________________
લોકમાં ય સ્વરમાં આસક્ત થયેલો હરણ પોતાના પ્રાણને તણખલાની સમાન પણ ગણતો. નથી. આનંદધન પ્રભુના પ્રેમની કથા અકથ્ય અને અપૂર્વ છે. ||૪||
વસંત ઋતુનો એ સમય હતો. વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી હતી. ખળ ખળ વહેતા ઝરણા... કોયલના ટહુકા... મોરના કેકારવ... ભમરાઓનો ગુંજારવ... આ દિવ્ય વાતાવરણમાં ય ધબકાર પૂરી રહ્યો હતો એક બંસરીનો અવાજ... શું એના સ્વરનું માધુર્ય... શું એના આરોહઅવરોહનું સૌદર્ય...
| વનમાં ખૂણે ખૂણેથી હરણો એ સ્વરની દિશામાં જઇ રહ્યા હતા... સૌ ઉતાવળા છે... ઉત્સુક છે. સ્વર વધુ ને વધુ સમીપ આવે છે, અને હરણોનો પ્રેમ ખીલતો જાય છે. બસ, હવે તદ્દન પાસે આવી ગયા. કો’ક માણસ એ મીઠી વાંસળી વગાડી રહ્યો હતો. એની ચારે તરફ હરણો બેસી ગયા હતા. સંગીત-સંવેદના પરાકાષ્ઠાએ પહોંચી હતી.
પ્રત્યેક હરણ એની ધારામાં પૂર્ણપણે તણાતા જતા હતાં. આંખો મીંચાઈ ગઈ હતી. મસ્તકો ધુણી રહ્યા હતા. પગના પંજાઓ તાલ આપી રહ્યા હતા. કાન સંગીતસુધાનું પાન કરી રહ્યા હતાં.
| સામાન્યસ્થિતિમાં હરણ માણસથી હજાર ફૂટ દૂર રહેવા પ્રયત્ન કરે, એના પડછાયાથી ય ગભરાયા વિના ન રહે... પણ અહીં તો તદ્દન શીર્ષાસન હતું. કોઈ હરણને વિચાર સુદ્ધા નહી આવ્યો હોય? કે આ માણસ મને પકડશે તો? મારી નાખશે તો?
नादविलुद्धो प्राण कुं.
गिने न तृण मृगलोया સંગીતના સ્વરના પ્રેમમાં હરણ મસ્તાન બને એટલે એ પોતાના પ્રાણોની ય પરવા કરતું નથી. એના પ્રાણોનું મૂલ્ય એને તણખલા જેટલું ય લાગતું નથી. ‘ભલેને મરી જાઉં, આ સંગીતની મજા લૂંટી લઉં, એમાં જ મારા જીવનની કૃતાર્થતા છે.” આ છે હરણની ભૂમિકા. યોગશાસ્ત્રમાં કહ્યું છે - हरिणो हारिणीं गीति-माकर्णयितुमुद्धरः।
आकर्णाकृष्टचापस्य, યાતિ વ્યાધચ વેધ્યતામII૪-૨૨iા મધુર સંગીત સાંભળવામાં હરણ મસ્તાન બને છે અને શિકારી તેને વેગીલા બાણથી વીંધી નાખે છે.
આપણે અહીં જોવી છે પ્રેમની ભૂમિકા. એ ભૂમિકા પર ઊભા રહ્યા પછી પ્રાણોની પણ પરવા ન રહેતી હોય, તો પછી શરીરની કે સમગ્ર સંસારની તો શું પરવા રહે? બસરીના
સ્વર જેવા ક્ષુદ્ર પાત્રના પ્રેમની પણ આ દશા હોય, તો પછી ‘પરમ'ના પ્રેમની દશા કેવી લોકોત્તર હોય?
आनंदघन प्रभु प्रेम की.
अकथ कहानी कोय। કૃષ્ણ મહારાજાની પટ્ટરાણી રુક્મિણી. એને એક વાર સ્વપ્નમાં રાધા આવી. રાધાને જોતાની સાથે રુકિમણીએ એને પૂછ્યું, ‘રાધે ! અહીં દ્વારિકામાં બધી વાતે સુખ છે. સંપત્તિ અને સમૃદ્ધિની રેલમછેલ છે. હું અને બીજી રાણીઓ કૃષ્ણ મહારાજાની પ્રસન્નતા સાચવવામાં કોઇ કસર છોડતા નથી. પણ જ્યારે કૃષ્ણના કાનમાં ‘રાધા' નામ પડે, એટલે એ અગાધ
કારણ
ગામ