________________
J
આવો પ્રેમી કદાચ મંદિરમાં આવી પણ ચડે. પણ અસત્-સંસ્કારોના કારણે એ પ્રભુ સાથે પણ શુદ્ધ પ્રેમ કરી શકતો નથી. પૂ. દેવચંદ્રજી મહારાજે શ્રીઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું છે –
પ્રીતિ અનાદિની વિષ ભરી
તે રીતે હો... કરવા મુજ ભાવ, કરવી તે નિર્વિષ પ્રીતડી
શે વાતે હો... તે બને બનાવ?
ઋષભ જિણંદશુ પ્રીતડી...
સ્વાર્થ ખાતર જ પ્રેમ કરવો, આ છે અનાદિનું અવળું ગણિત. અને સ્વાર્થને સ્મશાને વળાવીને જ પ્રેમ કરવો આ છે પ્રભુપ્રીતિનું સીધું ગણિત. માટે જ આ પ્રેમ અવર્ણનીય છે અને અનાદિકાલીન સંસારમાં જીવ માટે અભૂતપૂર્વ = અપૂર્વ છે.
आनंदघन प्रभु प्रेम की, अकथ कहानी कोय।
આવા પ્રભુપ્રેમને આપણે સહુ આત્મસાત્ કરીએ, આત્માનુભૂતિને અવિરત બનાવીએ અને તેના દ્વારા શુદ્ધ ચેતનાને અખંડ સૌભાગ્યવતી બનાવીએ, એ જ શુભાભિલાષા.
ચૈત્ર વદ ૯, વિ.સં.૨૦૬૭
જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.