આત્માનુભૂતિની પ્રીતિ. तीर अचूक है प्रेम का, लागे सो रहे ठोर।। 'લક્ષ્યવેધ કરવા માટે બે શરત છે. એક તો તીર હોવું જોઇએ, અને બીજી શરત એ તીર અચૂક હોવું જોઇએ. આત્માનુભૂતિ પ્રત્યેની પ્રીતિ એ અચૂક તીર છે. આત્મસાધકના સાધ્યને એ અવશ્ય સાધી આપી છે. ‘પ્રેમ’ વસ્તુ જ એવી છે, જે પ્રેમપાત્ર સાથે અનુસંધાન જોડી આપે છે, અને સાથે સાથે જ તેના સિવાય બધેથી અનુસંધાન તોડી આપે છે. કો’કે મીરાંને પૂછ્યું, કે “તને રાણાએ ઝેર આપ્યું હતું. ભલે તું બચી ગઇ, તને કદી તેના પર ગુસ્સો નથી આવતો?’ 'મીરાએ મલકીને જવાબ આપ્યો છે, “ગિરધરના પ્રેમમાં 'હું એટલી મગ્ન છું, કે બીજી કોઈ વાતનો વિચાર કરવાનો પણ મને અવકાશ નથી.’ 'तीर अचूक है प्रेम का, लागे सो रहे ठोर। પ્રેમનું તીર જેને લાગ્યું, એ પ્રેમપાત્રમાં નિશ્ચલ બની જાય છે, એને છોડીને એ બીજે ક્યાંય ન જાય. એને નિશ્ચલ કરી દેવો, એ જ તો તીરનું કામ છે. કોઇ યોદ્ધા ગમે તેટલા | વેગથી ગતિ કરતો હોય, આખા સૈન્યમાં પવનની જેમ ફરીને ' શત્રુઓનો સંહાર કરતો હોય, પણ એક વાર એને તીર વાગે પછી? પછી એનું હલન-ચલન પણ અશક્ય બની જાય. એ તદ્દન નિશ્ચલ થઈ જાય. અનાદિકાળથી પરદ્રવ્યથી પ્રભાવિત થઈને યત્ર તત્ર ભટક્યો છે આ આત્મા. નિશ્ચલતા કે સ્થિરતા જેવા શબ્દો એના શબ્દકોષમાંથી પણ કદાચ રવાના થઇ ગયા છે. અરે, હતા જ નહી, તો રવાના થવાનો પ્રશ્ન પણ ક્યાં આવે છે? 'જ્યારે આત્માનુભૂતિ પ્રત્યે હાર્દિક પ્રીતિનો ઉદય થાય, ત્યારે ' એક અચૂક પ્રેમબાણ લાગે છે, જે આત્માને તદ્દન નિશ્ચલ બનાવવામાં સફળ થાય છે. એક વાર આત્મા સ્વસ્વરૂપમાં સ્થિર થાય એટલે અદ્ભુત 'આત્મસમૃદ્ધિઓ પ્રગટ થવા લાગે. જ્ઞાનસારમાં કહ્યું છે – वत्स ! किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि।। निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति।।३-१।।। 'વત્સ ! આ રીતે ચંચળ મનથી ભટકી ભટકીને દુઃખી 'કેમ થાય છે? તું એક વાર સ્થિર થઇ જા, પછી તો તને તારી તદ્દન સમીપમાં જ ખજાનો દેખાશે. 'પ્રેમથી સ્થિરતા... સ્થિરતાથી સમૃદ્ધિ... આ શબ્દો પણ વાસ્તવમાં ‘શબ્દો' જ છે. વસ્તુસ્વરૂપની દિશા બતાવવામાં | તેઓ સફળ થઈ શકે, દેશાની અનુભૂતિ કરાવવામાં કદાપિ નહીં. ફરી એક વાર આ જ પરિસ્થિતિ લાક્ષણિક શૈલીથી રજ થઇ રહી છે અંતિમ કડીમાં... Jain Education International For P aconal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32