Book Title: Anandghan ni Atmanubhuti 04
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ આગળ અનુભૂતિનું પ્રવેશદ્વાર છે. આ સ્થિતિમાં અવધૂતના અંતરોદ્ગારો તદ્દન યથાર્થ છે... कहाँ दिखावू और कुं? कहाँ समजाउं भोर ? શબ્દો સંખ્યાતા છે, અનુભૂતિનું આકાશ અનંત છે. શાસ્ત્રોની સીમા છે. આત્માનુભૂતિનો આનંદ નિઃસીમ છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે - सव्वे सरा णिअटुंति। तक्का जत्थ ण विज्जइ। | મ તત્વ | હિમાં આત્માનુભૂતિને આંબવા માટે સર્વ સ્વરો પ્રસ્થાન કરે છે, પણ તેમને હારી-થાકીને પાછા ફરવું પડે છે. તર્કો તો અહીં ઊભા રહેવા પણ તૈયાર નથી. અને બુદ્ધિ પ્રયાસ કરે, તો ય પાસ કરે તો ય કુંઠિત થયા વિના રહેતી નથી. | હી, શાસ્ત્રો તેની દિશા જરૂર બતાવી શકે છે. પછી એ દિશામાં આગળ વધો. એટલે અનુભૂતિમાં પ્રવેશ થાય. અને પછી તો ગતિ અને પ્રગતિ કરતા જ જાઓ, ટૂંક સમયમાં પરમગતિની પ્રાપ્તિ નિશ્ચિત છે. મહોપાધ્યાયજીએ જ્ઞાનસારમાં (૨) અનભિલાપ્ય :- જેમને શબ્દોથી ન કહી શકાય. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે - पण्णवणिज्जा भावा, अणंतभागो उ अणभिलप्पाणं। पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुयनिबद्धो।।१४१।। વિશ્વમાં જેટલા અભિલાખ ભાવો છે, તેઓ અનભિલાપ્ય ભાવોનો અનંતમો ભાગ જ છે. અને જે અભિલાપ્ય ભાવો છે, તેમનો પણ અનંતમો ભાગ જ કૃતનિબદ્ધ છે = શાસ્ત્રોમાં સંગૃહીત છે. | ક્યાં વિશ્વની વિરાટ અસ્મિતા ! ક્યાં તેના અનંતમાં ભાગે અભિલાપ્ય ભાવો ! અને ક્યાં તેના પણ અનંતમાં ભાગે સર્વ શાસ્ત્રો ! कहाँ दिखावु और कुं? कहाँ समजाउं भोर? અવધૂતનો પ્રશ્નાર્થ વાસ્તવિક છે, એટલો જ વિનમ્ર પણ છે. અનાદિકાળમાં જે વિષયને પ્રસ્તુત કરવા અનંત શાસ્ત્રોનું સર્જન થયું, એ તમામ શાસ્ત્રકાર મહાપુરુષોએ નિખાલસ કબૂલાત કરી કે “અમે તો માત્ર દિશા બતાવીએ છીએ. બાકી, આ બધા શાસ્ત્રો મળીને પણ ‘આત્માનુભૂતિ’નું અવગાહન કરી શકે તેમ નથી.” તો પછી મારા જેવી વ્યક્તિ એને શી રીતે શબ્દોમાં સમાવી શકે? યોગતત્ત્વોપનિષદ્દમાં કહ્યું છે – अनिर्वाच्यं पदं वक्तुं न शक्यं तैः सुरैरपि। આત્માનુભૂતિ ખરેખર અનિર્વાચ્ય છે. દેવતાઓ પણ તેનું કથન કરવા સમર્થ નથી. યોગશિખોપનિષદ્દમાં કહ્યું છે – स्वात्मप्रकाशरूपं तत् किं शास्त्रेण प्रकाश्यते? કહ્યું છે – व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि। पारं तु प्रापयत्येको-ऽनुभवो भववारिधेः।।२६-२।। સર્વ શાસ્ત્રો માત્ર દિગ્દર્શન કરે છે. એક ‘અનુભવ’ જ સંસારસાગરનો પાર પમાડે છે. શાસ્ત્રોની સીમા કેમ છે? તેનું રહસ્ય પણ સમજવા જેવું છે. વિશ્વની જેટલી વાસ્તવિકતાઓ છે, વિશ્વમાં વિદ્યમાન ભાવો – પદાર્થો છે, તેમના બે પ્રકાર છે - (૧) અભિલાપ્ય :- જેમને શબ્દથી કહી શકાય. PIN- nal

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32